Home> India
Advertisement
Prev
Next

Tractor Parade Violence: દિલ્હી પોલીસે લોકોને કરી અપીલ, ટ્રેક્ટર પરેડ હિંસા સંબધિત જાણકારી માંગી

દિલ્હી પોલીસે (Delhi Police) લોકો પાસેથી રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રજાસત્તાક દિવસ (Republic Day) પર ટ્રેક્ટપ પરેડ (Tractor Parade) દરમિયાન થયેલી હિંસાના (Violence) પુરાવા અથવા જાણકારી શરે કરવા અપીલ કરી છે

Tractor Parade Violence: દિલ્હી પોલીસે લોકોને કરી અપીલ, ટ્રેક્ટર પરેડ હિંસા સંબધિત જાણકારી માંગી

નવી દિલ્હી: દિલ્હી પોલીસે (Delhi Police) લોકો પાસેથી રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રજાસત્તાક દિવસ (Republic Day) પર ટ્રેક્ટપ પરેડ (Tractor Parade) દરમિયાન થયેલી હિંસાના (Violence) પુરાવા અથવા જાણકારી શરે કરવા અપીલ કરી છે. અધિકારીઓએ શુક્રવારના આ જાણકારી આપી છે. દિલ્હી પોલીસે મીડિયાકર્મીઓ સહિત સામાન્ય જનતાને કહ્યું છે કે, લોકો જે ઘટનાઓના સાક્ષી છે અથવા જેમની પાસે ઘટના સંબંધિત કોઈ જાણકારી છે તો તેને પોલીસ સાથે શરે કરે.

અપીલમાં કહેવામાં આવ્યું છે કે, મીડિયાકર્મીઓ સહિત લોકો જે ઘટનાના સાક્ષી છે અથવા જેમની પાસે ઘટના સંબંધિત કોઇપણ જાણકારી છે અથવા જેમણે તેમના મોબાઇલ ફોન અથવા કેમેરામાં કોઈ ગતિવિધિ કેદ કરી છે, તેમને અપીલ કરવામાં આવે છે કે, તેઓ તેમનું નિવેદન નોંધાવે. પોલીસે અપીલ કરી છે કે, લોકો ઘટનાઓ સંબંધિત ફૂટેજ અને તસવીરો જમા કરાવે, અથવા પોલીસને ફોન અથવા ઇ-મેઈલ દ્વારા તેની જાણકારી આપે.

આ પણ વાંચો:- રાષ્ટ્રપતિના ભાષણ દરમિયાન કોંગ્રેસ સાંસદ Ravneet Singh Bittu નો હંગામો, સદનમાં લગાવ્યા નારા

ટ્રેક્ટર પરેડમાં થઈ હિંસા
કેન્દ્ર સરકારે ત્રણ નવા કૃષિ કાયદા (Farm Bills) વિરોધમાં પ્રદર્શન કરી રહેલા કિસાન સંગઠનોની માંગને રેખાંકિત કરવા માટે મંગળવારના થયેલી ટેક્ટ્રર પરેડ તે સમયે હિંસક થઈ હતી, જ્યારે પ્રદર્શનકારી નિર્ધારિત માર્ગ છોડી અન્ય માર્ગો પર જતા રહ્યા, તેમને પોલીસ કર્મીઓ પર હુમલો કર્યો, વાહનોમાં તોડફોડ કરી અને લાલ કિલ્લાના પ્રચાર સ્થળ પર એક ધાર્મિક ઝંડો લહેરાવ્યો હતો.

આ પણ વાંચો:- Farmers Protest: મુઝફ્ફરનગરના GIC ગ્રાઉન્ડમાં ખેડૂતોનો જમાવડો, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મહાપંચાયત શરૂ

આ મામલે તપાસ કરી રહી છે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ
પોલીસે ગુરૂવારના કિસાન નેતાઓ સામે લુઆઇટ નોટિસ ઈશ્યુ કરી અને આ હિંસા પાછળ ષડયંત્રની તપાસ શરૂ કરવાની જાહેરાત કરી. પોલીસે આ મામલે અત્યાર સુધી 33 એફઆઇઆર નોંધી છે અને 44 લોકો સામે લુકઆઉટ નોટિસ ઇશ્યુ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More