Home> India
Advertisement
Prev
Next

Twitter ને બરાબર ટક્કર આપશે આ દેશી Tooter, PM મોદી-અમિત શાહે પણ બનાવ્યું એકાઉન્ટ

સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વિટરને ટક્કર આપવા માટે ભારતીય સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ ટૂટર (Tooter) શરૂ થઈ ગયું છે. સ્વદેશી સોશિયલ નેટવર્ક ટૂટરને મેડ ઈન ઈન્ડિયા હેઠળ શરૂ કરાયું છે અને ઈન્ટરનેટ પર લોકો વચ્ચે ચર્ચામાં છે.

Twitter ને બરાબર ટક્કર આપશે આ દેશી Tooter, PM મોદી-અમિત શાહે પણ બનાવ્યું એકાઉન્ટ

નવી દિલ્હી: સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વિટરને ટક્કર આપવા માટે ભારતીય સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ ટૂટર (Tooter) શરૂ થઈ ગયું છે. સ્વદેશી સોશિયલ નેટવર્ક ટૂટરને મેડ ઈન ઈન્ડિયા હેઠળ શરૂ કરાયું છે અને ઈન્ટરનેટ પર લોકો વચ્ચે ચર્ચામાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક નેતાઓએ ટૂટર પર પોતાનું એકાઉન્ટ બનાવ્યું છે. 

Lalu Yadav જેલમાંથી સરકાર પાડવાનું રચી રહ્યા છે ષડયંત્ર, સુશીલ મોદીએ બહાર પાડ્યો ઓડિયો

આ વર્ષ જૂન-જૂલાઈમાં શરૂ થયું
ટૂટર આ વર્ષે જૂન જૂલાઈમાં શરૂ થયું હતું પરંતુ લોકો વચ્ચે ચર્ચામાં હવે આવ્યું છે. ટૂટરે સાઈટ પર 'અમારા વિશે (About US)' સેક્શનમાં જણાવ્યું છે કે, 'અમારું માનવું છે કે ભારતમાં એક સ્વદેશી સોશિયલ નેટવર્ક હોવું જોઈએ, ટૂટર અમારું સ્વદેશી આંદોલન 2.0 છે. આ આંદોલનમાં અમારી સાથે જોડાઓ.'

પીએમ મોદી સહિત અનેક હસ્તીઓએ બનાવ્યું એકાઉન્ટ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ટૂટર પર વેરિફાઈડ એકાઉન્ટ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને સદગુરુ પણ ટૂટર પર છે. આ ઉપરાંત ભાજપનું પણ ટૂટર પર ઓફિશિયલ એકાઉન્ટ છે. 

Corona Update: દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 92 લાખને પાર, જાણો લેટેસ્ટ અપડેટ

શું છે ટૂટર અને કેવી રીતે કરી શકો ઉપયોગ
Tooterની ડિઝાઈન અને ઈન્ટરફેસ સંપૂર્ણ રીતે ટ્વિટર જવી જ છે અને તેના લોકોમાં એક બ્લ્યુ રંગનો શંખ છે. ટૂટર પર એકાઉન્ટ બનાવ્યા બાદ તમે લોકો સાથે જોડાઈ શકો છો. ન્યઝ ફીડમાં તમે અન્ય લોકોની પોસ્ટ જોઈ શકો છો. પોતે પણ ટ્વીટ કરી શકો છો. ટૂટર એપ ગૂગલ પ્લે સ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે અને તેનો ઉપયોગ વેબસાઈટ tooter.in ઉપર પણ કરી શકાય છે. જો કે આઈઓએસ યૂઝર્સ માટે હજુ આ એપ ઉપલબ્ધ નથી. ટૂટર પર નામ, ઈમેઈલ આઈડી અને પાસવર્ડ નાખીને એકાઉન્ટ બનાવી શકાય છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More