Home> India
Advertisement
Prev
Next

Sachin Pilot Divorce: સચિન પાયલટ અને સારા અબ્દુલ્લાના થયા છુટાછેડા, ચૂંટણી એફિડેવિટથી થયો ખુલાસો

રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને કોંગ્રેસ વર્કિંગ સમિતિના સભ્ય સચિન પાયલટ પત્ની સારા પાયલટથી અલગ થઈ ગયા છે. સચિન પાયલય અને સારા વચ્ચે ડિવોર્સ થઈ ચુક્યા છે. સચિન પાયલટના ઉમેદવારી ફોર્મમાં આ વાતનો ખુલાસો થયો છે. 

Sachin Pilot Divorce: સચિન પાયલટ અને સારા અબ્દુલ્લાના થયા છુટાછેડા, ચૂંટણી એફિડેવિટથી થયો ખુલાસો

જયપુરઃ રાજસ્થાનના પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી અને કોંગ્રેસ વર્કિંગ સમિતિના સભ્ય સચિન પાયલટ પત્ની સારા પાયલટથી અલગ થઈ ગયા છે. સચિન પાયલટ અને સારા પાયલટ વચ્ચે છુટાછેડા થઈ ચુક્યા છે. પાટલટના ચૂંટણી એફિડેવિટમાં તેનો ખુલાસો થયો છે. ટોંક વિધાનસભા સીટથી કોંગ્રેસના ઉમેદવારના રૂપમાં ઉમેદવારી કર્યાં બાદ આપેલા એફિડેવિટમાં પત્નીના નામની આગળ સચિન પાયલટે ડિવોર્સી લખ્યું છે. સચિન પાયલટે જાન્યુઆરી 2004માં સારા પાયલટ સાથે લગ્ન કર્યા હતા. સારા જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ અને નેશનલ કોન્ફરન્સના વરિષ્ઠ નેતા ફારૂક અબ્દુલ્લાની પુત્રી અને ઉમર અબ્દુલ્લાની બહેન છે. પરંતુ સચિન પાયલટના સ્ટાફે આ સમાચાર પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. પાયલટના સ્ટાફનું કહેવું છે કે આ વાત તેની જાણકારીમાં નથી. 

પ્રથમવાર સામે આવી ડિવોર્સની જાણકારી
ચૂંટણી એફિડેવિટ અનુસાર રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ હવે પત્ની સારા પાયલટથી અલગ થઈ ચુક્યા છે. સચિન પાયલટ અને સારા પાયલટ વચ્ચે ડિવોર્સ થઈ ગયા છે. પાયલટના ચૂંટણી એફિડેવિટથી તેનો ખુલાસો થયો છે. તેમણે ટોંક વિધાનસભા સીટથી કોંગ્રેસ ઉમેદવારના રૂપમાં ઉમેદવારી પત્રમાં આપેલી જાણકારીમાં પત્નીના નામની આગળ ડિવોર્સી લખ્યું છે. નોંધનીય છે કે સચિન પાયલટ અને સારા વચ્ચે છુટાછેડાની જાણકારી પ્રથમવાર સામે આવી છે. સચિન પાયલટને બે પુત્ર છે. સચિન પાયલટે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાની પુત્રી સારા અબ્દુલ્લા સાથે લગ્ન કર્યા હતા. 

fallbacks

2014માં હતી બંનેના અલગ થવાની ચર્ચા
સચિન પાયલટે આશ્રિત કોલમમાં પોતાના પુત્રના નામ- અરણ પાયલટ અને વિહાન પાયલટ લખ્યું છે. ફારૂક અબ્દુલ્લાની પુત્રી સારા પાયલય અને સચિનની અલગ થવાની ચર્ચાઓ 9 વર્ષ પહેલા પણ સામે આવી હતી. 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન સચિન અને સારાના અલગ થવાની ચર્ચાઓ હતી પરંતુ ત્યારે તેમણે અફવાઓ ગણાવી આ વાતને નકારી દીધી હતી. 

આ પણ વાંચોઃ ફોટો જોઇ લીધો તો ગળે નહી ઉતરે પનીર! સોશિયલ મીડિયા પર વાયરલ થઇ તસવીર

પાયલટ અને સારાએ 2004માં કર્યા હતા લગ્ન
સચિન પાયલટે જાન્યુઆરી 2004માં સારા સાથે લગ્ન કર્યા હતા. સારા જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ અને નેશનલ કોન્ફરન્સના વરિષ્ઠ નેતા ફારૂક અબ્દુલ્લાની પુત્રી અને ઉમર અબ્દુલ્લાની બહેન છે. સચિન પાયલટે વર્ષ 2018માં જ્યારે નાયબ મુખ્યમંત્રી પદે શપથ લીધા હતા તો શપથ ગ્રહણ સમારોહમાં સારા પાયલટ, બંને પુત્રો અને ફારૂક અબ્દુલ્લા પણ સામેલ થયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More