Home> India
Advertisement
Prev
Next

આજે વિદેશ મંત્રી S JAISHANKARનો જન્મદિવસ, જાણો તેમની પર્સનલ લાઈફ વિશે, JNUમાં થયો હતો પ્રથમ પ્રેમ

પાકિસ્તાન હોય કે રશિયા તમામ વિવાદો પર તેમણે જવાબ આપ્યા છે. જ્યારે, રશિયા પાસેથી પેટ્રોલ ખરીદવાના નિવેદનને તો પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાને પોતાની રેલીમાં પણ બતાવ્યો હતો. તેમની ચર્ચા પાકિસ્તાનથી નોરવે સુધી થાય છે.

આજે વિદેશ મંત્રી S JAISHANKARનો જન્મદિવસ, જાણો તેમની પર્સનલ લાઈફ વિશે, JNUમાં થયો હતો પ્રથમ પ્રેમ

નવી દિલ્હી: આજે 9 જાન્યુઆરી છે અને આજનો દિવસ આપણા વિદેશ મંત્રી એસ જયશંકરનો જન્મદિવસ છે. એસ જયશંકરનું પુર નામ છે સુબ્રમણ્યમ જયશંકર. આજે અમે તમને એસ જયશંકરની પર્સનલ લાઈફ વિશે વાત કરીશું.
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર પોતાના નિવેદન માટે જાણીતા છે. અને તેમના નિવેદનો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં હોય છે. 

પાકિસ્તાન હોય કે રશિયા તમામ વિવાદો પર તેમણે જવાબ આપ્યા છે. જ્યારે, રશિયા પાસેથી પેટ્રોલ ખરીદવાના નિવેદનને તો પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાને પોતાની રેલીમાં પણ બતાવ્યો હતો. તેમની ચર્ચા પાકિસ્તાનથી નોરવે સુધી થાય છે. કડક મંત્રીઓમાં જયશંકરની ગણતરી કરવામાં આવે છે. પણ એવું નથી પોતાની પર્સનલ લાઈફમાં જયશંકર ખૂબ મધૂર છે. 

એસ જયશંકર માત્ર 24 વર્ષની ઉંમરે જ IFS બન્યા હતા. એસ જયશંકર ડિપ્લોમેટ્સના પરિવારમાંથી આવે છે. આજ કારણથી તેમનો વધુ સમય દિલ્લીમાં જ પસાર થયો. જયશંકર મૂળ તામિલ નાડૂના છે. એસ જયશંકરને હિન્દી, અંગ્રેજી, તામિલ સાથે રશિયન, જાપાની અને હંગેરિયન ભાષાનું પણ જ્ઞાન છે. એસ જયશંકર ચીનમાં ભારતના સૌથી લાંબા સમય સુધી રહેનારા રાજદૂત છે. તેમના રિટાયર્મેન્ટમાં માત્ર 72 કલાક બાકી હતા. ત્યારે, જ અચાનકથી તેમને વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા. તેમના પિતા કે સુબ્રમણ્યમને ફાધર ઓફ ઈન્ડિયન સ્ટ્રેજિક થોટ્સ માનવામાં આવતા હતા. તેમની માતાએ મ્યૂઝીકમાં પીએચડી કરી હતી. 

JNUમાં થયો હતો પ્રથમ પ્રેમ
એસ જયશંકરે ગ્રેડ્જ્યુએશન જેએનયુમાંથી કર્યું હતું. તેમના જેએનયુના એડમિશનનો પણ ગજબનો કિસ્સો છે. તેઓ જેએનયુની બાજુમાં આવેલી દિલ્લી આઈઆઈટી કોલેજમાં એડમિશન લેવા માટે ગયા હતા. પરંતું, JNU સામેની ભીડ જોઈને તેઓ ત્યાં પહોંચ્યા હતા. તેમને JNUનું એવું જુનુન સિરે ચઢ્યું કે ત્યાંથી તે એડમિશન લઈને જ પરત આવ્યા. તેમની મુલાકાત પ્રથમ પત્ની શોભા સાથે ત્યાં જ થઈ હતી. બાદમાં બંનેના લગ્ન થયા. પરંતું, કેન્સરના કારણે શોભાનું જલ્દી મૃત્યું થયું હતું. 

ક્યોકો સોમેકાવા સાથે બીજા લગ્ન
જયશંકરે બીજા લગ્ન જાપાનમાં જન્મેલી ક્યોકો સોમેકાવા સાથે કર્યા છે. ક્યોકો અને જયશંકરનો જન્મદિવસ એક જ દિવસે આવે છે. એટલે કે 9 જાન્યુઆરીએ આવે છે. લગ્ન પછી ક્યોકોએ હિન્દૂ ધર્મ અપનાવી લીધો છે. અને હવે તે ત્રણ બાળકો ધ્રુવ, અર્જૂન અને પુત્રી મેઢાની માતા છે. તેમની પુત્રી મેઢા લોસ એન્જલીસમાં ફિલ્મ ડાયરેક્ટર છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More