Home> India
Advertisement
Prev
Next

Coronavirus New Cases: સાવધાન! દેશમાં ફરીથી વધ્યો જીવલેણ કોરોનાનો ખતરો! જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ અને મોત નોંધાયા

અગાઉ શુક્રવારે 2841 નવા કેસ નોધાયા હતા. છેલ્લા 24 કલાકમાં 11 લોકોના કોરોનાથી મોત નિપજ્યા છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસ 18,096 છે, જ્યારે અત્યાર સુધી 4,25,76,815 દર્દીઓ સ્વસ્થ્ય થઈને ઘરે પહોંચ્યા છે.

Coronavirus New Cases: સાવધાન! દેશમાં ફરીથી વધ્યો જીવલેણ કોરોનાનો ખતરો! જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ અને મોત નોંધાયા

Coronavirus New Cases: દેશમાં ફરીથી કોરોના વાયરસનો ખતરો વધ્યો છે. ફરીથી કોરોના વાયરસના નવા કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે. જેણા કારણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2858 નવા કેસ નોંધાયા છે. અગાઉ શુક્રવારે 2841 નવા કેસ નોધાયા હતા. છેલ્લા 24 કલાકમાં 11 લોકોના કોરોનાથી મોત નિપજ્યા છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસ 18,096 છે, જ્યારે અત્યાર સુધી 4,25,76,815 દર્દીઓ સ્વસ્થ્ય થઈને ઘરે પહોંચ્યા છે.

જ્યારે રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી કોવિડ 19ની રસીના 1,91,15,90,37થી વધુ ડોઝ લોકોને આપી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં સાત ઓગસ્ટ 2020ના રોજ કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટ 2020એ 30 લાખ અને પાંચ સપ્ટેમ્બર 2020ના રોજ 40 લાખથી વધારે થઈ ગઈ હતી. સંક્રમણના કુલ કેસ 16 સપ્ટેમ્બર 2020ના રોજ 50 લાખ, 28 સપ્ટેમ્બર 2020ના રોજ 60 લાખ, 11 ઓક્ટોબર 2020 એ 70 લાખ, 29 ઓક્ટોબર 2020ના રોજ 80 લાખ અને 20 નવેમ્બરે 90 લાખને પાર પહોંચી ગયા હતા.

નોંધનીય છે કે દેશમાં 19 ડિસેમ્બર 2020ના રોજ આ કેસ એક કરોડથી વધુો થઈ ગયા હતા. ગત વર્ષ ચાર મેના રોજ સંક્રમિતોની સંખ્યા 2 કરોડ અને 23 જૂન 2021ના રોજ ત્રણ કરોડને પાર પહોંચી ગઈ હતી. આ વર્ષ 26 જાન્યુઆરીએ કોરોના કેસ ચાર કરોડને પાર પહોંચી ગયા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More