Home> India
Advertisement
Prev
Next

દેશભરમાં રસ્તા પર ઉતર્યા હજારો મુસ્લિમો, ફ્રાન્સનો ફ્લેગ સળગાવ્યો; આપી ચેતવણી

ફ્રાન્સમાં ઇસ્લામિક કટ્ટરવાદિઓ સામે કરવામાં આવી રહેલી કડક કાર્યવાહીના વિરોધમાં દેશભરના મુસ્લિમો (Muslims) ફરી એકવાર CAA વિરોધી આંદોલન અંતર્ગત રસ્તા પર ઉતરી રહ્યાં છે. મુસ્લિમોએ શુક્રવારના જુદા જુદા શહેરોમાં પ્રદર્શન કરી રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન (Emmanuel Macron)ના પોસ્ટર સળગાવ્યા, સાથે જ ફ્રાન્સ (France)ના ધ્વજને પણ આગ લગાવી હતી.

દેશભરમાં રસ્તા પર ઉતર્યા હજારો મુસ્લિમો, ફ્રાન્સનો ફ્લેગ સળગાવ્યો; આપી ચેતવણી

ભોપાલ: ફ્રાન્સમાં ઇસ્લામિક કટ્ટરવાદિઓ સામે કરવામાં આવી રહેલી કડક કાર્યવાહીના વિરોધમાં દેશભરના મુસ્લિમો (Muslims) ફરી એકવાર CAA વિરોધી આંદોલન અંતર્ગત રસ્તા પર ઉતરી રહ્યાં છે. મુસ્લિમોએ શુક્રવારના જુદા જુદા શહેરોમાં પ્રદર્શન કરી રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન (Emmanuel Macron)ના પોસ્ટર સળગાવ્યા, સાથે જ ફ્રાન્સ (France)ના ધ્વજને પણ આગ લગાવી હતી.

આ પણ વાંચો:- ભોપાલમાં ફ્રાન્સ વિરુદ્ધ દેખાવોથી CM શિવરાજ ચૌહાણ લાલઘૂમ, કડક કાર્યવાહીનો આદેશ

કોંગ્રેસ ધારાસભ્યએ હજારો લોકો સાથે કર્યું પ્રદર્શન
ભોપાલમાં કોંગ્રેસ ધારાસભ્ય આરિફ મસૂદની આગેવાનીમાં શુક્રવારના પ્રદર્શન કરવામાં આવ્યું. ઇકબાલ મેદાનમાં આ પ્રદર્શનમાં હજારો મુસ્લિમો ભેગા થયા. આ દરમિયાન, ઉશ્કેરણીજનક ભાષણો કરતી વખતે ફ્રાન્સના લોકોને અલ્લાહની શાનમાં ગુસ્તાખી કરવાના પરિણામો સહન કરવાની ધમકી આપવામાં આવી હતી. લોકોએ મેક્રોનના પુતળાની સાથે મારામારી પણ કરી હતી.

આ પણ વાંચો:- મુંગેર હિંસા: CISF ના ઈન્ટરનલ રિપોર્ટથી થયો અત્યંત ચોંકાવનારો ખુલાસો

મુંબઇમાં પણ રસ્તા પર ઉતર્યા મુસ્લિમો
મુંબઇમાં રઝા એકેડમીના નેતૃત્વમાં હજારો મુસ્લિમોએ ફ્રાન્સની સામે પ્રદર્શન કર્યું. તે દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ સામે જોરદાર નારા લગાવ્યા હતા. મુંબઇના ભિંડી વિસ્તારના રસ્તા પર ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમ્યુઅલ મેક્રોનના ફોટાવાળા પોસ્ટર્સ ચોંટાડવામાં આવ્યા. લોકો તે પોસ્ટર્સ પરથી પસાર થયા હતા. યૂપીના અલીગઢમાં અલીગઢ મુસ્લિમ યૂનિવર્સિટીના વિદ્યાર્થીઓએ મેક્રોનની વિરૂદ્ધ પ્રદર્શન કર્યું. સાથે જ માર્ગોમાં ફ્રાન્સ વિરૂદ્ધ જુલૂસ કાઢ્યા હતા.

આ પણ વાંચો:- કોરોના વાયરસ વેક્સિન બનાવવાની દિશામાં આ બે દેશોની મદદ કરશે ભારત

બરેલીમાં સળગાવ્યો ફ્રાન્સનો ઝંડો
બરેલીમાં દરગાહ આલા હઝરતથી હજારો લોકો માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સ વગર રસ્તા પર ઉતર્યા, આ દરમિયાન મેક્રોન વિરૂદ્ધ આક્ષેપો કરતા ફ્રાન્સનો ઝંડો સળગાવ્યો હતો. પરમીશન વગર કાઢવામાં આવેલા જુલૂસ પર તંત્ર મૌન જોવા મળ્યુ. સિટી મેજિસ્ટ્રેટે પટેલ ચોક પર પહોંચી રાષ્ટ્રપતિને સંબોધિત એક મેમોરેન્ડમ લીધું.

આ પણ વાંચો:- કોરોના સંકટ વચ્ચે પ્રદૂષણનો બમણો માર, આટલા ટકા વધી ગયો મોતનો આંકડો

મધ્ય પ્રદેશ સરકારનું કોંગ્રેસ ધારાસભ્ય સામે કડક વલણ
ભોપાલમાં કોવિડ પ્રોટોકોલનું ઉલ્લંઘન કરી પરમીનશ વગર પ્રદર્શન કરવા પર મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ મામલાને ગંભીરતાથી લીધો છે. મળતી માહિતી મુજબ શિવરાજ આ ધરણા પ્રદર્શનથી સખત નારાજ છે. શિવરાજે આ મામલે દોષિતો પર કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. એક ટ્વીટમાં શિવરાજે લખ્યું છે કે મધ્ય પ્રદેશ શાંતિનો ટાપુ છે. તેની શાંતિને ભંગ કરનારા લોકોને અમે પૂરેપૂરી કડકાઈથી પહોંચી વળશું. આ મામલે 188 IPC હેઠળ ગુનો નોંધી કાર્યવાહી થઈ રહી છે. કોઈ પણ દોષિતને છોડવામાં નહીં આવે. પછી ભલે તે ગમે તે હોય.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More