Home> India
Advertisement
Prev
Next

Bengal Result: જીત બાદ પણ ટકરાવ યથાવત? દીદી બોલ્યા- પ્રથમવાર પીએમે ફોન નથી કર્યો

મમતા બેનર્જીનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે પીએમ મોદીએ 2 મે એટલે કે પરિણામોના દિવસે ટ્વીટ કરી તેમને શુભેચ્છા સંદેશ આપી દીધો હતો. પીએમ મોદીએ બંગાળ સરકારને કેન્દ્ર તરફથી મદદનું આશ્વાસન પણ આપ્યું હતું. 
 

Bengal Result: જીત બાદ પણ ટકરાવ યથાવત? દીદી બોલ્યા- પ્રથમવાર પીએમે ફોન નથી કર્યો

કોલકત્તાઃ મમતા બેનર્જી અને પીએમ મોદી વચ્ચે ચૂંટણી પ્રચારની ખટાશ પરિણામ બાદ પણ જોવા મળી રહી છે. બંગાળ વિધાનસભા ચૂંટણી (Bengal election result) માં જીતના 24 કલાકમાં જ મમતા બેનર્જીએ એવું નિવેદન આપ્યું છે, જેનાથી સંકેત મળી રહ્યાં છે કે કેન્દ્ર સરકારની સાથે તેમનો ટકરાવ આ કાર્યકાળમાં વધુ વધી શકે છે. હકીકતમાં મમતા બેનર્જીએ કહ્યું કે, આ પ્રથમવાર હશે જ્યારે કોઈ પ્રધાનમંત્રીએ ફોન કરી શુભેચ્છા સંદેશ ન આપ્યો હોય. 

મમતા બેનર્જીનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે પીએમ મોદીએ 2 મે એટલે કે પરિણામોના દિવસે ટ્વીટ કરી તેમને શુભેચ્છા સંદેશ આપી દીધો હતો. પીએમ મોદીએ બંગાળ સરકારને કેન્દ્ર તરફથી મદદનું આશ્વાસન પણ આપ્યું હતું. 

મમતાએ તે સંકેત પણ આપ્યો કે, તે 2024માં મહાગઠબંધનનું નેતૃત્વ કરી શકે છે. તેમણે કહ્યું કે, તે માત્ર એક જમીન સાથે જોડાયેલા નેતા છે. તે લોકોમાં ઉત્સાહ ભરી શકે છે જેથી ભાજપ વિરુદ્ધ લડી શકે. તેમણે કહ્યું, કોઈ એક બધુ ન કરી શકે. મમતાએ કહ્યું, મને લાગે છે કે અમે બધા મળીને 2024ની લડાઈ લડી શકીએ, પહેલા કોરોના સામે લડવાનું છે. 

આ પણ વાંચોઃ ભારતને મળી શકે છે ચોથી corona vaccine, મંજૂરી માટે વાતચીત કરી રહી છે ફાઇઝર

મમતા બેનર્જીની જીત બાદ પીએમ મોદીએ ટ્વીટ કર્યુ હતુ, 'બંગાળમાં જીત માટે મમતા દીદીને શુભેચ્છા. કેન્દ્ર લોકોની આકાંક્ષાઓ પૂરી કરવા માટે અને કોરોના મહામારી દૂર કરવા માટે બંગાળ સરકારને દરેક સંભવિત સમર્થન આપવાનું જારી રાખશે.'

મહત્વનું છે કે ચૂંટણીમાં જીત બાદ મમતાએ પોતાના પહેલા સંબોધનમાં ભાજપ પર નિશાન સાધતા કહ્યુ હતુ કે પાર્ટીએ ગંદી રાજનીતિ કરી. તે ચૂંટણી હારી ગઈ.

દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More