Home> India
Advertisement
Prev
Next

અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભારતીયોનો દબદબો, આ ગુજ્જુ બન્યા બે વાર સાંસદ

અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભારતીયો પોતાનો દબદબો યથાવત રાખ્યો છે. અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન ઘણા ભારતીય ચૂંટાયા છે. સમોસા કોકસના પાંચમાંથી ચાર સભ્યોએ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ માટે ફરીથી જીત હાંસલ કરી છે.

અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભારતીયોનો દબદબો,  આ ગુજ્જુ બન્યા બે વાર સાંસદ

કર્નલ કુમારદુષ્યંત, અમદાવાદ:  અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભારતીયો પોતાનો દબદબો યથાવત રાખ્યો છે. અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન ઘણા ભારતીય ચૂંટાયા છે. સમોસા કોકસના પાંચમાંથી ચાર સભ્યોએ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ માટે ફરીથી જીત હાંસલ કરી છે. તેમાંથી રાજા કૃષ્ણમૂર્તિ, પ્રમિલા જયપાલ, રોહ ઝન્ના તથા અમી બેરા સામે છે. 

મૂળ ગુજરાતના ધોરાજી તાલુકાના વડોદર ગામના વતની અને છેલ્લા 65 વર્ષથી અમેરિકા રહેતા એમી બાબુભાઈ બેરા કેલિફોર્નિયામાં બજ પેટરસનને હરાવી સાંસદ તરીકે યુએસએ સેનેટમાં બીજી વખત ચૂંટાયા છે. બાબુભાઈ 65 વર્ષ પહેલાં અમેરિકા ગયા હતા. તેઓ ઉચ્ચ અભ્યાસ કર્યો હતો. એમી બેરાનો જન્મ અમેરિકામાં જ થયો હતો. હાલ વાડોદર ગામમાં 35 વીઘા ખેતીની જમીન પણ ઘરાવે છે અને 3 ઓરડાનું મકાન પણ છે. કૌટુંબિક કે ગામના સારા પ્રસંગોમાં હાજરી આપે છે. 

દિલ્હીમાં જન્મેલા ડેમોક્રેડિક પાર્ટીના ઉમેદવાર કૃષ્ણામૂર્તિએ ઇલિનોઇસથી જીત પ્રાપ્ત કરી છે. તેમણે લિબર્ટેરિયન પાર્ટીના ઉમેદવારને 41.8 ટકાથી હરાવ્યા હતા.રાજા કૃષ્ણામૂર્તિને એટલા જોરદાર ઉમેદવાર ગણવામાં આવે છે કે રિપ્બલિકન પાર્ટીએ ઇલિનોઇસમાં તેમના વિરૂદ્ધ કોઇ ઉમેદવાર મેદાનો ઉતાર્યો ન હતો.  તેમના માતા-પિતા તમિલનાડુના છે. વોશિંગટન સ્ટેટથી ચૂંટાયેલા જયપાલે રિપલ્બિકન પાર્ટીના ઉમેદવારને માત આપી છે. 

ચેન્નઇમાં જન્મેલી જયપાલ વર્ષ 2016માં હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ માટે ચૂંટાનાર પ્રથમ ભારતીય-અમેરિકન હતી. પ્રમિલા જયપાલે વોશિંગટન રાજ્યથી રિપ્બ્લિકન પાર્ટીના પ્રતિદ્વંદ્રીને 69.6 ટકાના મોટા અંતરે ધૂળ ચટાડી હતી. 

રોહ ખન્નાએ કેલિફોર્નિયાથી રિપબ્લિકન પાર્ટીના જ એક અન્ય ભારતવંશી રિતેશ ટંડનને હરાવ્યા હતા. રો ખન્નાએ પણ કેલિફોર્નિયા ક્ષેત્રમાં મોટી જીત પ્રાપ્ત કરી છે. તેમણે 74.6 ટકા વોટ પ્રાપ્ત કર્યા અને રિપબ્લિકન રિતેશ ટંડને ભૂંડી હારનો સામનો કરવો પડ્યો. રિતેશ ટંડન ફક્ત 25.4 ટકા વોટ મળી શક્યા હતા. 

કેલિફોર્નિયાથી અમી બેરાએ રિપલ્બકન પાર્ટીના ઉમેદવારને માત આપી હતી. તે અમેરિકાન કોંગ્રેસમાં સૌથી વાર ચૂંટાનાર ભારતીય-અમેરિકન છે. અમી બેરાએ રિપબ્લિકન પ્રતિદ્વંદીને 22.8 ટકાના અંતરથી જીત પ્રાપ્ત કરી હતી. 

અંતાણી ઉપરાંત 38 વર્ષીય જેનિફેર પણ ન્યૂયોર્ક એસેમ્બલી સીટ જીતી છે. તે ન્યૂયોર્ક એસેમ્બલી સીટ જીતનાર પ્રથમ દક્ષિણ એશિયાઇ મહિલા છે. 

જોકે કેલિફોર્નિયાથી એક ભારતીય મૂળના નેતાને હારનો સામનો કરવો પદ્યો હતો જે રિપબ્લિકન પાર્ટી તરફથી ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા. સદન પહોંચવાની દોડમાં સામેલ નિશા શર્મા ડેમોક્રેટ ઉમેદવાર માર્ક ડિસૌલનિયરે 50.6 ટકાથી હરાવ્યા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More