Home> India
Advertisement
Prev
Next

ઉજ્જૈનથી પકડાયો ગેંગસ્ટર વિકાસ દુબે, તેને ડર હતો કે યૂપીમાં થઇ શકે છે તેનું એન્કાઉન્ટર

સમગ્ર મામલો આજે સવારે ગુરૂવારનો છે જ્યારે મહાકલ મંદિરના ગાર્ડે ફોન કરી વિકાસ દુબેના હોવાની સૂચના આપી. ત્યારબાદ ઉજ્જૈન એસપીએ તાત્કાલિક કાર્યવાહી કરતાં ઘટના સ્થળે પહોંચી હિસ્ટ્રીશૂટર વિકાસ દુબેની ધરપકડ કરી લીધી.

ઉજ્જૈનથી પકડાયો ગેંગસ્ટર વિકાસ દુબે, તેને ડર હતો કે યૂપીમાં થઇ શકે છે તેનું એન્કાઉન્ટર

નવી દિલ્હી: કાનપુર હત્યાકાંડ (Kanpur Encounter)ના મુખ્ય આરોપી અને યૂપીના હિસ્ટ્રીશૂટર વિકાસ દુબે (Vikas Dubey)ને આજે ઉજ્જૈનના મહાકાલ મંદિરમાંથી પકડી પાડવામાં આવ્યો છે. જોકે તેની ધરપકડ બાદ પણ તેની આંખોમાં ડર નથી અને તે જોર જોરથી બૂમો પાડીને પોતાની ઓળ્ખ 'હું વિકાસ દુબે છું...કાનપુર વાળો' કહી રહ્યો હતો. ત્યારબા પોલીસે પોતાના હાથ વડે તેનું મોઢું દબાવી દીધું અને તેને જીપમાં બેસાડી દીધો.

સમગ્ર મામલો આજે સવારે ગુરૂવારનો છે જ્યારે મહાકલ મંદિરના ગાર્ડે ફોન કરી વિકાસ દુબેના હોવાની સૂચના આપી. ત્યારબાદ ઉજ્જૈન એસપીએ તાત્કાલિક કાર્યવાહી કરતાં ઘટના સ્થળે પહોંચી હિસ્ટ્રીશૂટર વિકાસ દુબેની ધરપકડ કરી લીધી. લગભગ 4 થી 5 પોલીસકર્મીઓએ વિકાસ દુબેને મંદિરમાંથી પકડીને બહાર કાઢ્યો અને જીપ સુધી લઇ આવ્યા. અહીં પોલીસે હથિયાર હોવાની આશંકાથી તેની તલાશી લીધી પરંતુ કશું મળ્યું નહી. 

આ દરમિયાન ભીડ એકઠી થવા લાગી તો વિકાસ દુબે જેને જોઇને વિકાસ દુબે બૂમો પાડવાનું શરૂ કરી દીધું. તે બૂમો પાડીને લોકોને પોતાની ઓળખ બતાવતો હતો. પરંતુ ત્યારે એકપણ પોલીસકર્મીએ તેની ગરદન પાછળ મારતાં ચૂપ કરવી દીધો અને જીપમાં બેસાડીને ત્યાંથી તેને પોલીસ સ્ટેશન લઇ ગયા. પોલીસ સ્ટેશન બાદ પોલીસે તેને જીપમાંથી ઉતાર્યો અને તેની ગરદન પકડી પોલેસ સ્ટેશનની અંદર લઇ ગયા. જ્યાં આગળની કાર્યવાહી કરવામાં આવશે.

તમને જણાવી દઇએ કે રાત્રે જ વિકાસ દુબે નોઇડામાં હોવાની સૂચના મળી હતી. જેના કારણે નોઇડા અને દિલ્હી બોર્ડર પર પોલીસે નાકાબંધી કરી દીધી હતી. પોલીસ દરેક વ્યક્તિના માસ્ક હટાવીને તપાસ કરી હતી. પરંતુ સવારે ઉજ્જૈનથી વિકાસ દુબેની ધરપકડના સમાચારથી બધા અચંબિત થઇ ગયા હતા. જાણકારોનું કહેવું છે કે વિકાસ દુબેને ડર હતો કે યૂપીમાં તેનું એન્કાઉન્ટર થઇ શકે છે. એટલા માટે મધ્યપ્રદેશના ઉજૈનમાં સ્થિત એક ધાર્મિક સ્થળમાં જઇને સરેન્ડર કરી દીધું. કદાચ દુબેને વિશ્વાસ હતો કે પોલીસ મંદિરમાં તેને ગોળી મારશે નહી. પરંતુ તેમછતાં એક બદમાશને પકડી લેવામાં આવ્યો. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More