Home> India
Advertisement
Prev
Next

થરાલીમાં પરાજય બાદ કોંગ્રેસમા તિરાડ: રાવતે પ્રદેશ અધ્યક્ષની ઝાટકણી કાઢી

થરાલીમાં પરાજય મુદ્દે પુર્વ મુખ્યમંત્રી હરીશ રાવતે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ પ્રીતમ સિંહ પર શાબ્દિક વ્યંગ કર્યો હતો, તેમણે કહ્યું મારી વિરુદ્ધ ખોટી નિવેદનબાજી

થરાલીમાં પરાજય બાદ કોંગ્રેસમા તિરાડ: રાવતે પ્રદેશ અધ્યક્ષની ઝાટકણી કાઢી

દેહરાદૂન : થરાલી વિધાનસભા પેટા ચૂંટણી મુદ્દે કોંગ્રેસની અંદર ભારે વિવાદ ચાલી રહ્યો છે. થરાલીમાં હારના મુદ્દે પુર્વ મુખ્યમંત્રી હરીશ રાવતે કહ્યું કે, થરાલીમાં અમે ચૂંટણી ભલે હારી ગયા હોઇએ પરંતુ ઘાટ ક્ષેત્રમાં અમને અપેક્ષિત મત્ત નથી મળ્યા. જો કે તેનાં માટે તેમણે પ્રદેશ અધ્યક્ષ પ્રીતમ સિંહને જવાબદાર ઠેરવ્યા હતા. તેમણે કહ્યું કે, મે ઘાટના ગ્રામીણ વિસ્તારોમાં જન સંપર્ક નહોતો કર્યો, જેનાં કારણે અમારા વોટ ત્યાંથી કપાયા.

સામાજિક કાર્યક્રમોમાં હાજર રહે કોંગ્રેસી નેતાઓ : રાવત
હરીશ રાવતે નામ લીધા વગર જ પોતાની જ પાર્ટીનાં કેટલાક નેતાઓ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, પાર્ટીનાં કેટલાક નેતાઓ પાર્ટીની વિરુદ્ધ કામ કરી રહ્યા છે. તેનાં કારણે પાર્ટીને મુશ્કેલી ઉઠાવવી પડી રહી છે. રાવતે કહ્યું કે, મારા સામાજિક અને સાંસ્કૃતીક કાર્યક્રમો મુદ્દે પાર્ટીની અંદર અવાજો ઉઠવા લાગ્યા છે. પોતાના જ લોકો મીડિયામાં જઇને મારા વિશે ખોટી નિવેદન બાજી કરી રહ્યા છે. જેનાં કારણે અમારી સ્થિતી નબળી પડી છે. સાથે જે તેમણે પાર્ટીનાં તમામ નેતાઓને અપીલ કરી કે તેઓ સામાજિક કાર્યક્રમોમાં ભાગ લે જેથી પાર્ટીની છબી સુધશે. 

ભાજપની મુન્ની દેવીએ કોંગ્રેસનાં જીતરામ ટમ્ટાને હરાવ્યા
કોંગ્રેસનાં ઘણા નેતાઓ થરાલીમાં પરાજયનું કારણ હરીશ રાવતના માથે ફોડી રહ્યા છે. પોતાની વિરુદ્ધ અને પોતાના દ્વારા મીડિયામાં સતત ચાલી રહેલી નિવેદનબાજી અંગે તેમણે કહ્યું કે, જો ઘાટ બ્લોકમાં મારી રેલીથી પરાજય થયો છે તે તે સવાલ પણ પ્રદેશ અધ્યક્ષને પુછવામાં આવે. થરાલી વિધઆનસભા પેટાચૂંટણીમાં ભાજપ ઉમેદવાર મુન્ની દેવીએ કોંગ્રેસ ઉમેદવાર જીતરામ ટમ્ટાને હરાવ્યા. આ સીટ પર પહેલા પણ ભાજપનો જ કબ્જો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More