Home> India
Advertisement
Prev
Next

કયો રંગ જોતાની સાથે જ ભડકે છે કૂતરું? પોતાના માલિકને પણ નથી કરતું માફ

General Knowledge: આજે  અમે તમને અહીં કેટલાક જનરલ નોલેજ સંલગ્ન એવા સવાલો અને જવાબો વિશે જણાવીશું જે તમને સ્પર્ધા કે ઈન્ટરવ્યુંમાં પૂછાઈ શકે છે. જ્યારે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોવ તો સૌથી પહેલા તમે એ ચેક કરો છો કે પરીક્ષામાં શું શું આવી શકે છે. કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે સામાન્ય જ્ઞાન કોમન હોય છે.

કયો રંગ જોતાની સાથે જ ભડકે છે કૂતરું? પોતાના માલિકને પણ નથી કરતું માફ

General Knowledge: કયા રંગને જોઈને કૂતરું ગુસ્સે ભરાય છે? શું તમને ખબર છે...જાણો આવા જ રસપ્રદ સવાલોના જવાબો આ આર્ટિકલમાં. જ્યારે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોવ તો સૌથી પહેલા તમે એ ચેક કરો છો કે પરીક્ષામાં શું શું આવી શકે છે. કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે સામાન્ય જ્ઞાન કોમન હોય છે. કોઈને કોઈ પ્રકારના સામાન્ય જ્ઞાનના પ્રશ્નો પૂછાતા રહે છે. આજે  અમે તમને અહીં કેટલાક જનરલ નોલેજ સંલગ્ન એવા સવાલો અને જવાબો વિશે જણાવીશું જે તમને સ્પર્ધા કે ઈન્ટરવ્યુંમાં પૂછાઈ શકે છે. 

સવાલ 1 : પાણીપૂરી બનાવવાની શરૂઆત કયા દેશમાં થઈ?
જવાબ: પાણીપૂરી બનાવવાની શરૂઆત ભારતમાં થઈ હતી. 

સવાલ 2: કયા છોડને ઘરમાં રાખવાથી સાપ આવતો નથી?
જવાબ: સર્પગંધીનો છોડ ઘરમાં રાખવાથી સાપ આવતો નથી. 

સવાલ 3: સોનાનું મંદિર ભારતના કયા શહેરમાં આવેલું છે?
જવાબ: સુવર્ણ મંદિર ભારતના અમૃતસર શહેરમાં આવેલું છે. 

સવાલ 4: પુષ્કર મેળો ભારતના કયા રાજ્યમાં લાગે છે?
જવાબ: પુષ્કર મેળો ભારતના રાજસ્થાનમાં લાગે છે. 

સવાલ 5: કૂતરો કયો રંગ જોઈને ગુસ્સે થઈ જાય છે?
જવાબ: કૂતરો કાળો રંગ જોઈને ગુસ્સે થાય છે. એ રંગથી કૂતરાને ડર લાગે છે. એક નેગેટિવ ઈફેક્ટ આવે છે. આ સાથે જ કાબરચિતરા રંગના કપડા કે ખાખી રંગના કપડા જોઈને પણ કૂતરાને ભયનો અહેસાસ થાય છે. પછી ભલે તેનો માલિક જ કેમ ના હોય તો તેને પણ કૂતરું આવા રંગમાં જોઈને માફ નથી કરતુ. પાલતૂ કૂતરું પોતાના માલિક પર પણ ભસવાનું શરૂ કરી દે છે. 

સવાલ 6 : કયા પાકના વાવેતર માટે બીજની જરૂર પડતી નથી?
જવાબ: શેરડીના વાવેતર માટે બીજની જરૂર પડતી નથી. આ એવો પાક છેકે, જેમાં તેની ડાંડકી જ ખેતરમાં લગાવી દેવાથી ફરી પાક પેદા થવા લાગે છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે શેરડીની ખેતી થાય છે. જેમાંથી ખાંડ બનાવવા ત્યાં ઘણી ફેક્ટરીઓ પણ ચાલે છે. 

સવાલ 7: કયા ઝાડના પાંદડાથી બીડી બનાવવામાં આવે છે?
જવાબ: બીડી બનાવવા માટે ટીમરુંના પાનનો ઉપયોગ થાય છે. 

સવાલ 8:  બેટી બચાઓ બેટી પઢાઓ યોજના કયાંથી શરૂ થઈ હતી?
જવાબ: બેટી બચાઓ બેટી પઢાઓ યોજના હરિયાણાથી શરૂ થઈ હતી. 

સવાલ 9: પક્ષીઓના રાજા કોને કહે છે?
જવાબ: પક્ષીઓના રાજા બાજને કહેવામાં આવે છે. 

(Disclaimer:  અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More