Home> India
Advertisement
Prev
Next

હૈદરાબાદ: ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, 11 મજૂરો જીવતા ભૂંજાયા

તેલંગણાના હૈદરાબાદના ભોઈગુડા વિસ્તારમાં બુધવારે વહેલી સવારે એક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી ગઈ. ત્યારબાદ ગોડાઉનમાં અનેક લોકો ફસાઈ ગયા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 11 લોકોના જીવતા ભૂંજાઈ જવાથી મોત નિપજ્યા છે.

હૈદરાબાદ: ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, 11 મજૂરો જીવતા ભૂંજાયા

હૈદરાબાદ: તેલંગણાના હૈદરાબાદના ભોઈગુડા વિસ્તારમાં બુધવારે વહેલી સવારે એક લોખંડ અને પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી ગઈ. ત્યારબાદ ગોડાઉનમાં અનેક લોકો ફસાઈ ગયા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 11 લોકોના જીવતા ભૂંજાઈ જવાથી મોત નિપજ્યા છે. જેમના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. અકસ્માતની સૂચના મળતા જ ઘટનાસ્થળે ફાયરની લગભગ 8 ગાડીઓ આગ બૂઝાવવા માટે પહોંચી ગઈ અને ભારે જદ્દોજહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો. એવું કહેવાય છે કે મૃતક મજૂરો બિહારના હતા. 

ગોડાઉનમાં સૂઈ રહ્યા હતા મજૂરો
પોલીસ અધિકારી મોહમ્મદ મુસ્તફાના જણાવ્યાં મુજબ આગ ભંગારના ગોડાઉનમાં લાગી હતી. જેમાં થોડો લાકડાનો પણ સામાન છે. તમામ મૃતકો ગોડાઉનમાં સૂઈ રહ્યા હતા અને અહીં કામ કરતા હતા. તેમણે જણાવ્યું કે આગ લાગવાના કારણની જાણકારી મળી નથી. ભંગારના ગોડાઉનમાં આગ લાગવાથી લગભગ 11 મજૂરોના મોત થયા હોવાની માહિતી છે. ઘાયલોને નજીકની  હોસ્પિટલ લઈ જવાયા છે. 

એક મજૂરનો જીવ બચ્યો
ગાંધીનગરના એસએચઓ મોહન રાવે જણાવ્યું કે હૈદરાબાદના ભોઈગુડામાં એક કબાડની દુકાનમાં આગ લાગવાથી 11 લોકોના મોત થયા. અકસ્માત સમયે હાજર 12 લોકોમાંથી એક વ્યક્તિને બચાવી લેવાયો છે. જે હાલ સારવાર હેઠળ છે. તેમણે જણાવ્યું કે સૂચના મળતા જ આગ બૂઝાવવા માટે ડીઆરએફની  ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવી શકાયો. આગ લાગવાનું કારણ શોટ સર્કિટ હોઈ શકે છે. મામલાની તપાસ થઈ રહી છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More