Home> India
Advertisement
Prev
Next

Video: ધરપકડ બાદ ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યા મંત્રીજી, ED સામે કર્યો આવો 'ડ્રામા'

Senthil Balaji Video: દ્રવિડ મુન્નેત્ર કડગમ (DMK) નેતા અને તમિલનાડુના વીજળી મંત્રી વી સેન્થિલ બાલાજીને ઈડીએ બુધવારે કસ્ટડીમાં લીધા ત્યારબાદ જબરદસ્ત ડ્રામા જોવા મળ્યો. કસ્ટડીમાં લીધા બાદ સેન્થિલ બાલાજી પોક મૂકીને રડવા લાગ્યા હતા. ત્યારબાદ તેમણે છાતીમાં ખુબ દુખાવો થયાની ફરિયાદ કરી.

Video: ધરપકડ બાદ ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યા મંત્રીજી, ED સામે કર્યો આવો 'ડ્રામા'

Senthil Balaji Video: દ્રવિડ મુન્નેત્ર કડગમ (DMK) નેતા અને તમિલનાડુના વીજળી મંત્રી વી સેન્થિલ બાલાજીને ઈડીએ બુધવારે કસ્ટડીમાં લીધા ત્યારબાદ જબરદસ્ત ડ્રામા જોવા મળ્યો. કસ્ટડીમાં લીધા બાદ સેન્થિલ બાલાજી પોક મૂકીને રડવા લાગ્યા હતા. ત્યારબાદ તેમણે છાતીમાં ખુબ દુખાવો થયાની ફરિયાદ કરી. તબિયત બગડ્યા પછી તેમને ઓમંદુરારની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. અત્રે જણાવવાનું કે સેન્થિલ બાલાજી એક શક્તિશાળી ડીએમકે નેતા છે અને તેમની પાસે સ્ટાલિન કેબિનેટમાં ઈલેક્ટ્રિસીટી, પ્રોહિબિશન અને એક્સાઈસ ખાતા છે. 

કેમેરામાં કેદ થઈ આ ઘટના
તમિલનાડુના ઉર્જા મંત્રી અને ડીએમકે નેતા વી સેન્થિલ બાલાજીનો આ 'ડ્રામા' કેમેરામાં કેદ થઈ ગયો. સેન્થિલ બાલાજીને હોસ્પિટલમાં લઈ જવાયા બાદ હોસ્પિટલની બહાર પણ ભારે ડ્રામા જોવા મળ્યો અને તેમના સમર્થકોએ ખુબ પ્રદર્શન કર્યું. તબિયત બગડ્યા બાદ સેન્થિલ બાલાજીને સારવાર માટે ચેન્નાઈના ઓમંદુરાર સ્થિત સરકારી હોસ્પિટલમાં ખસેડાયા અને સારવાર હેઠળ છે. અહીં તમિલનાડુના સ્વાસ્થ્ય મંત્રી એમ સુબ્રમણ્યમ અને ખેલ મંત્રી ઉદયનિધિ સ્ટાલિને મુલાકાત કરી. ત્યારબાદ મીડિયા સાથે વાતચીતમાં ઉધયનિધિ સ્ટાલિને કહ્યું કે સેન્થિલ બાલાજીની તબિયત ઠીક છે અને હાલ સારવાર હેઠળ છે. 

ઈડીએ તમિલનાડુના ઉર્જામંત્રી સેન્થિલ બાલાજીના અધિકૃત નિવાસ સ્થાન પર મંગળવારે રેડ મારી હતી અને હજુ સુધી આ રેડની કાર્યવાહી ચાલુ છે. ત્યરાબાદ ઈડી અધિકારી મંઘલવાર સવારે સચિવાલય સ્થિત સેન્થિલની ઓફિસે પહોંચ્યા છે. જ્યાં ફક્ત 3 કર્મચારી હાજર હતા. સચિવાલયના સૂત્રોએ જણાવ્યું કે ઈડીની ટીમ કાર્યાલયમાં કેટલાક દસ્તાવેજોની તપાસ કરી. ચેન્નાઈમાં આવેલા સેન્થિલના ઘર ઉપરાંત તેમના પૈતૃક નિવાસસ્થાન કરૂરમાં પણ ઈડીએ દરોડો પાડ્યો છે. 

અત્રે જણાવવાનું કે મે મહિનામાં આવકવેરા વિભાગે કેટલાક કોન્ટ્રાક્ટરો સહિત સેન્થિલ બાલાજી અને તેમના સહયોગીઓના ઘરો પર રેડ મારી હતી. તે સમયે આઈટી અધિકારીઓ સાથે હાથાપાઈ થઈ હતી અને તેમના પર શારીરિક હુમલો કરાયો હતો. જેના કારણે તેમના ભાઈ અશોક સાથે જોડાયેલા કેટલાક લોકોની ધરપકડ થઈ હતી. 

ડીએમકેએ લગાવ્યો આરોપ
ડીએમકેએ સેન્થિલ બાલાજીના ઘર અને ઓફિસ પર દરોડા બાદ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે અને વિપક્ષી નેતાઓ જોડે બદલો લેવા માટે આઈટી વિભાગ જેવી એજન્સીઓનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. ડીએમકેના આયોજન સચિવ આર એસ ભારતીએ કહ્યું કે કેન્દ્ર સરકાર ડીએમકે નેતાઓ વિરુદ્ધ કામ કરી રહી છે. કારણ કે તે રાજ્યમાં ડીએમકે અને તેમના નેતાઓની લોકપ્રિયતા પચાવી શકતી નથી. બીજી બાજુ તમિલનાડુના ખેલમંત્રી ઉધયનિધિ સ્ટાલિને કહ્યું કે અમે આ મામલે કાનૂની મદદ લઈશું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More