Home> India
Advertisement
Prev
Next

Election Result: કરૂણાનિધિ અને જયલલિતા બાદ તમિલનાડુમાં હવે સ્ટાલિન યુગની શરૂઆત

પ્રથમવાર રાજ્યની રાજનીતિના બે મોટા દિગ્ગજ જયલલિતા અને એમ. કરૂણાનિધિ વગર લડાયેલી ચૂંટણીમાં સત્તાધારી એઆઈડીએમકેએ હારનો સામનો કરવો પડ્યો છે. સ્ટાલિનના નેતૃત્વમાં ડીએમકેને 154 સીટ મળી રહી છે, જ્યારે એઆઈએડીએમકેના ખાતામાં માત્ર 77 સીટ આવી રહી છે. 
 

Election Result: કરૂણાનિધિ અને જયલલિતા બાદ તમિલનાડુમાં હવે સ્ટાલિન યુગની શરૂઆત

ચેન્નઈઃ તમિલનાડુમાં હવે સ્ટાલિન યુગ (Stalin era) ની શરૂઆત થઈ ચુકી છે. રાજ્યમાં દ્રવિડ રાજનીતિના સૌથી મોટા હીરો તરીકે એમ.કે સ્ટાલિનની આગેવાનીમાં ડીએએમકે ગઠબંધન તમિલનાડુમાં આગામી સરકાર બનાવવા જઈ રહ્યું છે. જ્યારે પ્રથમવાર રાજ્યની રાજનીતિના બે મોટા દિગ્ગજ જયલલિતા અને એમ. કરૂણાનિધિ વગર લડાયેલી ચૂંટણીમાં સત્તાધારી એઆઈડીએમકેએ હારનો સામનો કરવો પડ્યો છે. સ્ટાલિનના નેતૃત્વમાં ડીએમકેને 154 સીટ મળી રહી છે, જ્યારે એઆઈએડીએમકેના ખાતામાં માત્ર 77 સીટ આવી રહી છે. 

સ્ટાલિન યુગની શરૂઆત
એટલે હવે રાજ્યમાં સ્ટાલિન યુગની શરૂઆત થઈ ચુકી છે. તમિલનાડુમાં દ્રવિડ મુન્નેત્ર કાષગમ (ડીએમકે) ના આ શાનદાર પ્રદર્શન બાદ સ્ટાલિન રાજ્યમાં એક પોપ્યુલર નેતાના રૂપમાં લોકોની વચ્ચે પોતાની જગ્યા બનાવી શકે છે. પરંતુ આ વખતે ચૂંટણીમાં સ્ટાલિન સિવાય અન્ય ઘણા મુખ્યમંત્રી દાવેદાર તરીકે ઉતર્યા હતા, જેમાં એઆઈએડીએમકેના ઈ. પલાનીસ્વામી, એએમએમકેના ટીવીવી દિનાકરન અને એમએનએમના કમલ હસન હતા. 

આ પણ વાંચોઃ કેરલમાં લેફ્ટે રચી દીધો ઈતિહાસ, 40 વર્ષની પરંપરા તોડી બીજીવાર સરકાર બનાવશે વિજયન

જીત બાદ સ્ટાલિને માન્યો જનતાનો આભાર
પ્રથમવાર તમિલનાડુના મુખ્યમંત્રી બનવા જઈ રહેલા દ્રમુક અધ્યક્ષ એમ કે સ્ટાલિને રવિવારે રાજ્યના લોકોનો તેમની પાર્ટીને જીત અપાવવા માટે આભાર માન્યો અને આશ્વાસન આપ્યુ કે, તે તેમના માટે ઈમાનદારીથી કામ કરશે. સ્ટાલિને પોતાની પાર્ટીને છઠ્ઠીવાર રાજ્યનું શાસન સોંપવા માટે લોકોનો દિલથી આભાર માન્યો હતો. 

ડીએમકે પાંચ વખત સંભાળી ચુકી છે રાજ્યનું શાસન
ભૂતકાળમાં ડીએમકે વર્ષ 2006-11, 1996-2001, 1989-91, 1971-76  અને 1967-71 દરમિયાન રાજ્યનું શાસન કરી ચુકી છે. સ્ટાલિને એક નિવેદનમાં કહ્યુ કે, લોકોએ તે અનુભવ  કરી પોતાનું ભારે જનસમર્થન આપ્યુ છે કે જો દ્રમુક સત્તામાં આવે છે તો તેમનું કલ્યાણ સુરક્ષિત રહેશે. 

દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More