Home> India
Advertisement
Prev
Next

અમ્ફાનની અસરનું નિરક્ષણ કરવા પ.બંગાળ અને ઓડિશાના પ્રવાસે જશે પીએમ મોદી, 57 દિવસ બાદ દિલ્હીથી બહાર નિકળશે

દેશવ્યાપી લૉકડાઉન લાગૂ થયા બાદ પ્રથમવાર દિલ્હીથી બહાર જઈ રહ્યા છે. પ્રધાનમંત્રી પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ચક્રવાતી તોફાન અમ્ફાનની અસરનું હવાઈ સર્વેક્ષણ કરશે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરૂવારે પત્રકાર પરિષદ યોજી રાજ્યના પ્રભાવિત વિસ્તારમાં થયેલા નુકસાનની જાણકારી આપી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેનું નિરીક્ષણ કરવા પ્રવાસ પર આવવાની અપીલ કરી હતી.
 

 અમ્ફાનની અસરનું નિરક્ષણ કરવા પ.બંગાળ અને ઓડિશાના પ્રવાસે જશે પીએમ મોદી, 57 દિવસ બાદ દિલ્હીથી બહાર નિકળશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોરોનના સંકટને રોકવા માટે દેશવ્યાપી લૉકડાઉન લાગૂ થયા બાદ પ્રથમવાર દિલ્હીથી બહાર જઈ રહ્યા છે. પ્રધાનમંત્રી પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ચક્રવાતી તોફાન અમ્ફાનની અસરનું હવાઈ સર્વેક્ષણ કરશે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરૂવારે પત્રકાર પરિષદ યોજી રાજ્યના પ્રભાવિત વિસ્તારમાં થયેલા નુકસાનની જાણકારી આપી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેનું નિરીક્ષણ કરવા પ્રવાસ પર આવવાની અપીલ કરી હતી. પ્રધાનમંત્રીએ તેમની અપીલ પર આગામી દિવસે પ્રવાસની યોજના બનાવી લીધી છે.

મહત્વનું છે કે દેશવ્યાપી લૉકડાઉનના 57 દિવસ થઈ ચુક્યા છે. આ વચ્ચે પ્રધાનમંત્રી દિલ્હીમાં રહ્યા છે. આ 57 દિવસમાં તેમણે વીડિયો કોન્ફરન્સ દ્વારા દેશની અંદર અને આંતરરાષ્ટ્રીય બેઠકોમાં ભાગ લીધો છે. આવો જાણીએ પ્રધાનમંત્રીએ 57 દિવસ સુધી સતત દિલ્હીમાં રહેતા ક્યા-ક્યા કાર્યક્રમોમાં ભાગ લીધો છે. 

મુખ્યમંત્રીઓ સાથે પાંચ બેઠક
પ્રધાનમંત્રીએ લૉકડાઉનની જાહેરાત પહેલા 20 માર્ચે દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક કરી હતી. ત્યારબાદ 22 માર્ચે જનતા કર્ફ્યૂ અને પછી 25 માર્ચથી દેશવ્યાપી લૉકડાઉનની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રીએ મુખ્યમંત્રીઓ સાથે કુલ પાંચ બેઠક કરી છે. પ્રથમ બેઠક 20 માર્ચે, બીજી 2 એપ્રિલે, ત્રીજી 11 એપ્રિલે, ચોથી 27 એપ્રિલે અને પાંચમી 11 મેએ તેમણે મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી હતી. 

રેલવેનો નિર્ણય- સ્ટેશન કાઉન્ટર પર શુક્રવારથી બુકિંગ કરાવી શકશો રિઝર્વેશન ટિકિટ  

રાષ્ટ્રના નામે સંબોધન
પ્રધાનમંત્રી કોરોના સંકટ દરમિયાન ત્રણવાર રાષ્ટ્રને સંબોધિત કરી ચુક્યા છે. તેમણે 24 માર્ચ, 14 એપ્રિલ અને પછી 12 મેએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યુ હતુ. 24 માર્ચે તેમણે પ્રથમવાર લૉકડાઉનની જાહેરાત કરી કરી અને પછી 14 એપ્રિલે તેને વધારીને 3 મે કર્યુ હતું. 12 મેએ છેલ્લે રાષ્ટ્રજોગ સંબોધનમાં આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. તો તેમણે લૉકડાઉન પહેલા પણ 20 માર્ચે રાષ્ટ્રજોગ સંબોધન કરી 22 માર્ચે લોકોને જનતા કર્ફ્યૂની અપીલ કરી હતી. 

પત્રકારો સાથે વાતચીત
23 માર્ચે કોરોના વાયરસના વધતા મામલા વચ્ચે પીએમ મોદીએ પત્રકારો સાથે વીડિયો કોન્ફરન્સથી વાત કરી હતી. જેમાં વિવિધ મીડિયા સમૂહોના એડિટરો અને પ્રમુખો જોડાયા હતા. 

પાર્ટી કાર્યકર્તાઓ સાથે વાતચીત
પીએમે 25 માર્ચે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીના પાર્ટી કાર્યકર્તાઓ સાથે વીડિયો કોન્ફરન્સથી વાત કરી હતી. તેમણે પાર્ટી કાર્યકર્તાઓને કોરોના સંકટમાં લોકોને મદદ કરવાનું કહ્યું હતું. 

પ્રવાસી મજૂરોને ફ્રીમાં અનાજની સાથે-સાથે કેશની પણ જરૂરઃ રઘુરામ રાજન

સરપંચો સાથે વાત
પંચાયતી રાજ દિવસના અવસર પર 24 એપ્રિલે પીએમ મોદીએ દેશના સરપંચો સાથે વાત કરી હતી. લૉકડાઉનની સ્થિતિઓ વચ્ચે સંવાદમાં પીએમે તમામ ગામમાં કોરોનાને રોકવા માટે થઈ રહેલી વ્યવસ્થા પર ફીડબેક લીધો હતો. આ સિવાય તેમણે સરપંચો તરફથી ગામમાં સોશિયલ ડિસ્ટેન્સિંગ અને કોરોનાના બચાવ માટે પ્રયાસોની પ્રશંસા કરી હતી. 

મનકી બાત કાર્યક્રમ
પ્રધાનમંત્રીએ લૉકડાઉનમાં એકવાર પોતાના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ મનકી બાત દ્વારા દેશવાસિઓ સાથે વાત કરી હતી. 26 એપ્રિલે આ કાર્યક્રમનું પ્રસારણ થયું હતું. 

સાર્ક દેશો સાથે બેઠક
પ્રધાનમંત્રીએ કોરોના સંકટમાં પાડોસી દેશો પ્રત્યે ભારતની જવાબદારીને સમજતા 15 માર્ચે સાર્ક દેશોના નેતાઓ સાથે વાત કરી હતી. જેમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ, ભૂટાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના પ્રતિનિધિઓ સામેલ થયા હતા. 

પીએમ મોદીએ સ્વીકારી સીએમ મમતા બેનર્જીની અપીલ, તોફાન પ્રભાવિત બંગાળનો કરશે પ્રવાસ  

ગુટનિરપેક્ષ આંદોલનની બેઠક
પીએમ મોદીએ 4 મેએ કોવિડ 19 મહામારી સંકટ પર ચર્ચા માટે એનઆઈસી વીડિયો કોન્ફરન્સ દ્વારા ગુટનિરપેક્ષ આંદોલન સંપર્ક સમૂહના ઓનલાઇન શિખર સંમેનલમાં ભાગ લીધો હતો. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More