Home> India
Advertisement
Prev
Next

150 દેશોમાં તબલિગી જમાત સક્રિય, પણ આ બે ધરખમ મુસ્લિમ દેશોમાં તેના પર પ્રતિબંધ, જાણો કેમ

તબલિગી જમાત સાથે જોડાયેલા લોકો દુનિયાભરમાં ફેલાયેલા છે અને કોરોના સંક્રમણના કારણે એકવાર ફરીથી વિવાદમાં છે. દિલ્હીના નિઝામુદ્દીનમાં આવેલા તબલિગી જમાતના મરકઝથી દુનિયાના 150થી વધુ દેશોમાં જમાતો ઈસ્લામના પ્રચાર પ્રસાર માટે જાય છે. એટલું જ નહીં દુનિયાના તમામ દેશોમાથી તબલિગી જમાતના લોકો  ભારતમાં પણ આવે છે. સાઉદી અરબ કે જ્યાંથી ઈસ્લામની શરૂઆત થઈ ત્યાં પણ તબલિગી જમાત સંપૂર્ણ રીતે પ્રતિબંધિત છે. આ ઉપરાંત ઈરાનમાં પણ તેને ઈસ્લામના પ્રચાર પ્રસારની મંજૂરી નથી. 

150 દેશોમાં તબલિગી જમાત સક્રિય, પણ આ બે ધરખમ મુસ્લિમ દેશોમાં તેના પર પ્રતિબંધ, જાણો કેમ
Updated: Apr 02, 2020, 04:00 PM IST

નવી દિલ્હી: તબલિગી જમાત સાથે જોડાયેલા લોકો દુનિયાભરમાં ફેલાયેલા છે અને કોરોના સંક્રમણના કારણે એકવાર ફરીથી વિવાદમાં છે. દિલ્હીના નિઝામુદ્દીનમાં આવેલા તબલિગી જમાતના મરકઝથી દુનિયાના 150થી વધુ દેશોમાં જમાતો ઈસ્લામના પ્રચાર પ્રસાર માટે જાય છે. એટલું જ નહીં દુનિયાના તમામ દેશોમાથી તબલિગી જમાતના લોકો  ભારતમાં પણ આવે છે. સાઉદી અરબ કે જ્યાંથી ઈસ્લામની શરૂઆત થઈ ત્યાં પણ તબલિગી જમાત સંપૂર્ણ રીતે પ્રતિબંધિત છે. આ ઉપરાંત ઈરાનમાં પણ તેને ઈસ્લામના પ્રચાર પ્રસારની મંજૂરી નથી. 

Coronavirus: ચોંકાવનારો ખુલાસો, તબલિગી જમાતના લોકો શાહીન બાગ પ્રદર્શનમાં પણ પહોંચ્યા હતાં

અત્રે જણાવવાનું કે મૌલાના ઈલિયાસ કાંધલવીએ 1927માં તબલિગી જમાતની રચના કરી હતી. તે દેવબંદી વિચારધારાથી પ્રેરિત અને મુસલમાનોમાં હનફી સંપ્રદાયને માનનારા છે. ઈલિયાસ કાંધલવી પહેલી જમાત દિલ્હીની બાજુમાં આવેલા હરિયાણાના મેવાતના મુસ્લિમ સમુદાયના લોકોને ઈસ્લામનું ધાર્મિક શિક્ષણ આપવા માટે લઈ ગયા હતાં. ત્યારબાદથી તબલિગી જમાતનું કામ દુનિયાના તમામ દેશોમાં વિસ્તરી રહ્યું છે. પરંતુ સાઉદી અરબ અને ઈરાનમાં તબલિગી જમાત પોતાની જગ્યા જમાવી શક્યું નથી. 

સાઉદી અરબમાં સલફી મસલક (સંપ્રદાય)ને માનનારા લોકો વધુ છે. ત્યાંની મસ્જિદોના ઈમામ પણ મોટાભાગે સલફી મસલકના છે. તબલિગી જમાતના લોકો હનફી મસલકના છે. આવામાં ઈસ્લામની અંદર ધાર્મિક અને વૈચારિક મતભેદના કારણે એક પ્રકારે સાઉદી અરબમાં તબલિગી જમાત પર પ્રતિબંધ છે કારણ કે સલફી મસલકમાં ઈસ્લામના પ્રચાર પ્રસારની આ પ્રકારની કોઈ પદ્ધતિ નથી. 

મુંબઈ પર મોટું જોખમ, અત્યંત ગીચ વસ્તીવાળા ધારાવીમાં પહોંચી ગયો જીવલેણ કોરોના વાયરસ

આ ઉપરાંત સાઉદી અરબમાં મસ્જિદોની તમામ જવાબદારીઓ સરકાર પાસે છે. ત્યાં મસ્જિદોમાં કોઈને રોકાવવાની મંજૂરી નથી કે કોઈ પ્રકારની ધાર્મિક ભીડ ભેગી કરવાની પરવાનગી નથી. જ્યારે તબલિગી જમાતના લોકો મસ્જિદોમાં જઈને રોકાય છે અને લોકોની વચ્ચે પ્રચાર પ્રસાર કરે છે. જેના કરાણે સાઉદી અરબની હૂકૂમતે તબલિગી જમાતને પોતાના દેશમાં બેન કરી રાખ્યો છે. આ ઉપરાંત સાઉદી અરબનો એક તર્ક એ પણ છે કે અહીંથી જ ઈસ્લામ સમગ્ર દુનિયામાં ફેલાયો છે આવામાં કોઈ અમને ઈસ્લામ વિશે શું જણાવશે.

સાઉદી અરબે તબલિગી જમાત ઉપરાંત ઉપરાંત પણ અન્ય મુસ્લિમ સમુદાયોની રીતભાતને બેન કરી રાખ્યા છે. સાર્વજનિક રીતે ન તો કોઈને પણ પોતાના ધાર્મિક કાર્ય કરવાની મંજૂરી છે કે ન તો કોઈ પણ પ્રકારનો ફાળો ભેગો કરવાની મંજૂરી કોઈને છે. એક ખાનગી ચેનલના અહેવાલ મુજબ હાલમાં જ સાઉદી અરબે તબલિગી જમાતને પ્રતિબંધિત કરવા માટે કાયદેસર લેટર પણ જાહેર કર્યો. 

જુઓ LIVE TV

સાઉદી અરબની જેમ જ ઈરાનમાં પણ તબલિગી જમાતની એન્ટ્રી નથી. સાઉદી અરબમાં જ્યાં સલફી સંપ્રદાય બહોળા પ્રમાણમાં છે ત્યાં ઈરાનમાં શિયા સંપ્રદાય વધુ છે અને સત્તા પર તેઓ છે. તબલિગી જમાત અને શિયા સંપ્રદાય વચ્ચે ઘણા વૈચારિક મતભેદ છે. શિયા સંપ્રદાયના ધાર્મિક રિતરિવાજોને તબલિગી જમાત ઈસ્લામ વિરુદ્ધ ગણાવે છે. આવામાં તબલિગી જમાતના કામકાજને પણ શિયા સમુદાયના લોકો યોગ્ય માનતા નથી. જેના કારણે ઈરાનમાં તબલિગી જમાતની એ્ન્ટ્રી પર પ્રતિબંધ છે. એટલું જ નહીં ઈરાનમાં તબલિગી જમાતને ચોરી છૂપે કામ કરવા ઉપર પણ રોક છે. 

હકીકતમાં દિલ્હીમાં નિઝામુદ્દીન સ્થિત તબલિગી જમાતના મરકઝ અને પાકિસ્તાનમાં લાહોર પાસે રાયવિંડના તબલિગી જમાતના મરકઝથી દુનિયાના લગભગ 150થી વધુ દેશો માટે તમામ જમાતો નીકળે છે. 40 દિવસ અને ચાર મહિના માટે નીકળતી આ જમાતો જ વિદેશમાં જાય છે. જો કે કેટલીક જમાતો જે ગણતરીના દિવસો માટે નીિકળે છે તેમને સ્થાનિક સ્તરે જ નક્કી કરાય છે અને સમય મર્યાદા પૂરી થતા તેઓ પોતાના ઘરે પાછા ફરે છે અને રોજબરોજના કામે લાગે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે