Home> India
Advertisement
Prev
Next

Swami Vivekanand એ કહેલી આટલી વાતો યાદ રાખશો તો ક્યારેય નહીં થાઓ દુઃખી! મળી જશે સફળતાની ચાવી

ઉઠો...જાગો અને લક્ષ્ય પ્રાપ્તિ સુધી વળગ્યા રહો...આ એક વિધાન જેણે કરોડો યુવાઓનું જીવન બદલી નાંખ્યું. સ્વામી વિવેકાનંદે દુનિયાને આ સુંદર દ્રષ્ટાંત આપ્યું હતું.

Swami Vivekanand એ કહેલી આટલી વાતો યાદ રાખશો તો ક્યારેય નહીં થાઓ દુઃખી! મળી જશે સફળતાની ચાવી

નવી દિલ્લીઃ યુવાઓમાં લોકપ્રિય એવા સ્વામી વિવેકાનંદજીની આજે 4 જુલાઈ 2022એ પુણ્યતિથિ છે. 39 વર્ષની ઉંમરમાં જ 4 જુલાઈ 1992ના રોજ સ્વામી વિવેકાનંદજીનું નિધન થયુ હતુ. એ પણ જણાવી દઈએ કે 12 જાન્યુઆરી 1863ના રોજ કોલકત્તામાં સ્વામી વિવેકાનંદજીનો જન્મ થયો હતો. સ્વામી વિવેકાનંદના અનમોલ વચન અને સંદેશ આજે પણ યુવાઓને ઊર્જાથી ભરી દે છે. 4 જુલાઈ સ્વામી વિવેકાનંદ સ્મૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ચાલો, ત્યારે આજે સ્વામી વિવેકાનંદની પુણ્યતિથિ તેમણે આપેલાં સૂત્રોને યાદ કરીએ. 

  • જ્યાં સુધી તમે પોતે પોતાના પર વિશ્વાસ નથી કરતા, ત્યાં સુધી તમે ભગવાન પર વિશ્વાસ નથી કરી શકતા. 
  • જે સમયે જે કામ કરવાનો સંકલ્પ કરે, તે કામ તે જ સમયે પૂરૂ કરો, નહીંતર લોકો તમારા પર વિશ્વાસ નહીં કરે. 
  • દિવસમાં એક વખત પોતાની સાથે અચુક વાત કરો, નહીંતર તમે દુનિયાના સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે વાત કરવાનો મોકો ખોઈ દેશો. 
  • લોકો તમારી પ્રશંસા કરે કે ટીકા કરે, ધ્યેય તમારા પ્રત્યે દયાળુ હોય કે ન હોય, તમે આજે મૃત્યુ પામો કે યુગમાં, તમે ક્યારેય ન્યાયના માર્ગથી ભટકશો નહીં. 
  • ઉઠો, જાગો અને ત્યાં સુધી રોકાશો નહીં જ્યાં સુધી તમે તમારું લક્ષ્ય પ્રાપ્ત નથી કરી લેતા. 
  • દિલ અને દિમાગ વચ્ચે કોઈ વાતની અસમંજસ હોય તો હંમેશા દિલની વાત સાંભળો. 
  • એક શબ્દમાં કહીએ તો તમે જ પરમાત્મા છો. 
  • જે ક્ષણ તમને એ ખબર પડી જશે કે ઈશ્વર આપની અંદર છે, એ ક્ષણથી તમને દરેક માણસમાં ઈશ્વરનું ચિત્ર દેખાવા લાગશે.
  • તમે પોતે તમારા ઉપર વિશ્વાસ કરો અને દુનિયા તમારા પગમાં હશે.
  • વાંચવા માટે એકાગ્રતા જરૂરી છે, એકાગ્રતા માટે ધ્યાન જરૂરી છે, અને ધ્યાનથી જ આપણે ઈન્દ્રિયો પર સંયમ રાખીને એકાગ્રતા પ્રાપ્ત કરી શકીએ છીએ. 
  • દુનિયા મહાન વ્યામશાળા છે જ્યાં આપણે પોતે ,પોતાને મજબૂત બનાવવા માટે આવીએ છીએ.
  • જેની પાસે શ્રેષ્ઠ વિચાર રહે છે , એ કોઈ દિવસ એકલો નથી રહેતો.
  • ચિંતન કરો ચિંતા નહિ. નવા વિચારોને જન્મ આપો.
  • પોતાને નિર્બળ સમજવા, એ સૌથી મોટું પાપ છે. 
  • પોતાના સ્વભાવ પ્રત્યે સાચું રહેવું , એ સૌથી મોટો ધર્મ છે,  પોતાના ઉપર વિશ્વાસ રાખો 
  • જ્યાં સુધી તમારા વિચાર પહોચે છે. ત્યાં સુધી જવાની હિંમત કરો, અને એ વિચારને પોતાના જીવનમાં ઉતારવાની કોશિશ કરો. 
  • ધન્ય છે, જેમનું શરીર બીજાની સેવામાં નષ્ટ થઇ જાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More