Home> India
Advertisement
Prev
Next

સ્વચ્છતા સર્વેક્ષણ 2020: દેશના ટોપ 10 સ્વચ્છ શહેરોમાં ગુજરાતના આ શહેરોએ બાજી મારી, ઈન્દોર પ્રથમ નંબરે 

કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયે સ્વચ્છતા સિટી સર્વે રિપોર્ટ બહાર પાડી દીધો છે. સતત ચોથા વર્ષે ઈન્દોર દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે. બીજા નંબરે ગુજરાતનું સુરત શહેર અને ત્રીજા નંબરે નવી મુંબઈ છે. કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી હરદીપ સિંહ પુરીએ ઈન્દોરના  લોકોનો આભાર માન્યો. 

સ્વચ્છતા સર્વેક્ષણ 2020: દેશના ટોપ 10 સ્વચ્છ શહેરોમાં ગુજરાતના આ શહેરોએ બાજી મારી, ઈન્દોર પ્રથમ નંબરે 

નવી દિલ્હી: કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયે સ્વચ્છતા સિટી સર્વે રિપોર્ટ (Swachh Survekshan 2020) બહાર પાડી દીધો છે. સતત ચોથા વર્ષે ઈન્દોર દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે. બીજા નંબરે ગુજરાતનું સુરત શહેર અને ત્રીજા નંબરે નવી મુંબઈ છે. કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી હરદીપ સિંહ પુરીએ ઈન્દોરના  લોકોનો આભાર માન્યો. 

COVID-19 Impact: જુલાઈમાં 50 લાખ લોકોએ નોકરી ગુમાવી, બેરોજગારીનો કુલ આંકડો અત્યંત ડરામણો

કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે ઈન્દોર સતત ચોથા વર્ષે ભરતનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે. ઈન્દોર અને તેના લોકોએ સ્વચ્છતા પ્રત્યે અનુકરણીય સમર્પણ દેખાડ્યું છે. આ શાનદાર પ્રદર્શન માટે સીએમ શિવરાજ સિંહ ચૌહાણ, શહેરના લોકો, રાજકીય નેતૃત્વ અને નગર નિગમને અભિનંદન. 

Corona Updates: તમામ રેકોર્ડ તૂટ્યા, એક જ દિવસમાં કોરોનાના 69 હજાર કરતા વધુ નવા કેસ નોંધાયા

ટોપ 20 સ્વચ્છ શહેરો
ટોપ 20 શહેરોમાં પ્રથમ નંબરે ઈન્દોર, બીજા નંબરે સુરત, 3જા નંબરે નવી મુંબઈ, ચોથા નંબરે વિજયવાડા, પાંચમા નંબરે અમદાવાદ, છઠ્ઠા નંબરે રાજકોટ, સાતમા નંબરે ભોપાલ, આઠમા નંબરે ચંડીગઢ, નવમા નંબરે વિશાખાપટ્ટનમ, દસમા નંબરે વડોદરા છે. 

ત્યારબાદ અનુક્રમે 11મા નંબરે નાસિક, 12મા ક્રમે લખનઉ, 13મા ક્રમે ગ્વાલિયર, 14મા  ક્રમે થાણે, 15મા નંબરે પુણે, 16મા ક્રમે આગ્રા, 17મો ક્રમ જબલપુરનો, 18મા ક્રમે નાગપુર, 19મા ક્રમે ગાઝિયાબાદ અને 20મા ક્રમે પ્રયાગરાજ આવે છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More