Home> India
Advertisement
Prev
Next

Swachh Survekshan 2022: સતત છઠ્ઠીવાર ઈન્દોર બન્યું દેશનું સૌથી સ્વચ્છ શહેર, સુરત બીજા સ્થાને

Swachh Survekshan 2022 Awards List: સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કાર 2022માં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્યોની શ્રેણીમાં મધ્યપ્રદેશે પ્રથમ સ્થાન હાસિલ કર્યું છે, ત્યારબાદ છત્તીસગઢ અને મધ્યપ્રદેશનું સ્થાન છે.

Swachh Survekshan 2022: સતત છઠ્ઠીવાર ઈન્દોર બન્યું દેશનું સૌથી સ્વચ્છ શહેર, સુરત બીજા સ્થાને

નવી દિલ્હીઃ સ્વચ્છતા સર્વેક્ષણ 2022નું પરિણામ આવી ચુક્યું છે. તેમાં ઈન્દોરે ફરી બાજી મારી છે. દેશમાં સ્વચ્છતાના મામલામાં મધ્યપ્રદેશનું ઈન્દોર શહેર સતત છઠ્ઠીવાર નંબર વન બન્યું છે. બીજા નંબર પર ગુજરાતનું સુરત અને ત્રીજા નંબર પર નવી મુંબઈ છે. ભારતના ક્લીનેસ્ટ મેગા સિટીના રૂપમાં ગુજરાતના અમદાવાદે જગ્યા બનાવી છે. તો ક્લીન મીડિયન સિટી મૈસૂર છે અને ક્લીન સ્મોલ સિટીના રૂપમાં દિલ્હી છે. રાજકોટ 18માં અને અમદાવાદ 18માં સ્થાને છે. 

દિલ્હીમાં આયોજીત સ્વચ્છતા સર્વેક્ષણ એવોર્ડ 2022ને સંબોધિત કરતા કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યુ કે આ દુનિયાનો સૌથી મોટો સ્વચ્છતા સર્વે છે. તેમણે જણાવ્યું કે 2016માં તેને 73 શહેરોમાં પાયલય પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવ્યો હતો. તો હવે 2022માં 4355 શહેરોએ આ સ્વચ્છતા સર્વેમાં ભાગ લીધો છે. 

આ પણ વાંચોઃ કોંગ્રેસ અધ્યક્ષ માટે ખડગે અને થરૂર વચ્ચે ટક્કર, કેએલ ત્રિપાઠીની ઉમેદવારી રદ્દ

10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં ઈન્દોરે બાજી મારી છે. બીજા સ્થાન પર સુરત અને ત્રીજા સ્થાન પર નવી મુંબઈ છે. એક લાખથી ઓછી વસ્તીવાળા શહેરોમાં પ્રથમ સ્થાન મહારાષ્ટ્રના પંચગનીને આપવામાં આવ્યું છે. બીજી સ્થાન છત્તીસગઢના પાટનને મળ્યું છે. તો ત્રીજા સ્થાન પર મહારાષ્ટ્રનું કરાડ શહેર છે. રાજસ્થાન-મહારાષ્ટ્રને પછાડી મધ્યપ્રદેશ દેશનું સૌથી સ્વચ્છ રાજ્ય બની ગયું છે. 100થી વધુ શહેરોવાળા રાજ્યોમાં મધ્ય પ્રદેશ નંબર એક પર છે. ભોપાલનું 1 લાખથી વધુ વસ્તીવાળા શહેરમાં છઠ્ઠુ સ્થાન છે. 

દિલ્હીમાં યોજાયેલા કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આ એવોર્ડ એનાયત કર્યા હતા. આ સિવાય 100થી વધુ શહેરવાળા શહેરોની કેટેગરીમાં મધ્ય પ્રદેશને સૌથી સ્વચ્છ રાજ્યનો ખિતાબ આપવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિએ દિલ્હીમાં આયોજીત એક કાર્યક્રમ દરમિયાન ઈન્દોરના અધિકારીઓને આ એવોર્ડ સોંપ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More