Home> India
Advertisement
Prev
Next

સુષ્મા સ્વરાજ પર સસ્પેંસ, હર્ષવર્ધને આંધ્રના રાજ્યપાલ બનવાની શુભકામના પાઠવી

પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને આંધ્રપ્રદેશના રાજ્યપાલ બન્યાની શુભકામના હર્ષવર્ધન દ્વારા અપાયા બાદ ટ્વીટ ડિલિટ કરી દેવાયું હતું

સુષ્મા સ્વરાજ પર સસ્પેંસ, હર્ષવર્ધને આંધ્રના રાજ્યપાલ બનવાની શુભકામના પાઠવી

નવી દિલ્હી : પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને આંધ્રપ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી ડૉ. હર્ષવર્ધને ટ્વીટ કરીને સુષ્મા સ્વરાજને શુભકામના આપી છે. તેમણે ટ્વીટમાં લખ્યું કે, ભાજપનાં વરિષ્ઠ નેતા અને મારા દીદી પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને આંધ્ર પ્રદેશને રાજ્યપાલ બનવા અંગે ખુબ જ શુભકામનાઓ. તમામ ક્ષેત્રમાં તમારા લાંબા અનુભવથી પ્રદેશની જનતાને લાભ મળશે. 

બચાવ પક્ષના વકીલે કહ્યું Zee News ન હોત તો કદાચ ક્યારે પણ સત્ય સામે ન આવત !
જો કે ત્યાર બાદ હર્ષવર્ધન આંધ્રપ્રદેશના રાજ્યપાલ બનાવ્યા અંગે સુષ્મા સ્વરાજને શુભકામના આપનારા પોતાનું ટ્વીટ ડિલીટ કરી દીધું. જેના કારણે સુષ્માના આંધ્રપ્રદેશના રાજ્યપાલ બનાવવા અંગે સસ્પેંસ યથાવત્ત થયું. સસ્પેંસ એટલા માટે પણ માનવામાં આવી રહ્યું છે કારણ કે અત્યાર સુધી આ અંગે અધિકારીક રીતે કોઇ જ જાહેરાત કરવામાં આવી નથી. 

fallbacks

દિલ્હીમાં ગરમીએ તોડ્યા તમામ રેકોર્ડ, પાલમમાં પારો 48 ડિગ્રીને પાર પહોંચ્યો

કઠુવા રેપ કેસ : કોર્ટે Zee News ના કર્યા વખાણ, કહ્યું ચેનલે સત્ય સામે લાવવા કર્યો પ્રયાસ
અત્રે ઉલ્લેખનીય છે કે, સુષ્મા સ્વરાજ લોકસભા ચૂંટણી નથી લડી. ભાજપના વરિષ્ઠ નેતાઓમાંથી એક સુષ્મા સ્વરાજ પૂર્વવર્તી મંત્રીમંડળમાં તે મંત્રીઓનો સમાવેશ થાય છે જેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં બીજા કાર્યકાળ દરમિયાન મંત્રીમંડળમાં સ્થાન નથી મળ્યું. સ્વરાજનાં મંત્રીમંડળમાં નહી હોવાનું કારણ જો કે સ્પષ્ટ રીતે જણાવવામાં નથી આવી રહ્યું, પરંતુ તેમનું કારણ ખરાબ સ્વાસ્થય માનવામાં આવી રહ્યું છે.

કઠુવાકાંડ: 6 ગુનેગારોમાં કોણે કેવો ગુનો આચર્યો અને શું મળી સજા ?
સુષ્મા મોદી સરકારના પૂર્વવર્તી મંત્રિમંડળમાં વિદેશ મંત્રી હતા અને આ વખતે તેમણે લોકસભા ચૂંટણી નહોતા લડ્યા. તેમણે કહ્યું હતું કે, તેમનું સ્વાસ્થય લોકસબા ચૂંટણી લડવા અને પ્રચાર કરવા માટેની પરવાનગી આપતું નથી. વિદેશ મંત્રી તરીકે તેઓ પ્રવાસી ભારતીયો વચ્ચે પોતાનાં કામકાજના કારણે ઘણા લોકપ્રિય હતા. તે ઉપરાંત એક ટ્વીટ માત્ર પર અનેક લોકોની મદદ માટે પણ તેમને યાદ કરવામાં આવશે. 2004થી 2010 સુધી યુપીએ સરકારનાં કાર્યકાળ દરમિયાન સુષ્મા સ્વરાજ લોકસભા તથા વિપક્ષનાં નેતા હતા અને તેમનો કાર્યકાળ સફળ રહ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More