Home> India
Advertisement
Prev
Next

સુપ્રીમ કોર્ટને આજે મળશે 4 નવા જજ, CJI રંજન ગોગોઇ અપાવશે શપથ

જસ્ટિસ હેમંત ગુપ્તા, જસ્ટિસ આર. સુભાષ રેડી, જસ્ટિસ એમઆમ શાહ અને જસ્ટિસ અજય રસ્તોગી આજે સુપ્રીમ કોર્ટના જજ તરીકેની શપથ લેવાના છે.

સુપ્રીમ કોર્ટને આજે મળશે 4 નવા જજ, CJI રંજન ગોગોઇ અપાવશે શપથ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટને આજે (શુક્રવાર) ચાર નવા જજ મળશે. જસ્ટિસ હેમંત ગુપ્તા, જસ્ટિસ આર. સુભાષ રેડી, જસ્ટિસ એમઆમ શાહ અને જસ્ટિસ અજય રસ્તોગી આજે સુપ્રીમ કોર્ટના જજ તરીકેની શપથ લેવાના છે. ગુરૂવારે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ કોલેજિયનની દરખાસ્તને મંજૂરી આપતા આ ચારેય જજની નિયુક્તી કરવામાં આવી છે. સરકારે નિયુક્તિની સૂચનાઓ જાહેર કરી છે. સુપ્રીમ કોર્ટમાં આજે ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની નિશ્રામાં આ ચારેય જજ શપથ ગ્રહણ કરશે. આ ચારેય જજની નિયુક્તી થવાથી સુપ્રીમ કોર્ટમાં કુલ જજની સંખ્યા 28 થઇ ગઇ છે. જોકે, હજુ 2 જજની ઘટ રહેશે કેમકે સુપ્રીમ કોર્ટમાં કુલ જજોની સંખ્યા 31 હોય છે.

તમને જણાવી દઇએ કે સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ચાર હાઇકોર્ટના મુખ્ય જજને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશના સ્થાન પર પ્રચારિત કરવાની દરખાસ્ત કેન્દ્રને મોકલી હતી. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની અધ્યક્ષતા વાળા કોલેડજિયમમાં મુખ્ય કોર્ટના અન્ય ચાર વરિષ્ઠ જજમાં શામેલ છે. અન્ય વરિષઠ જજમાં જસ્ટિસ મદન બી. લોકુર, જસ્ટિસ કુરિયન જોસફ, જસ્ટિસ એકે સીકરી અને જસ્ટિસ એસએ બોબડે શામેલ છે.

કોલેજિયમના જસ્ટિસ હેમંત ગુપ્તા, જસ્ટિસ આર. સુભાષ રડ્ડી, જસ્ટિસ એમઆર શાહ અને જસ્ટિસ અજય રસ્તોગીના નામ કેન્દ્રને મોકલવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર 30 ઓક્ટોબરે પ્રસ્તાવને અપલોડ કરવામાં આવ્યો હતો. જસ્ટિસ શાહ અત્યારે પટના હાઇ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા. જ્યારે જસ્ટિટ ગુપ્તા મધ્ય પ્રદેશ હાઇ કોર્ટ, જસ્ટિસ રેડ્ડી ગુજરાત હાઇ કોર્ટ અને જસ્ટિસ રસ્તોગી ત્રિપુરા હાઇકોર્ટ અને જસ્ટિસ રસ્તોગી ત્રિપુરા હાઇકોર્ટના મુખ્ય જજ હતા. હાલમાં સુપ્રીમ કોર્ટમાં 24 જજ છે, જ્યારે તેની સ્વીકૃત પદ 31 છે.

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More