Home> India
Advertisement
Prev
Next

BREAKING NEWS: SCનો આદેશ- J&Kમાં ઇન્ટરનેટ અનિશ્વિતકાળ માટે બંધ ન કરી શકાય

જમ્મૂ-કાશ્મીર (Jammu Kashmir) માં કલમ 370 (Article 370) દૂર કર્યા બાદ પાબંધીઓ વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓ પર ચૂકાદો સંભળાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે 'જમ્મૂ કાશ્મીરમાં પાબંધીઓના આદેશની સમીક્ષા માટે કમિટી બનશે. આ કમિટી સમયાંતરે પાબંધીઓની સમીક્ષા કરશે. સરકાર પાબંધીઓ પર આદેશ જાહેર કરીને તેની જાણકારી આપી.

BREAKING NEWS: SCનો આદેશ- J&Kમાં ઇન્ટરનેટ અનિશ્વિતકાળ માટે બંધ ન કરી શકાય

નવી દિલ્હી: જમ્મૂ-કાશ્મીર (Jammu Kashmir) માં કલમ 370 (Article 370) દૂર કર્યા બાદ પાબંધીઓ વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓ પર ચૂકાદો સંભળાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે 'જમ્મૂ કાશ્મીરમાં પાબંધીઓના આદેશની સમીક્ષા માટે કમિટી બનશે. આ કમિટી સમયાંતરે પાબંધીઓની સમીક્ષા કરશે. સરકાર પાબંધીઓ પર આદેશ જાહેર કરીને તેની જાણકારી આપી. SC એ કલમ 19માં લોકોને ઇન્ટરનેટની આઝાદીનો હક છે. સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું કે જમ્મૂ કાશ્મીરમાં ઇન્ટરનેટ પર પ્રતિબંધની તાત્કાલિક પ્રભાવથી સમીક્ષા કરવામાં આવે. જસ્ટિસ એનવી રમનાની અધ્યક્ષતાવાળી પીઠે આ ચૂકાદો સંભળાવ્યો હતો.

ઇન્ટરનેટ લોકોનો મૌલિક અધિકાર- SC
સુપ્રીમ કોર્ટે પોતાના ચૂકાદામાં કહ્યું કે ઇન્ટરનેટ લોકોનો મૌલિક અધિઅકર છે. J&K માં ઇન્ટરનેટ અનિશ્વિતકાળ માટે બંધ ન કરી શકાય. જમ્મૂ કાશ્મીરમાં ઇન્ટરનેટ પર લાગેલી પાબંધીને દૂર કરવા માટે સરકાર સ્થિતિની સમીક્ષા કરી તાત્કાલિક કરે. ઇન્ટરનેટનું અસ્થાયી સસ્પેન્શન, નાગરિકોની માળખાગત સ્વતંત્રતામાં મનમાની ન થવી જોઇએ. ન્યાયિક સમીક્ષા માટે નિખાલસતા હોવું જોઇએ. જમ્મૂ કાશ્મીરમાં ઇન્ટરનેટ સસ્પેશનની તાત્કાલિક સમીક્ષા કરવી જોઇએ. 

સાથે જ સુપ્રીમ કોર્ટે સરકારે કહ્યું કે જમ્મૂ કાશ્મીરમાં સરકારી વેબસાઇટો અને ઇ બેકિંગ સુવિધાઓ સુધી પહોંચની પરવાનગી આપવા પર વિચાર કરવા પર કહ્યું. સાથે જ કહ્યું કે રિવ્યૂ કમિટી દ્વારા દર 7 દિવસે ક્ષેત્રમાં ઇન્ટરનેટ પ્રતિબંધોની આવધિક સમીક્ષા કરવી જોઇએ. ઇન્ટરનેટને બંધ કરવાની કાર્યવાહી આર્ટિકલ 19(2)ના સિદ્ધાંતોના અનુરૂપ જ હોવી જોઇએ. 

SC કહ્યું કે સરકાર કલમ 144 નો ઉપયોગ વિચારોની વિવિધતાને દબાવવા માટે ન કરી શકે. એટલું જ નહી સરકાર તમામ પાબંધી સંબંધી આદેશ ન બતાવવાની છૂટ હોવાનો દાવો પણ ન કરી શકે. 

જમ્મૂ કાશ્મીરે ખૂબ હિંસા જોઇ છે- સુપ્રીમ કોર્ટ
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે લોકોના અધિકારોને સુરક્ષિત કરવા પડશે. આઝાદી અને સુરક્ષામાં સંતુલન જરૂરી છે. રાજનિતીમાં દરમિયાનગિરી કરવી અમારું કામ નથી. જમ્મૂ કાશ્મીરે ખૂબ હિંસા જોઇ છે. 

જોકે ગત વર્ષે નવેમ્બરમાં સુપ્રીમ કોર્ટે તમામ પક્ષોને સુનાવણી બાદ પોતાનો ચૂકાદો પેન્ડીંગ રાખ્યો હતો. તમને જણાવી દઇએ કે કોંગ્રેસ નેતા અને જમ્મૂ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલાબ નબી આઝાદ અને કાશ્મીર ટાઇમ્સના સંપાદક અનુરાધા ભસીન સહિત ઘણા લોકોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી લગાવેલી પાબંધીને પડકારી હતી. 

તુષાર મહેતાએ ઇન્ટરનેટ સેવા પર લાગેલા પ્રતિબંધોને યોગ્ય ગણાવ્યા
જમ્મૂ કાશ્મીર વહિવટીતંત્ર દ્વારા સાલિસિટર જનરલ તુષાર મહેતાએ ગત મંગળવારે કલમ 370 દૂર કર્યા બાદથી રાજ્યમાં ઇન્ટરનેટ સેવા પર લાગેલા પ્રતિબંધોને યોગ્ય ગણાવતાં કહ્યું કે આમ ન થતાં અલગાવવાદી, આતંકવાદી અને પાકિસ્તાની સેના સોશિયલ મીડિયા દ્વારા લોકોને જિહાદના નામે ભટકાવી શકાય છે. મેહતાએ કહ્યું કે અહીં ફક્ત આંતરિક શત્રુઓ સાથે લડવું પડે છે. પરંતુ સીમા પારના દુશ્મનો સાથે લડવાનું છે અને સીમા પાર દુશ્મનો સાથે પણ લડવાનું છે અને તેમને આ સંબંધમાં ઘણા ઉદાહરણો પણ આવ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More