Home> India
Advertisement
Prev
Next

ZEE NEWS ના એંકર રોહિત રંજનને સુપ્રીમ કોર્ટમાંથી મળી રાહત, કોર્ટે ધરપકડ પર રોક લગાવી

Anchor Rohit Ranjan: ઝી ન્યૂઝના એંકર રોહિત રંજનને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે રોહિત રંજનની ધરપકડ પર રોક લગાવી છે.

ZEE NEWS ના એંકર રોહિત રંજનને સુપ્રીમ કોર્ટમાંથી મળી રાહત, કોર્ટે ધરપકડ પર રોક લગાવી

Anchor Rohit Ranjan: ઝી ન્યૂઝના એંકર રોહિત રંજનને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે રોહિત રંજનની ધરપકડ પર રોક લગાવી છે. સુપ્રીમ કોર્ટે  કહ્યું છે કે રોહિત રંજન વિરુદ્ધ જ્યાં જ્યાં પણ FIR થઈ છે તેના પર કોઈ કઠોર કાર્યવાહી થશે નહીં. 

છત્તીસગઢ પોલીસને મોટો ઝટકો
સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય છત્તીસગઢ પોલીસ માટે મોટા ઝટકા સામાન છે. કારણ કે કોંગ્રેસ શાસિત આ રાજ્યની પોલીસ નિયમો ઠેબે ચડાવીને રોહિત રંજનની ધરપકડ માટે તેમના ઘરે પહોંચી હતી. છત્તીસગઢ પોલીસ ઉત્તર પ્રદેશ પોલીસને સૂચના આપ્યા વગર એંકર રોહિત રંજનની ધરપકડ કરવા પહોંચી હતી. રોહિત રંજન ગાઝિયાબાદના ઈન્દિરાપુરમમાં રહે છે. 

છત્તીસઘઢ પોલીસના 10-15 સભ્યોએ રોહિત રંજનના ઘરે તાંડવ મચાવ્યું હતું. તેઓ આઈ કાર્ડ અને સાદા કપડાંમાં રોહિતના ઘરે સવાર સવારમાં 5 વાગે પહોંચી ગયા હતા. તેમણે રોહિત રંજનના ઘરના સામાનને વેરવિખેર કરી નાખ્યો હતો. છત્તીસગઢ પોલીસે રોહિત રંજનની સોસાયટીના સિક્યુરિટી ગાર્ડ્સ સાથે પણ ગેરવર્તણૂંક કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More