Home> India
Advertisement
Prev
Next

પર્યુષણ: 22 અને 23મીએ મુંબઈના આ 3 વિસ્તારમાં Jain Mandir ખુલ્લા રહેશે, પણ આ શરતે 

મુંબઈ (Mumbai) માં પર્યુષણ પર્વ દરમિયાન ત્રણ દેરાસરોને ખોલવાની મંજૂરી સુપ્રીમ કોર્ટે કેટલીક શરતોને આધીન આપી છે. દાદર, ભાઈખલ્લા, અને ચેમ્બુર સ્થિત જૈન દેરાસરોને 22મી અને 23મી ઓગસ્ટે ખોલવાની મંજૂરી મળી છે. સુપ્રીમ કોર્ટે મંદિર મેનેજમેન્ટને કહ્યું છે કે તેઓ બાંહેધરી આપે કે કોરોનાને લઈને SoP અને સરકારની ગાઈડ લાઈનનું પાલન કરવામાં આવશે. સુનાવણી દરમિયાન મહારાષ્ટ્ર સરકાર પર સવાલ ઉઠાવતા કહ્યું કે રાજ્ય સરકારે મોલ્સ અને અન્ય આર્થિક ગતિવિધિઓને ખોલવાની મંજૂરી આપી છે પરંતુ મંદિરો નહીં. 

પર્યુષણ: 22 અને 23મીએ મુંબઈના આ 3 વિસ્તારમાં Jain Mandir ખુલ્લા રહેશે, પણ આ શરતે 

નવી દિલ્હી: મુંબઈ (Mumbai) માં પર્યુષણ પર્વ દરમિયાન ત્રણ વિસ્તારોમાં જૈન દેરાસરો (Jain Temple) ને ખોલવાની મંજૂરી સુપ્રીમ કોર્ટે કેટલીક શરતોને આધીન આપી છે. દાદર, ભાઈખલ્લા, અને ચેમ્બુર સ્થિત જૈન દેરાસરોને 22મી અને 23મી ઓગસ્ટે ખોલવાની મંજૂરી મળી છે. સુપ્રીમ કોર્ટે મંદિર મેનેજમેન્ટને કહ્યું છે કે તેઓ બાંહેધરી આપે કે કોરોનાને લઈને SoP અને સરકારની ગાઈડ લાઈનનું પાલન કરવામાં આવશે. સુનાવણી દરમિયાન મહારાષ્ટ્ર સરકાર પર સવાલ ઉઠાવતા કહ્યું કે રાજ્ય સરકારે મોલ્સ અને અન્ય આર્થિક ગતિવિધિઓને ખોલવાની મંજૂરી આપી છે પરંતુ મંદિરો નહીં. 

મહારાષ્ટ્ર: ઉદ્ધવ સરકારે બનાવ્યો વીજ બિલ માફીનો ફોર્મ્યુલા, એક કરોડ ગ્રાહકોને મળશે લાભ

CJI એસ એ બોબડેની અધ્યક્ષતાવાળી પેનલે કહ્યું કે તેઓ(મહારાષ્ટ્ર સરકાર) એવી દરેક ગતિવિધિને મંજૂરી આપી રહ્યા છે જેમાં પૈસા સામેલ છે પરંતુ તેઓ મંદિરો માટે કહે છે કે કોવિડ છે. સીજેઆઈએ કહ્યું કે આ એક ગતિશિલ સ્થિતિ છે અને આ વાસ્તવિક ગંભીર મામલો છે. જો તમે SoP લાગુ કરો છો અને તમામ સુરક્ષા ઉપાયોનું પાલન કરો છો તો ગતિવિધિઓને શાં માટે ન થવા દેવી જોઈએ. અમે આ પ્રતિકૂળ દલીલો માનતા નથી. આ વિચાર સમુદાયના લોકોની મદદ કરવાનો છે. 

અરજીકર્તા તરફથી દુષ્યંત દવેએ કોર્ટને જણાવ્યું હતું કે આશ્વાસન આપવામાં આવે છે કે તમામ સુરક્ષા ઉપાયોનું પાલન કરવામાં આવશે. કોઈ પણ સમયે મંદિરોમાં ફક્ત પાંચ લોકોને અને એક જ દિવસમાં 12-65 વર્ષની આયુવાળા કુલ 250 લોકોને મંજૂરી આપી શકાય છે. જ્યારે મહારાષ્ટ્ર સરકારે કોર્ટમાં તેનો વિરોધ કર્યો હતો. અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે હું રાજ્યના હિત માટે લડી રહ્યો છું, સ્થિતિને જાળવવામાં ખુબ મુશ્કેલી પડશે. તેમણે ગ્રાઉન્ડ સ્થિતિ જણાવવા માટે મહારાષ્ટ્ર રાજ્યના કોવિડ-19 આંકડાનો હવાલો પણ આપ્યો. તેમણે કહ્યું કે કે સરકાર કોઈ ધર્મ વિરુદ્ધ નથી. તેઓ પોતે પણ જૈન છે પરંતુ રાજ્યના હિતને જોતા તેઓ વિરોધ કરી રહ્યાં છે. આ મામલો રાજ્ય સરકાર પર છોડવામાં આવે. 

શિવરાજ સરકારનો મોટો નિર્ણય, હવે માત્ર આ એક મેરિટથી જ મળી જશે સરકારી નોકરી 

અત્રે જણાવવાનું કે બોમ્બે હાઈકોર્ટે એક ઓગસ્ટના રોજ જૈન સમુદાયના સભ્યોને પર્યુષણ પર્વની પવિત્ર અવધિમાં દેરાસરોમાં પૂજા કરવાની મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે હાલનો સમય સમજદાર વ્યક્તિનું કર્તવ્ય, ધાર્મિક કર્તવ્યની સાથે સાર્વજનિક કર્તવ્યને સંતુલિત કરવાનું છે અને બાકી માનવ જાતિ પ્રત્યે પોતાની જવાબદારી સમજવાનું છે. જસ્ટિસ એસજે કથાવાલા અને જસ્ટિસ માધવ જામદારની પેનલે અંકિત વોરા અને શ્રી ટ્રસ્ટ આત્મ કમલ લબ્ધિસૂરિશ્વરજી જૈન જ્ઞાનમંદિર ટ્રસ્ટ તરફથી દાખલ બે અરજી પણ સુનાવણી હાથ ધરી હતી. 

પરિવાર જે શાલિનીને શોધતો હતો તે Facebook પર 'ફિઝા ફાતિમા' બનીને મળી, જાણો ચોંકાવનારો કિસ્સો

અરજીમાં કહેવાયું હતું કે મહારાષ્ટ્ર સરકારે સ્પા, જીમ, બ્યૂટી પાર્લર, વાળંદની દુકાન, દારૂની દુકાન, મોલ, માર્કેટ, કોમ્પલેક્ષ, વગેરે ખોલવાની મંજૂરી આપી છે અને મર્યાદિત સંખ્યામાં વિવાહ સમારોહ અને અંતિમ સંસ્કારમાં પણ સામેલ થવાની મંજૂરી આપી છે. પરંતુ ધાર્મિક સ્થળો/પૂજા સ્થળો ખોલવાની મંજૂરી  પણ હજુ સુધી અપાઈ નથી. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More