Home> India
Advertisement
Prev
Next

CM યોગીની કડક કાર્યવાહી, ચાર મોટા અધિકારીને બનાવી દીધા પટાવાળા અને ચોકીદાર

ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે કડક પગલું ભર્યું છે. સીએમ યોગી આદિત્યનાથે ચાર અધિકારીઓને ચોકીદાર અને પટાવાળા બનાવી દીધા.

CM યોગીની કડક કાર્યવાહી, ચાર મોટા અધિકારીને બનાવી દીધા પટાવાળા અને ચોકીદાર

લખનઉ: ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે કડક પગલું ભર્યું છે. સીએમ યોગી આદિત્યનાથે ચાર અધિકારીઓને ચોકીદાર અને પટાવાળા બનાવી દીધા. આ ચારેય અત્યાર સુધી Additional District Information Officer તરીકે ફરજ બજાવતા હતા. તેઓ ખોટી રીતે પ્રમોશન મેળવીને ઓફિસર બની ગયા હતા. સીએમ યોગીએ હવે તેમનું ડિમોશન કરી દીધુ છે. ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી  આદિત્યનાથની સરકારે અયોગ્ય રીતે પ્રમોશન મેળવી ચૂકેલા ચારેય ઓફિસરોનું ડિમોશન કરી નાખવાનો નિર્ણય લીધો. મળતી માહિતી મુજબ નવેમ્બર 2014માં આ તમામ અધિકારીઓને નિયમ વિરુદ્ધ પ્રમોટ કરાયા હતા. 

Karnal: પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ, સ્થિતિ કાબૂમાં લેવા ટીયર ગેસનો ઉપયોગ

પહેલા પણ સરકાર લઈ ચૂકી છે આવો નિર્ણય
હાઈકોર્ટના આદેશ મુજબ ડિમોટ કરાયેલા અધિકારીઓને તેમના મૂળ પદ પર પાછા મોકલી દેવાયા છે. અત્રે જણાવવાનું કે યોગી સરકારે આવી કડકાઈ આ પહેલીવાર નથી કરી. થોડા સમય પહેલા પણ એક એસડીએમને તહસીલદાર બનાવી દેવાયા હતા. મળતી માહિતી મુજબ ક્ષેત્રીય પ્રચાર સંગઠન હેઠળ જ્યારે નિયમો વિરુદ્ધ પ્રમોટ કરાયા ત્યારે ચારેય કર્મચારી સૂચના કાર્યાલયમાં તૈનાત હતા. પદોન્નતિ બાદ આ કર્મચારીઓ Additional District Information Officer બની ગયા. 

કેન્દ્રીય નેતૃત્વએ આ રાજ્યના BJP નેતાઓને બરાબર લીધા આડે હાથ, ખુબ સંભળાવ્યું, જાણો શું છે મામલો

આ ચાર અધિકારીઓના થયા ડિમોશન, મૂળ પદભાર સંભાળી રિપોર્ટ કરવાનો આદેશ
નિદેશક સૂચના શિશિર તરફથી બહાર પાડવામાં આવેલા એક આદેશ મુજબ બરેલીમાં Additional District Information Officer તરીકે તૈનાત નરસિંહને ડિમોશન કરીને પટાવાળા બનાવી દેવાયા છે. જ્યારે ફિરોઝાબાદના Additional District Information Officer દયાશંકરને ચોકીદાર તરીકે જોઈન કરવાનું કહેવાયું છે. આ જ રીતે મથુરાના વિનોદકુમાર શર્મા અને ભદોહીના અનિલકુમાર સિંહને Additional District Information Officer તરીકે પ્રમોશન મળ્યું હતું. હવે આ બંને અધિકારીઓ સિનેમા ઓપરેટર કમ પ્રચાર સહાયક તરીકે ફરીથી પોતાની ગત પ્રોફાઈલ પર કામ કરશે. 6 જાન્યુઆરીના રોજ બહાર પાડવામાં આવેલા આદેશને તત્કાળ રીતે લાગુ કરાયો છે. આ સાથે જ ચારેય કર્મચારીઓને આદેશ અપાયો છે કે તેઓ પોતાના મૂળ પદ પર રિપોર્ટ કરીને કાર્યભાર સંભાળે અને તેનો રિપોર્ટ તરત મુખ્યાલયને સોંપે. 

BJP-MLA નું વિવાદિત નિવેદન, ખેડૂતો આંદોલનમાં ખુબ ખાય છે ચિકન બિરિયાની, ફેલાવી રહ્યાં છે બર્ડ ફ્લૂ

અત્રે જણાવવાનું કે સૂચના વિભાગમાં એક સહાયકે આ ચારેયના અયોગ્ય ઢબે થયેલા પ્રમોશન વિરુદ્ધ અલાહાબાદ હાઈકોર્ટમાં રિટ અરજી દાખલ કરી હતી. કોર્ટે નિદેશક (સૂચના)ને નિર્દેશ આપ્યા કે તેઓ પ્રતનિધિદ્વ પર નિર્ણય કરે અને અરજીકર્તાની ફરિયાદ પર વિચાર કરે. કોર્ટના નિર્દેશ બાદ સૂચના વિભાગે રેકોર્ડની તપાસ કરી અને જાણવા મળ્યું કે ચારેય કર્મચારીઓને પ્રમોશન આપવામાં નિયમો નેવે મૂકાયા હતા. એક સરકારી પ્રવક્તાએ કહ્યું  કે એવું નક્કી કરાયું કે તમામ ચાર વ્યક્તિઓને ડિમોશન કરી નાખવામાં આવે કારણ કે આ પ્રકારે પ્રમોશનના કોઈ નિયમ નથી. 

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More