Home> India
Advertisement
Prev
Next

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને કોર્ટે 6 નવેમ્બર સુધી ED ની કસ્ટડીમાં મોકલ્યા

Anil Deshmukh In ED Custody: મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને કોર્ટે 6 નવેમ્બર સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી આપ્યા છે. 

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને કોર્ટે 6 નવેમ્બર સુધી ED ની કસ્ટડીમાં મોકલ્યા

નવી દિલ્હીઃ Anil Deshmukh In ED Custody: મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને કોર્ટે 6 નવેમ્બર સુધી ED ની કસ્ટડીમાં મોકલી દીધા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દેશમુખને એડિશનલ સેશન્સ જજ પી બી જાધવની સમક્ષ બપોરે રજૂ કર્યા અને પૂછપરછ માટે દેશમુખની કસ્ટડીની વિનંતી કરી હતી. ત્યારબાદ કોર્ટે તેમને એજન્સીની કસ્ટડીમાં મોકલી દીધા છે. 

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દેશમુખની 12 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કર્યા બાદ સોમવારે રાત્રે તેમની ધરપકડ કરી હતી. આ મની લોન્ડરિંગ કેસ મહારાષ્ટ્ર પોલીસ એસ્ટાબ્લિશમેન્ટમાં કથિત ખંડણી ગેંગ સાથે સંબંધિત છે. ED ઓફિસમાં રાત વિતાવ્યા બાદ દેશમુખને સવારે 10.15 વાગ્યે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ 21 એપ્રિલે દેશમુખ વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને સત્તાવાર પદના દુરુપયોગના સંબંધમાં FIR દાખલ કર્યા પછી EDએ ભૂતપૂર્વ પ્રધાન અને તેમના સહયોગીઓ વિરુદ્ધ તપાસ શરૂ કરી હતી.

ED મુજબ, રાજ્યના ગૃહમંત્રી તરીકે સેવા આપતા, દેશમુખે કથિત રીતે તેમના પદનો દુરુપયોગ કર્યો હતો અને બરતરફ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાજે દ્વારા મુંબઈના વિવિધ 'બાર્સ' અને રેસ્ટોરન્ટ્સમાંથી 4.70 કરોડ રૂપિયાની ઉચાપત કરી હતી.

આ પણ વાંચોઃ આ રાજ્યમાં સત્તામાં છે BJP પરંતુ કરમાયું 'કમળ', કોંગ્રેસે કબજે કરી 4 સીટ

દેશમુખના પરિવાર દ્વારા નિયંત્રિત નાગપુરમાં શૈક્ષણિક ટ્રસ્ટ 'શ્રી સાંઈ શિક્ષણ સંસ્થાન'માં કથિત રીતે પૈસાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દેશમુખે સતત તેમના પર લાગેલા આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે એજન્સીનો આખો મામલો સસ્પેન્ડ કરવામાં આવેલા પોલીસ અધિકારી (વાજે) દ્વારા કરવામાં આવેલા દુર્ભાવનાપૂર્ણ નિવેદનો પર આધારિત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More