Home> India
Advertisement
Prev
Next

હેટ સ્પીચ કેસઃ આઝમ ખાનને બીજો ઝટકો, વિધાનસભાનું સભ્ય પદ ગુમાવ્યું, અધ્યક્ષે લીધો નિર્ણય

ત્રણ વર્ષની સજાની જાહેરાત બાદ રામપુરના ધારાસભ્ય આઝમ ખાનનું સભ્ય પદ રદ્દ થઈ ગયું છે. સજાની જાહેરાત બાદ ઉત્તર પ્રદેશ વિધાનસભાના અધ્યક્ષ સતીષ મહાનાએ આ નિર્ણય લીધો છે. 

હેટ સ્પીચ કેસઃ આઝમ ખાનને બીજો ઝટકો, વિધાનસભાનું સભ્ય પદ ગુમાવ્યું, અધ્યક્ષે લીધો નિર્ણય

લખનઉઃ હેટ સ્પીચ કેસમાં ત્રણ વર્ષની સજાની જાહેરાત બાદ રામપુરથી સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય આઝમ ખાનને વધુ એક ઝટકો લાગ્યો છે. આઝમ ખાનનું વિધાનસભાનું સભ્યપદ રદ્દ કરી દેવામાં આવ્યું છે. સજાની જાહેરાત બાદ આઝમ ખાન માટે આ સૌથી મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. ફરિયાદી આકાશદાસ સક્સેનાની ફરિયાદને ધ્યાનમાં લેતા વિધાનસભા અધ્યક્ષ સતીષ મહાનાએ આ કાર્યવાહી કરી છે. આકાશ સક્સેનાએ વિધાનસભા અધ્યક્ષ સિવાય કેન્દ્રીય ચૂંટણી પંતને પણ સભ્યપદ રદ્દ કરવાની ફરિયાદ મોકલી હતી. સ્પીકરે સભ્યપદ રદ્દ કર્યા બાદ રામપુર વિધાનસભાનું પદ ખાલી હોવાની સૂચના પણ ચૂંટણી પંચને મોકલી દીધી છે.

નોંધનીય છે કે સપા ધારાસભ્ય અને પૂર્વ મંત્રી આઝમ ખાનને ગુરૂવારે એમપી-એમએલએ કોર્ટે હેટ સ્પીચ (ભડકાઉ ભાષણ) મામલામાં ત્રણ વર્ષની સજા ફટકારી હતી. ત્યારથી તેમનું ધારાસભ્ય પદ જવાનો ખતરો યથાવત હતો. સજાની જાહેરાત બાદ આઝમ ખાનને કોર્ટમાંથી તત્કાલ જામીન મળી ગયા હતા. ગુરૂવારે બપોરે આશરે બે કલાકે એમપીએમએલએની વિશેષ કોર્ટમાં સુનાવણી શરૂ કર્યા બાદ આઝમ ખાનને દોષી ઠેરવતા કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા હતા. ચાર કલાકે કોર્ટે ચુકાદો આપ્યો હતો. આ દરમિયાન આઝમ ખાન કસ્ટડીમાં રહ્યાં હતા. 

ત્રણ કલમો હેઠળ નોંધાયો હતો કેસ
આઝમ વિરુદ્ધ ત્રણ કલમો હેઠળ કેસ દાખલ થયો હતો. ત્રણેય મામલામાં તેમને દોષી ઠેરવવામાં આવ્યા હતા. 2019 લોકસભા ચૂંટણી દરમિયાન આઝમ ખાન પર ઉડકાઉ ભાષણ આપવાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આરોપ છે કે ભાષણ દરમિયાન આઝમ ખાને પીએમ મોદી અને મુખ્યમંત્રી યોગી પર પણ વિવાદાસ્પદ ભાષાનો ઉપયોગ કર્યો હતો. 

આ પણ વાંચોઃ Elon musk એ ટ્વિટરને ટેકઓવર કર્યું તો ખુશ થઈ કંગના રનૌત, આપી પ્રતિક્રિયા

શું હતો હેટ સ્પીચનો મામલો?
નોંધનીય છે કે હેટ સ્પીચ સાથે જોડાયેલો આ મામલો વર્ષ 2019ની લોકસભા ચૂંટણી દરમિયાનનો છે. 27 જુલાઈ 2019ના ભાજપ નેતા આકાશ સક્સેનાએ આઝમ ખાન વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો હતો. આરોપ હતો કે રામપુરની મિલક વિધાનસભા સીટ પર જનતાને સંબોધિત કરતા આઝમ ખાને એક ચૂંટણી ભાષણ આપ્યું હતું. આ દરમિયાન આઝમ ખાને સીએમ યોગી, પીએમ મોદી અને તત્કાલીન ડીએમને લઈને વિવાદાસ્પદ ભાષાનો ઉપયોગ કર્યો હતો. 3 વર્ષ બાદ, 27 ઓક્ટોબર 2022ના આ મામલામાં રામપુરની એમપી-એમએલએ કોર્ટમાં સુનાવણી બાદ આઝમ ખાનને દોષી ઠેરવી દીધા અને સજાની જાહેરાત કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More