Home> India
Advertisement
Prev
Next

હરિદ્વારમાં ગૂંજ્યો 'હર હર મહાદેવ'નો નાદ, લાખો કાવડયાત્રી પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા

Haridwar Pushp varsha: આજે શુક્રવારના હરિદ્વાર જિલ્લા તંત્ર દ્વારા કાવડ યાત્રાના સ્વાગત અને સન્માન માટે હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા કરવામાં આવી. સીએમ ધામીએ જાતે ટ્વીટ કરી તેનો વીડિયો શેર કર્યો.

હરિદ્વારમાં ગૂંજ્યો 'હર હર મહાદેવ'નો નાદ, લાખો કાવડયાત્રી પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા

Haridwar Pushp varsha: શ્રાવણનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે. એવામાં હજારો શ્રદ્ધાળુઓ માતા ગંગાનું જળ ભરવા હરિદ્વાર આવે છે. એવામાં ઉત્તરાખંડની સરકારે આજે કાવડ યાત્રા પર હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા કરી હતી. જણાવી દઈએ કે, કાવડ યાત્રા 2 વર્ષ બાદ યોજાઈ રહી છે.

સીએમ ધામીએ કર્યું ટ્વીટ
આજે શુક્રવારના હરિદ્વાર જિલ્લા તંત્ર દ્વારા કાવડ યાત્રાના સ્વાગત અને સન્માન માટે હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા કરવામાં આવી. સીએમ ધામીએ પોતે ટ્વીટ કરી તેનો વીડિયો શેર કર્યો છે. હરિદ્વારના જિલ્લાધિકારીએ જણાવ્યું કે, બે વર્ષ બાદ થઈ રહેલી આ કાવડ યાત્રાની સમિક્ષા મુખ્યમંત્રી પોતે સતત કરી રહ્યા છે.

રાષ્ટ્રપતિ ચૂંટણીમાં થયું ક્રોસ વોટિંગ, જાણો BJP નેતાએ વિપક્ષીઓને શું કહ્યું...

હરિદ્વારામાં કડક સુરક્ષા
તમને જણાવી દઈએ કે, આ સમયે હરિદ્વારમાં કાવડ યાત્રી મોટી સંખ્યામાં છે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાભાવથી લોકો જળ ભરવા આવે છે. આટલી મોટી ભીડને કંટ્રોલ કરવા માટે મોટી સંખ્યામાં પોલીસબળ તૈનાત કરવામાં આવ્યું છે. હરકી પૌઢીથી લઇને અન્ય ગંગાઘાટો અને મંદિરો, પાર્કિંગ, બજારો, હોટલો અને ધર્મશાળાઓમાં ડોગ સ્ક્વોર્ડ તેમજ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પહોંચી ચેકિંગ કરી રહી છે. સતત સુરક્ષા વ્યવસ્થા પર મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. પ્રયત્ન છે કે કાવડ યાત્રામાં કોઈપણ પ્રકારની બેદરકારી ન જોવા મળે.

આ ફિલ્મની રીલિઝ પહેલા એક્ટરનું થયું નિધન, જીત્યો બેસ્ટ હિન્દી ફિલ્મનો એવોર્ડ

કાવડ યાત્રીઓ માટે ચાલી રહી છે સ્પેશિયલ ટ્રેન
કાવડ યાત્રીઓની સુવિધા માટે ભારતીય રેલવે દિલ્હી-હરિદ્વાર વચ્ચે સ્પેશિયલ ટ્રેન પણ ચાલાવી રહી છે. આ ટ્રેન વાયા શામલી-ટપરી ચાલી રહી છે. આ એક દૈનિક અનરિઝર્વ્ડ ટ્રેન છે. ટ્રેન નંબર 04018 દિલ્હી જંક્શન- હરિદ્વાર દૈનિક અનરિઝર્વ્ડ કાવડ સ્પેશિયલ 27 જુલાઈ 2022 સુધી દરરોજ ચાલશે. આ ટ્રેન દિલ્હી જંક્શનથી સાંજે 05.45 કલાકે રવાના થઈ બીજા દિવસે સવારે 10.00 કલાકે હરિદ્વાર પહોંચડશે.

ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની સરકારની ડેડલાઈન, ફટાફટ કરો નહીં તો...

શું હોય છે કાવડ યાત્રા?
કાવડ યાત્રા ભગવાન શિવના ભક્તો દ્વારા દર વર્ષે યોજવામાં આવે છે. આ યાત્રાને જળ યાત્રા પણ કહેવામાં આવે છે. આ પ્રથામાં યાત્રીઓને કાવડયાત્રી કહેવામાં આવે છે. આ કાવડ યાત્રી હિન્દુ તીર્થ સ્થાનોથી ગંગા જળ લાવવા માટે હરિદ્વાર જાય છે અને પછી પ્રસાદ ચઢાવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More