Home> India
Advertisement
Prev
Next

આ માત્ર તસવીરો નહીં પરંતુ 'ભારતનો આત્મા' છે...જેને જોવાથી મનને ઠંડક થાય છે

ભારત એ અનેકમાં એક્તા અને વિવિધતા ધરાવતો દેશ છે. અલગ અલગ સંસ્કૃતિ, ધર્મ  અને જાતિના લોકો એકસાથે સંપથી રહે છે. ગંગા જમુના તહજીબ ધરાવતો આપણા આ ભારત દેશમાં છેલ્લા કેટલાક સમયથી સાંપ્રદાયિક તણાવ જોવા મળ્યો. પરંતુ હવે જે તસવીરો સામે આવી છે તેને જોતા ખુબ જ આનંદ અને રાહત થશે. 

આ માત્ર તસવીરો નહીં પરંતુ 'ભારતનો આત્મા' છે...જેને જોવાથી મનને ઠંડક થાય છે

નવી દિલ્હી: ભારત એ અનેકમાં એક્તા અને વિવિધતા ધરાવતો દેશ છે. અલગ અલગ સંસ્કૃતિ, ધર્મ  અને જાતિના લોકો એકસાથે સંપથી રહે છે. ગંગા જમુના તહજીબ ધરાવતો આપણા આ ભારત દેશમાં છેલ્લા કેટલાક સમયથી સાંપ્રદાયિક તણાવ જોવા મળ્યો. પરંતુ હવે જે તસવીરો સામે આવી છે તેને જોતા ખુબ જ આનંદ અને રાહત થશે. એક તસવીર રોજા ઈફ્તારની છે જ્યારે બીજી તસવીર પરશુરામ જયંતીના અવસરે કાઢવામાં આવેલી શોભાયાત્રાની છે. પરંતુ આ તસવીરોની ખાસ વાત એ છે કે તેમાં ધાર્મિક સૌહાર્દનો સંદેશ જોવા મળી રહ્યો છે. 

રોજા ઈફ્તારીની આ તસવીર મધ્ય પ્રદેશનના અનુપપુર જિલ્લાની છે. હિન્દુ સમાજના લોકોએ રમઝાનના આ પાક મહિનામાં રોજા રાખી રહેલા મુસ્લિમ ભાઈઓને મસ્જિદમાં રોજા ઈફ્તાર કરાવી. અહીંના હિન્દુ પરિવારોએ સુન્ની હનફી અબ્બાસિયા મસ્જિદમાં રોજા રાખી રહેલા મુસ્લમ ભાઈઓને રોજા ઈફ્તાર પાર્ટી કરાવી. મુસ્લિમ ભાઈઓએ પણ હિન્દુ પરિવારો તરફથી ભાવથી આપવામાં આવેલી ઈફ્તાર પાર્ટીનો ભરપૂર આનંદ લીધો. મુસ્લિમોએ દેશમાં હિન્દુ મુસ્લિમો વચ્ચે ભાઈચારો જળવાઈ રહે તે માટે દુઆ પણ માંગી. 

fallbacks

બીજી જે તસવીર છે તે મધ્ય પ્રદેશના જ રતલામની છે. અહીં રવિવારે પરશુરામ યુવા મંચના બેનર હેઠળ બ્રાહ્મણોની રેલી નીકળી. રેલીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ પસંદ થઈ રહ્યો છે. કારણ કે બ્રાહ્મણોની આ રેલી પર મુસ્લિમ સમાજના લોકોએ ફૂલોનો વરસાદ કર્યો. તેમનું ભવ્ય સ્વાગત કર્યું. જે દર્શાવે છે કે દેશનો અસલ રંગ શું છે. આ અગાઉ પણ તાજેતરમાં સાંવરિયા સેઠ પગપાળા યાત્રાનું પણ મુસ્લિમ સમાજે સ્વાગત  કર્યું હતું. 

fallbacks

આજના સમયમાં આ બંને તસવીરો ખુબ જરૂરી છે કારણ કે દેશની મૂળ ભાવના આ જ છે. સમાજમાં અલગ અલગ ધર્મ, સંપ્રદાયના લોકો જે રીતે દૂધમાં સાકર ભળી જાય છે બરાબર તે જ રીતે એકબીજા સાથે મળીને રહે છે. ઉત્સવોની ઉજવણી કરે છે. પરંતુ ક્યારેક ક્યારેક આવા ભાઈચારાને પણ નજર લાગતી હોય છે. 

ભારત જેવા બહોળી સંસ્કૃતિ ધરાવતા દેશમાં લોકો ભાઈચારાથી રહે છે. પરંતુ ક્યારેક આ ભાઈચારાની ભાવનાને પણ ખરાબ નજર લાગતી હોય છે. અને પછી આવી ધાર્મિક રેલીઓ પર પથ્થરમારો તો ત્યાંક પૂજા કે અનુષ્ઠાનમાં વિધ્ન નાખવાની કે ક્યાંક પહેરવેશ કે ખાણીપીણી વિરુદ્ધ જવાના સમાચારો ચમકતા રહે છે. હાલમાં જ મધ્ય પ્રદેશના ખરગોન, દિલ્હી, ઉત્તરાખંડ, ગુજરાત સહિત અનેક જગ્યાએ ધાર્મિક રેલી પર પથ્થરમારાના સમાચાર જોવા મળ્યા હતા. એટલે સુધી કે કર્ફ્યૂ પણ લગાવવો પડ્યો હતો. 

fallbacks

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More