Home> India
Advertisement
Prev
Next

સોનિયા ગાંધીની ED દ્વારા પૂછપરછ પર ઘમાસાણ, CM ગેહલોતે કહ્યું- દેશનો દરેક નાગરિક ડરેલો છે

નેશનલ હેરાલ્ડ કેસ સંબંધિત મની લોન્ડરિંગ મામલે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની આજે પણ ઈડી પૂછપરછ કરશે. સોનિયા ગાંધી હાલ ઈડી ઓફિસ પહોંચી ગયા છે.

સોનિયા ગાંધીની ED દ્વારા પૂછપરછ પર ઘમાસાણ, CM ગેહલોતે કહ્યું- દેશનો દરેક નાગરિક ડરેલો છે

નવી દિલ્હી: નેશનલ હેરાલ્ડ કેસ સંબંધિત મની લોન્ડરિંગ મામલે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની આજે પણ ઈડી પૂછપરછ કરશે. સોનિયા ગાંધી હાલ ઈડી ઓફિસ પહોંચી ગયા છે. તે સમયે તેમની સાથે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા પણ હાજર હતા. ઈડી અખબાર નેશનલ હેરાલ્ડના માલિકી હક ધરાવતી યંગ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડમાં કથિત નાણાકીય ગડબડીઓ મામલે તપાસ કરી રહી છે. 

21મી જુલાઈએ થઈ હતી પૂછપરછ
ઈડીએ આ મામલે 21 જુલાઈએ પણ સોનિયા ગાંધીની પૂછપરછ કરી હતી. લગભગ 3 કલાક સુધી આ પૂછપરછ ચાલી હતી. આ દરમિયાન 28 સવાલ કરાયા હતા. પૂછપરછ બાદ સોનિયા ગાંધીને ફરીથી ઈડી ઓફિસ હાજર થવાનું કહેવાયું હતું. અગાઉ તેમને 25મી જુલાઈએ બોલાવ્યા હતા પરંતુ ત્યારબાદ એક દિવસ પછી પૂછપરછ માટે બોલાવ્યા. 

કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
બીજી બાજુ કોંગ્રેસે પોતાના ટોચના નેતૃત્વ વિરુદ્ધ ઈડીની કાર્યવાહીની ટીકા કરી છે અને તેને 'રાજકીય બદલા'વાળું પગલું ગણાવ્યું છે. 21 જુલાઈએ પણ સોનિયા ગાંધીની ઈડી દ્વારા પૂછપરછના વિરોધમાં કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરોએ દેશભરમાં પ્રદર્શન કર્યું હતું. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે આજે કહ્યું કે આજે કોંગ્રેસનું રાજઘાટ પર વિરોધ પ્રદર્શન હતું. ભાજપના લોકો હોત તો તેઓ આગચંપી કરત. અમે તો શાંતિપૂર્ણ વિરોધ કરી રહ્યા છીએ. આજે જો અહીં પ્રદર્શન હોત તો ટ્રાફિકમાં કોઈ વિધ્ન ન આવત, અમારા પાર્ટી મુખ્યાલયમાં એન્ટ્રી બંધ છે. તેમણે કહ્યું કે દેશનો દરેક નાગરિક ડરેલો છે. વારંવાર સોનિયાજીને બોલાવવાના...શું પૂછપરછ કરો છો? તેમને કેમ ટાર્ગેટ કરો છો? 

વોટ્સએપ પર પિતાને મેસેજ મળ્યો 'સર તન સે જુદા', ગણતરીની પળોમાં પુત્રનો મૃતદેહ રેલવે ટ્રેક પરથી મળ્યો

Kargil Vijay Diwas: આ 2 ભારતીય વિશે ખાસ જાણો...જેમણે હથિયાર ઉપાડ્યા વગર પાકિસ્તાનને ધોળે દિવસે તારા દેખાડ્યા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More