Home> India
Advertisement
Prev
Next

Solar Eclipse 2019: આજે થશે પૂર્ણ સૂર્ય ગ્રહણ, અહીં જોવા મળશે અદ્ભુત નજારો

વર્ષનું બીજુ સૂર્ય ગ્રહણ અને પહેલું પૂર્ણ સૂર્ય ગ્રહણ (Solar Eclipse) 2 અને 3 જુલાઇની મધ્યરાત્રિએ જાવા મળશે. એટલે કે જે સમયે સૂર્ય ગ્રહણ થશે તે સમયે ભારતમાં મધ્ય રાત્રિ હશે. જેના કારણે ભારતમાં આ પૂર્ણ સૂર્ય ગ્રહણ જોવા મળશે નહીં.

Solar Eclipse 2019: આજે થશે પૂર્ણ સૂર્ય ગ્રહણ, અહીં જોવા મળશે અદ્ભુત નજારો

નવી દિલ્હી: વર્ષનું બીજુ સૂર્ય ગ્રહણ અને પહેલું પૂર્ણ સૂર્ય ગ્રહણ (Solar Eclipse) 2 અને 3 જુલાઇની મધ્યરાત્રિએ જાવા મળશે. એટલે કે જે સમયે સૂર્ય ગ્રહણ થશે તે સમયે ભારતમાં મધ્ય રાત્રિ હશે. જેના કારણે ભારતમાં આ પૂર્ણ સૂર્ય ગ્રહણ જોવા મળશે નહીં. આ સૂર્ય ગ્રહણનો સમયગાળો 4 કલાક 55 મીનિટનો રહેશે અને ભારતીય સમય અનુસાર જોવામાં આવે તો આ સૂર્ય ગ્રહણ 2 જુલાઇની રાત્રે 10:25 મિનિટ પર શરૂ થશે અને સવારે 3:20 પર સમાપ્ત થશે.

વધુમાં વાંચો:- મુંબઇમાં ભારે વરસાદે મચાવી તબાહી, રાજ્ય સરકારે 3 જિલ્લામાં રજાની જાહેરાત

ક્યાં જોવા મળશે પૂર્ણ સૂર્ય ગ્રહણ
ગ્રહણ ન્યૂઝીલેન્ડના તટથી શરૂ થશે. તે દરમિયાન આ ગ્રહણ બ્રાઝીલ, આર્જેન્ટીના, ચિલી, કોલંબિયા, પેરૂ અને પ્રશાંત મહાસાગરના વિસ્તારોમાં પણ જોવા મળશે. આ ઉપરાંત ઇક્વાડોર, પારગ્વે અને ઉરુગ્વેમાં આંશિક રૂપથી સૂર્ય ગ્રહણ લોકો જોઇ શકશે.

વધુમાં વાંચો:- મુંબઇમાં મોટી દુર્ઘટના ટળી, મોડી રાત્રે લેન્ડિંગ સમયે સ્પાઇસ જેટનું વિમાન ઢસડાયું

ગ્રહણનો સમય
ભારતીય સમયાનુસાર ગ્રહણ 2 જુલાઇની રાત્રે 10 વાગીને 25 મીનિટ પર શરૂ થશે અને 3 જુલાઇને 3 વાગીને 20 મીનિટ પર સમાપ્ત થઇ જશે. તે ખગ્રાસ રાત 11 વાગીને 32 મીનિટ પર, પરમગ્રાસ રાત 12 વાગીને 53 મીનિટ પર અને મોક્ષ (સમાપ્ત) 3 વાગીને 20 મીનિટ પર થશે.

વધુમાં વાંચો:- મહારાષ્ટ્રમાં વરસાદનો કહેર: અલગ-અલગ જગ્યાએ દિવાલ ધરાશાયી, 22 લોકોના મોત

સૂર્ય ગ્રહણનું કારણ
જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે અને થોડા સમય માટે સૂર્ય ચંદ્ર પાછળ સંતાઇ જાય છે તે સમયગાળાને સૂર્ય ગ્રહણ કહેવાય છે. જ્યારે સૂર્ય સંપૂર્ણ રીતે દેખાવવાનું બંધ થઇ જાય છે ત્યારે તેને પૂર્ણ સૂર્ય ગ્રહણના નામથી ઓળખવામાં આવે છે.

વધુમાં વાંચો:- VIDEO: ફારુક અબ્દુલ્લાએ કહ્યું 370 અસ્થાયી હોય તો ભારતમાં કાશ્મીર વિલય પણ અસ્થાયી

આગામી સૂર્ય ગ્રહણ ક્યારે
આ પૂર્ણ સૂર્ય ગ્રહણ બાદ આગામી સૂર્ય ગ્રહણ 14 ડિસેમ્બર 2020માં જોવા મળશે, પરંતુ જે પ્રકારે આ વખતે ભારતમાં સૂર્ય ગ્રહણ જોવા મળશે નહીં તે જ પ્રકારે 2020માં થનાર સૂર્ય ગ્રહણના દર્શન થશે નહીં. આ વખતની જેમ પણ આગામી વખતે ચિલી અને આર્જેન્ટીનામાં પણ સૂર્ય ગ્રહણ જોવા મળશે.

જુઓ Live TV:-

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More