Home> India
Advertisement
Prev
Next

સીતારામ કેસરીઃ એક સમયે અપમાનિત કરીને અધ્યક્ષ પદેથી દૂર કરનારી કોંગ્રેસે વેબસાઈટમાંથી પણ ડિલીટ કર્યું નામ

સપ્ટેમ્બર 1996માં નરસિમ્હા રાવ દ્વારા કોંગ્રેસનું અધ્યક્ષ પદ છોડ્યા બાદ સીતારામ કેસરીના હાથમાં કોંગ્રેસની કમાન સોંપવામાં આવી હતી, સીતારામ કેસરી સ્વતંત્રતા સેનાની પણ હતા 
 

સીતારામ કેસરીઃ એક સમયે અપમાનિત કરીને અધ્યક્ષ પદેથી દૂર કરનારી કોંગ્રેસે વેબસાઈટમાંથી પણ ડિલીટ કર્યું નામ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી-2019માં કારમા પરાજય પછી આઘાતમાં ડૂબી ગયેલી કોગ્રેસ પાર્ટી કદાચ હવે નેહરુ-ગાંધી પરિવાર સિવાયના નેતાઓના નામ બતાવવાથી પણ ડરી રહી છે. કોંગ્રેસ સાથે જોડાયેલો તાજેતરનો વિવાદ વેબસાઈટમાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષોના નામ અંગેનો છે. કોંગ્રેસના અધ્યક્ષ રહેલા નેતાઓની યાદીમાં દિવંગત અધ્યક્ષ સીતારામ કેસરીનું નામ નથી. સીતારામ કેસરી બિહારના પછાત વર્ગના હતા. તેઓ વર્ષ 1996થી 1998 સુધી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા હતા, પરંતુ પાર્ટીની વેબસાઈટમાં પૂર્વ અધ્યક્ષોની યાદીમાં તેમનું નામ નથી. 

ઉલ્લેખનીય છે કે, રાજીવ ગાંધીના અકાળે નિધન પછી પૂર્વ વડાપ્રધાન પી.વી. નરસિમ્હા રાવ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા. સપ્ટેમ્બર, 1996માં નરસિમ્હારાવ દ્વારા કોંગ્રેસનું અધ્યક્ષ પદ છોડ્યા પછી સીતારામ કેસરીના હાથમાં કોંગ્રેસની કમાન સોંપવામાં આવી હતી. કેસરી માર્ચ 1998 સુધી કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા હતા. તેમના પછી સોનિયા ગાંધીને કોંગ્રેસના અધ્યક્ષ બનાવાયાં હતાં.

fallbacks

કેસરીની વિદાય
બીબીસીના અહેવાલ અનુસાર, "9 માર્ચ, 1998ના રોજ કેસરીએ રાજીનામાની જાહેરાત કરી હતી અને તેની થોડી મિનિટમાં જ તેમણે પોતાનો ઈરાદો બદલી નાખ્યો હતો. કેસરીએ દાવો કર્યો કે, તેમણે તો માત્ર રાજીનામા અંગે ઈરાદો વ્યક્ત કર્યો હતો. જોકે, તમામ મુખ્ય અખબારોએ તેમના હવાલાથી છાપી નાખ્યું હતું કે કેસરીએ રાજીનામું આપી દીધું છે. ત્યાર પછી CWCની બેઠક યોજાઈ, જેમાં કેસરીએ બેઠકની મિનટ્સ સામે વાંધો ઉઠાવ્યો. સીતારામ કેસરીને એ સમયે એકદમ ઝટકો લાગ્યો જ્યારે પ્રણવ મુખરજીએ પાર્ટીના પ્રમુખ તરીકે તેમની સેવાઓ માટે આભાર માન્યો અને સોનિયા ગાંધીને પદ સંભાળવા માટેનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો."

fallbacks

બીબીસીએ પોતાના અહેવાલમાં વધુમાં લખ્યું છે કે, "બપોરના સમયે સમિતિએ અનૌપચારિક રીતે અધ્યક્ષની ખુરશી સોનિયાને આપી દીધી હતી. ઉતાવળમાં કેસરીની નેમ પ્લેટ દૂર કરી દેવાઈ અને તને કચરા પેટીમાં ફેંકી દેવાઈ. અધ્યક્ષ પદથી દૂર કરવામાં આવેલા કેસરી જ્યારે 24, અક્બર રોડ છોડીને જતા હતા ત્યારે યુથ કોંગ્રેસના કેટલાક સભ્યોએ તેમની ધોતી ખેંચવાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે, પાર્ટીના વરિષ્ઠ નેતાઓને આ ઘટનાની માહિતી ન હતી."

જૂઓ LIVE TV....

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More