Home> India
Advertisement
Prev
Next

UP: લખીમપુર હિંસા પર SIT નો મોટો ખુલાસો, ષડયંત્ર હેઠળ વારદાતને અપાયો અંજામ 

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના લખીમપુરમાં થયેલી હિંસા(Lakhimpur Violence) ના મામલે એસઆઈટીએ મોટો  ખુલાસો (SIT Big Disclosure) કર્યો છે.

UP: લખીમપુર હિંસા પર SIT નો મોટો ખુલાસો, ષડયંત્ર હેઠળ વારદાતને અપાયો અંજામ 

લખીમપુર: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના લખીમપુરમાં થયેલી હિંસા(Lakhimpur Violence) ના મામલે એસઆઈટીએ મોટો  ખુલાસો (SIT Big Disclosure) કર્યો છે. એસઆઈટી (SIT) ના રિપોર્ટ મુજબ, લખીમપુર હિંસા સુનિયોજિત ષડયંત્ર હેઠળ કરાઈ હતી. આ કોઈ દુર્ઘટના નહતી. આ હત્યાના સમજી વિચારીને રચાયેલા ષડયંત્ર સંલગ્ન મામલો છે. અત્રે જણાવવાનું કે હવે લખીમપુર  હિંસા  કેસમાં દુર્ઘટનાની કલમ હટાવીને અન્ય કલમો લગાવવામાં આવી છે. આઈપીસીની કલમ 120બી, 307, 34 અને 326 વધારવામાં આવી છે. 3 ઓક્ટોબરના રોજ લખીમપુરના તિકુનિયામાં થયેલી હિંસામાં 8 લોકોના મોત થયા હતા. 

લખીમપુર હિંસા પર ગૃહ રાજ્યમંત્રીએ કર્યો હતો આ દાવો
લખીમપુર હિંસા મામમલે ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેની  (Ajay Mishra Teni) ના પુત્ર આશીષ મિશ્રા આરોપી છે. તે હાલ જેલમાં બંધ છે. પોલીસની પૂછપર બાદ તેની ધરપકડ થઈ હતી. બીજી બાજુ અજય મિશ્રા ટેનીએ દાવો કર્યો હતો કે તેમનો પુત્ર આશીષ મિશ્રા ઘટનાસ્થળે હાજર નહતો. તે ઘટનાસ્થળથી દૂર હતો. 

SIT એ સીજેએમ કોર્ટમાં આપ્યો પ્રાર્થના પત્ર
નોંધનીય છે કે લખીમપુર હિંસા મામલે એસઆઈટી અને યુપી સરકારના આયોગ બંનેની તપાસ ચાલુ છે. હજુ બંનેનો ફાઈનલ રિપોર્ટ આવવાનો બાકી છે. એસઆઈટી તરફથી સીજેએમ કોર્ટમાં એક પ્રાર્થના પત્ર આપવામાં આવ્યો છે. જેમાં કલમો બદલવા જણાવાયું છે કારણ કે આ વારદાતને મારી નાખવાની નિયતથી અંજામ અપાયો હતો.  આ ઘટના સુનિયોજિત રીતે કરવામાં આવી. હાલ સમગ્ર રિપોર્ટ જ્યારે કોર્ટમાં સબમિટ થશે ત્યારે તસવીર સ્પષ્ટ થશે. 

લખીમપુર હિંસા પર રાજકારણ
લખીમપુર હિંસા અંગે ખુબ રાજકારણ રમાયું. વિપક્ષ ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીનું રાજીનામું માંગી રહ્યો છે. લખીમપુર હિંસાનો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો હતો. આ મામલે યુપી સરકારે સોગંદનામું પણ દાખલ કરવું પડ્યું હતું. 

અત્રે જણાવવાનું કે લખીમપુર હિંસાના બે પહેલું છે. એક મામલો ખેડૂત પ્રદર્શનકારીઓના ભાજપ કાર્યકરો પર હુમલાનો છે અને બીજો કેસ જીપથી ખેડૂત આંદોલનકારીઓને કચડવાનો છે. બંને મામલાની તપાસ થઈ રહી છે. લખીમપુર હિંસામાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના ડ્રાઈવરની હત્યા કરી દેવાઈ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More