Home> India
Advertisement
Prev
Next

સિદ્ધુને પાકિસ્તાન જવાની ફરી ચળ ઉપડી, વિદેશ મંત્રી અને મુખ્યમંત્રી પાસે માગી મંજુરી

ઉલ્લેખનીય છે કે, અગાઉ ઈમરાન ખાનના શપથવિધિ સમારોહમાં હાજરી આપવાના કારણે નવજોત સિંહ સિદ્ધુ વિવાદોમાં સપડાઈ ગયા હતા. જેના કારણે વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કરી દીધું હતું કે, સિદ્ધુએ હવે પાકિસ્તાન જવા માટે રાજકીય મંજુરી લેવાની રહેશે.

સિદ્ધુને પાકિસ્તાન જવાની ફરી ચળ ઉપડી, વિદેશ મંત્રી અને મુખ્યમંત્રી પાસે માગી મંજુરી

અમૃતસરઃ ભૂતપૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસના નેતા નવજોત સિંહ સુદ્ધુને પાકિસ્તાન જવાની ફરીથી ચળ ઉપડી છે. તેમણે વિદેશ મંત્રી એસ. જયશંકર અને રાજ્યના મુખ્યમંત્રી અમરિંદર સિંહને જુદો-જુદો પત્ર લખીને પાકિસ્તાન જવા માટે મંજુરી આપી છે. સિદ્ધુએ પાકિસ્તાન સરકાર દ્વારા આયોજિત કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટન સમારોહમાં જવા માટે મંજુરી આપી છે. 

ઉલ્લેખનીય છે કે, અગાઉ ઈમરાન ખાનના શપથવિધિ સમારોહમાં હાજરી આપવાના કારણે નવજોત સિંહ સિદ્ધુ વિવાદોમાં સપડાઈ ગયા હતા. જેના કારણે વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કરી દીધું હતું કે, સિદ્ધુએ હવે પાકિસ્તાન જવા માટે રાજકીય મંજુરી લેવાની રહેશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે 9 નવેમ્બરના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેવા માટે ઈમરાન ખાન દ્વારા મોકલવામાં આવેલા નિમંત્રણને સિદ્ધુ દ્વારા સ્વીકારવા અંગેના એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, જેમને પાકિસ્તાન બોલાવા માગે છે, તેમણે રાજકીય મંજુરી લેવાની રહેશે. 

fallbacks

કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહેવા માટે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન તરફથી કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદુધ્ને વિશેષ નિમંત્રણ મોકલવામાં આવ્યું છે. 

fallbacks

પાકિસ્તાનમાં સત્તામાં રહેલી તહેરીકે ઈન્સાફ પાર્ટીના એક નિવેદનમાં જણાવાયું હતું કે, પાકિસ્તાનની સંઘીય સરકારે કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેવા માટે નવજોત સિંહ સિદ્ધુને નિમંત્રણ મોકલ્યું છે. સિદ્ધુએ ઈમરાનનું આ વિશેષ નિમંત્રણ સ્વીકાર્યું છે. 

જુઓ LIVE TV....

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More