Home> India
Advertisement
Prev
Next

Shraddha Murder Case: હવે શ્રદ્ધાને મળશે ન્યાય!, ફોરેન્સિક તપાસમાં થયો અત્યંત મહત્વનો ખુલાસો

Shraddha murder case forensic report: શ્રદ્ધા હત્યા કેસમાં હાલ ઝી મીડિયા પાસે એક એક્સક્લુઝિવ માહિતી આવી રહી છે. આ ભયાનક હત્યાકાંડની તપાસ ચાલુ છે. છેલ્લે મળેલા અપડેટ મુજબ આરોપી આફતાબનો બે વાર પોલીગ્રાફ ટેસ્ટ થઈ ચૂક્યો છે. તેની લગભગ 19 કલાક સુધી પૂછપરછ થઈ ચૂકી છે. આફતાબને લગભગ 40 સવાલ પૂછવામાં આવ્યા હતા. 

Shraddha Murder Case: હવે શ્રદ્ધાને મળશે ન્યાય!, ફોરેન્સિક તપાસમાં થયો અત્યંત મહત્વનો ખુલાસો

Shraddha murder case forensic report: શ્રદ્ધા હત્યા કેસમાં હાલ ઝી મીડિયા પાસે એક એક્સક્લુઝિવ માહિતી આવી રહી છે. વાત જાણે એમ છે કે શ્રદ્ધાની હત્યાની પુષ્ટિ ફોરેન્સિક તપાસમાં થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યાં મુજબ જે હાડકાં પોલીસને મળી આવ્યા હતા તેના  બ્લડ ક્લોટ  અને શ્રદ્ધાના પિતાના DNA સેમ્પલને મેચ કરવામાં આવ્યા હતા. અત્રે જણાવવાનું કે ફોરેન્સિક લેબે  બ્લડ ક્લોટ અને હાડકાનું શ્રદ્ધાના પિતાના DNA સેમ્પલ સાથે મેચ કર્યું હતું. જેમાં ડીએનએ સેમ્પલ મેચ થઈ ગયું હોવાની પુષ્ટિ થઈ છે. આ બધા વચ્ચે એવી પણ ખબર આવી રહી છે કે આજે એકવાર ફરીથી શ્રદ્ધાની હત્યાના આરોપી આફતાબનો પોલીગ્રાફ ટેસ્ટ થઈ શકે છે. 

સમગ્ર રિપોર્ટમાં લાગશે સમય
પોલીસ સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ ફોરેન્સિક તપાસની ટીમે દિલ્હી પોલીસને એ વાતની મૌખિક જાણકારી આપી છે. એવું કહેવાયું છે કે સમગ્ર રિપોર્ટ તૈયાર કરીને આપવામાં હજું ફોરેન્સિક ડિપાર્ટમેન્ટને થોડા દિવસનો સમય લાગી શકે છે. પોલીસ દ્વારા જમા કરવામાં આવેલા એગ્ઝાબિટની તપાસ બાદ શ્રદ્ધાની હત્યાની પુષ્ટિ થઈ ગઈ છે. બીજી બાજુ ફોરેન્સિક ટીમે પોલીસને એ પણ જણાવ્યું કે તેમને આરીથી બોડી કાપવાના નિશાન મળ્યા છે. આવામાં પોલીસ હવે આગળની કાર્યવાહી કરવાની સાથે ડિટેઈલ રિપોર્ટ મળવાની રાહ જોઈ રહી છે. 

અત્યાર સુધીમાં 19 કલાક પૂછપરછ
આ ભયાનક હત્યાકાંડની તપાસ ચાલુ છે. છેલ્લે મળેલા અપડેટ મુજબ આરોપી આફતાબનો બે વાર પોલીગ્રાફ ટેસ્ટ થઈ ચૂક્યો છે. તેની લગભગ 19 કલાક સુધી પૂછપરછ થઈ ચૂકી છે. આફતાબને લગભગ 40 સવાલ પૂછવામાં આવ્યા હતા. પરંતુ આફતાબે હજુ સુધી આ હત્યાકાંડ સંલગ્ન પૂરેપૂરું સત્ય જણાવ્યું નથી. આજે આફતાબના રિમાન્ડ પૂરા થઈ રહ્યા છે. આવામાં આજે એકવાર ફરીથી તેનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવવાની સાથે સાથે તેના રિમાન્ડની પણ માંગણી કરવામાં આવશે. 

આ વીડિયો પણ ખાસ જુઓ...

'માઈન્ડ ગેમ રમી રહ્યો છે આફતાબ'
સૂત્રોના જણાવ્યાં મુજબ આફતાબ કોઈ શાતિર અપરાધીની જેમ વ્યવહાર કરી રહ્યો છે. આફતાબની બોડી લેંગ્વેજ જોઈને એવું લાગે નહીં તે તેણે આવા જઘન્ય અપરાધને અંજામ આપ્યો છે. આટલો ગંભીર ગુનો કરવા છતાં આફતાબને તેનો કોઈ પસ્તાવો હોય તેવું લાગતું નથી. શરૂઆતથી જ તે વ્યવહાર ખુબ જ સામાન્ય કરી રહ્યો છે. બિલકુલ શાંત અને એકદમ બેફિક્ર નજરે ચડી રહ્યો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ શ્રદ્ધાનો હત્યારો આફતાબ પોલીસ સાથે માઈન્ડ ગેમ રમવાની કોશિશ કરી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More