Home> India
Advertisement
Prev
Next

દર્દનાક Video: બાળકને ઉચકીને મોલમાં ફરી રહ્યા હતા પિતા, અચાનક ત્રીજા માળેથી બાળક નીચે પટકાયું

Watch Video: છત્તીસગઢના રાયપુરમાં આવેલા સિટી મોલથી એક હચમચાવી નાખતો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એક બાળકના પિતાની બેદરકારીના કરાણે 40 ફૂટથી બાળક નીચે પડ્યું.

દર્દનાક Video: બાળકને ઉચકીને મોલમાં ફરી રહ્યા હતા પિતા, અચાનક ત્રીજા માળેથી બાળક નીચે પટકાયું

છત્તીસગઢના રાયપુરમાં આવેલા સિટી મોલથી એક હચમચાવી નાખતો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એક બાળકના પિતાની બેદરકારીના કરાણે 40 ફૂટથી બાળક નીચે પડ્યું. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. એવું કહેવાય છે કે આ દુર્ઘટનામાં બાળકનું મોત થયું છે. આ ઘટના મંગળવાર રાતની છે. જ્યારે સિટી મોલમાં ત્રીજા માળેથી એક બાળક પડતા તેનું મોત નિપજ્યું. 

મોલમાં ફરવા આવ્યો હતો પરિવાર
આ પરિવાર રાયપુરના પંડરી સ્થિત મોલમાં ફરવા માટે આવ્યો હતો. મોલમાં પિતા તેમના બે પુત્રને લઈને ફરી રહ્યા હતા. આ દરમિાયન તેઓ પોતાના બાળકને મોલના ત્રીજા માળથી એસ્કેલેટરથી ઉપર લઈ જવા લાગ્યા. આ દરમિયાન જ્યારે તેઓ બીજા બાળકને સંભાળવા ગયા ત્યાં અચાનક હાથમાં રહેલું બાળક  છૂટી ગયું. બાળક લગભગ 40 ફૂટ ઉપરથી નીચે પડ્યું. બાળક નીચે પડતા જ મોલમાં અફરાતફરી મચી ગઈ. ત્યારબાદ તરત બાળકના પરિજનો નીચે આવ્યા અને બાળકને ઉઠાવીને હોસ્પિટલ લઈ ગયા. 

બેદરકારી બન્યું મોતનું કારણ
ગંભીર બેદરકારીના કારણે માસૂમ બાળક મોતના મોઢામાં ધકેલાયું. એવું કહેવાય છે કે બાળકને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યું હતું. પરંતુ ડોક્ટરોએ  તેને મૃત જાહેર કર્યું. આ ઘટના બાદ પંડરી પોલીસ મથકના પોલીસકર્મી ઘટના સ્થળે પહોંચ્યા અને આ મામલે બેદરકારી અંગે પણ તપાસ થઈ રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More