Home> India
Advertisement
Prev
Next

Donkey Route: ગેરકાયદેસર રીતે બ્રિટન જનારા, શરણ માંગનારા ભારતીયોની સંખ્યામાં ચોંકાવનારો વધારો

Illegal Migration: બ્રિટિશ સરકારના એક રિપોર્ટ મુજબ વર્ષ 2023માં બ્રિટનમાં શરણ માંગનારા ભારતીયોની સંખ્યા 5253 થઈ જ્યારે 2022માં 2612 ભારતીયોએ બ્રિટનમાં શરણ માંગી હતી. આ ઉપરાંત બ્રિટનમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાના મામલે ભારતીયોની સંખ્યા સતત વધી રહી છે. ઈંગ્લિશ ચેનલ પાર કરીને ડંકી રૂટથી પ્રવેશ કરનારા ભારતીયોની સંખ્યામાં ઈજાફો થયો છે.

Donkey Route: ગેરકાયદેસર રીતે બ્રિટન જનારા, શરણ માંગનારા ભારતીયોની સંખ્યામાં ચોંકાવનારો વધારો

Illegal Migration: બ્રિટનમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાના મામલે ભારતીયોની સંખ્યા સતત વધી રહી છે. ઈંગ્લિશ ચેનલ પાર કરીને ડંકી રૂટથી પ્રવેશ કરનારા ભારતીયોની સંખ્યામાં ઈજાફો થયો છે. 2022માં 748 ભારતીયોએ ઈંગ્લીશ ચેનલ પાર કરી હતી જ્યારે 2023માં 1193 લોકોએ આ કામ કરી નાખ્યું. એ જ રીતે શરણ માંગનારાઓની સંખ્યા પણ બમણી વધી છે. બ્રિટિશ સરકારના એક રિપોર્ટ મુજબ વર્ષ 2023માં બ્રિટનમાં શરણ માંગનારા ભારતીયોની સંખ્યા 5253 થઈ જ્યારે 2022માં 2612 ભારતીયોએ બ્રિટનમાં શરણ માંગી હતી.

યુવાઓમાં વધુ મોહ
એટલું જ નહીં અમેરિકામાં પણ 2023માં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરનારા  ભારતીયોની સંખ્યા રેકોર્ડબ્રેક એક લાખને પાર થઈ ગઈ. રિપોર્ટ મુજબ બ્રિટનમાં 2023માં ગેરકાયદેસર રીતે ઘૂસનારા 1192 ભારતીયોમાંથી 60 ટકા જેટલા લોકો 18થી 29 વર્ષની વયના યુવાનો છે. જેઓ ડાવર અને પ્લેમાઉથથી બ્રિટનમાં ઘૂસવાનો પ્રયત્ન કરે છે. જો કે બ્રિટનમાં સૌથી વધુ ઘૂસણખોરી કરવામાં અફઘાનોનો નંબર આવે છે જે મુજબ 5545 અફઘાન લોકોએ બ્રિટનમાં ઘૂસણખોરી કરી. ચોંકાવનારા છે આ આંકડા...

લીલા તોરણે જાન રિટર્ન! સાત ફેરા ફરતા પહેલાં દુલ્હાએ કર્યો કાંડ, દુલ્હન રૂમમાંથી...

અફઘાનિસ્તાન- 5545
ઈરાન- 3562
તુર્કી- 3040
ઈરિટ્રિયા- 2662
ઈાક- 2545
સીરિયા- 2280
સુડાન- 1612
વિયેતનામ- 1323

ભ્રષ્ટાચારીઓ પર 'સુપ્રીમ' ચુકાદો! નહીં બચે ધારાસભ્ય અને સાંસદો, કેસ તો ચાલશે જ

ભારતીયો માંગી રહ્યા છે શરણ!
બીજી બાજુ 2023માં લગભગ 5253 ભારતીયોએ બ્રિટનમાં શરણ માંગી હતી પરંતુ તેમાંથી 140 લોકોની અરજી પર જ પ્રાથમિક તબક્કામાં વિચારણા કરવામાં આવી. અત્રે જણાવવાનું કે બ્રિટનમાં શરણ માટે પાંચ વર્ષમાં ત્રણવાર અરજી કરી શકાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More