Home> India
Advertisement
Prev
Next

ભોપાલમાં ફ્રાન્સ વિરુદ્ધ દેખાવોથી CM શિવરાજ ચૌહાણ લાલઘૂમ, કડક કાર્યવાહીનો આદેશ 

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ મામલાને ગંભીરતાથી લીધો છે. મળતી માહિતી મુજબ શિવરાજ આ ધરણા પ્રદર્શનથી સખત નારાજ છે.

ભોપાલમાં ફ્રાન્સ વિરુદ્ધ દેખાવોથી CM શિવરાજ ચૌહાણ લાલઘૂમ, કડક કાર્યવાહીનો આદેશ 

ભોપાલ: ભારત ઈસ્લામિક આતંકવાદના વિરોધમાં અવાજ ઉઠાવતા ફ્રાન્સ (France) ના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનના સમર્થનમાં છે જ્યારે મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં કેટલાક લોકોએ દેશની પ્રતિષ્ઠા ખરડવાની કોશિશ કરી. ભોપાલના ઈકબાલ મેદાનમાં કોંગ્રેસ ધારાસભ્ય આરિફ મસૂદના નેતૃત્વમાં હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા અને ફ્રાન્સના રાષ્ટ્રપતિના વિરોધના નામે સૂત્રોચ્ચાર કર્યા. હવે આ મામલે શિવરાજ સરકારે કડક વલણ અપનાવ્યું છે. 

મુંબઈમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિનું અપમાન, BJP નેતા સંબિત પાત્રાએ પૂછ્યા સણસણતા સવાલ

દોષિતોને છોડવામાં નહીં આવે
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ મામલાને ગંભીરતાથી લીધો છે. મળતી માહિતી મુજબ શિવરાજ આ ધરણા પ્રદર્શનથી સખત નારાજ છે. શિવરાજે આ મામલે દોષિતો પર કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. એક ટ્વીટમાં શિવરાજે લખ્યું છે કે મધ્ય પ્રદેશ શાંતિનો ટાપુ છે. તેની શાંતિને ભંગ કરનારા લોકોને અમે પૂરેપૂરી કડકાઈથી પહોંચી વળશું. આ મામલે 188 IPC હેઠળ ગુનો નોંધી કાર્યવાહી થઈ રહી છે. કોઈ પણ દોષિતને છોડવામાં નહીં આવે. પછી ભલે તે ગમે તે હોય. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સ આતંકી હુમલાની કરી નિંદા, કહ્યું- આતંકવાદ વિરુદ્ધ લડાઈમાં ભારત પેરિસની સાથે

શું છે મામલો
વાત જાણે એમ છે કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ વિરુદ્ધ વિરોધના નામે મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં કોંગ્રેસ ધારાસભ્ય આરિફ મસૂદના નેતૃત્વમાં હજારો લોકો ભેગા થયા. આ દરમિયાન ધાર્મિક નારેબાજી થઈ. રાષ્ટ્રપતિ મેક્રોન પાસે માફીની માંગણી અને ભારતને ફ્રાન્સથી આયાત-નિકાસ બંધ કરવાની માગણી કરાઈ. કોરોના વાયરસ પ્રોટોકોલના પણ ધજાગરા ઉડાવવામાં આવ્યા. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન તો દૂર લોકોએ માસ્ક પણ ન પહેર્યા. હવે સરકાર બધાનો ઉધડો લેવા જઈ રહી છે. આ કેસમાં બે હજાર લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More