Home> India
Advertisement
Prev
Next

કોંગ્રેસ પોતે જ સર્વનાશી, તેને હરાવવા માટે નિવેદનો જ પુરતા છે: શિવરાજ

મધ્યપ્રદેશના પૂર્વમુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કોંગ્રેસનાં નેતા સામપિત્રોડાના નિવેદન પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, આ નિવેદન માટે દેશ ક્યારે પણ માફ નહી કરે

કોંગ્રેસ પોતે જ સર્વનાશી, તેને હરાવવા માટે નિવેદનો જ પુરતા છે: શિવરાજ

ભોપાલ : મધ્યપ્રદેશમાં લોકસભા ચૂંટણીનું નેતૃત્વ કરી રહેલા પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કોંગ્રેસ નેતા સામ પિત્રોડાનાં શીખ તોફાનો અંગે આપેલા નિવેદન પર નિશાન સાધ્યું છે. શિવરાજે કહ્યું કે, એખ દેશભક્ત કોમ અંગે આ પ્રકારનાં નિવેદનને દેશ ક્યારે પણ માફ નહી કરે. દેશનાં 12 રાજ્યોમાં ચૂંટણી પ્રચાર કરી ચુકેલા શિવરાજનાં નેતૃત્વમાં ભાજપ મધ્યપ્રદેશમાં ચૂંટણી લડી રહ્યા છે. શિવરાજસિંહ મધ્યપ્રદેશમાં 170થી વધારે અને રોડ શો કરી ચુક્યા છે. શનિવારે મંદસોર અને ઉજ્જૈન લોકસભાનાં ચૂંટણી પ્રચાર પર નિકળ્યા હતા. શિવરાજસિંહ ચૌહાણે સાથે Zee Media સાથે અનેક મહત્વપુર્ણ મુદ્દાઓ પર વાતચીત કરી હતી...

ભાઇ બહેન બંન્ને વિકાસ મુદ્દે અમારા કાર્યકર્તા સાથે ચર્ચા માટે સમર્થ નહી: ગિરિરાજસિંહ

શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે, ભાજપનાં પક્ષમાં એકતરફી વાતાવરણ છે. દેશની જનતાનાં મનમાં નિશ્ચિત થઇ ચુક્યું છે કે મોદીજીને ફરીથી વડાપ્રધાન બનાવવાના છે. શિવરાજે દાવો કર્યો કે, ભાજપ 300 સીટ જીતશે અને એનડીએનાં અન્ય દળોની સીટ મળીને 300થી પણ વધારે સીટો આવશે. શિવરાજસિંહે મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકાર પર નિશાન સાધ્યું અને કહ્યું કે, કોંગ્રેસ સરકારે ફરીથી મધ્યપ્રદેશની વહેંચણી કરી દીધી. ખેડૂતોને વિજળી મળી નથી રહી. સંબલ યોજના બંધ કરી દેવાઇ. ખેડૂતોને મળતી રકમ મળવાની બંધ થઇ ગઇ. સરકારે કફનનાં પૈસા આપવાનું બંધ કરી દીધું. શિવરાજસિંહે કહ્યું કે, સરકાર સરકારમાં ફરક હોય છે જનતા તે અનુભવી રહી છે. 

સિદ્ધુએ PMને કહ્યા 'કાળા અંગ્રેજ', ભાજપે કહ્યું ઇટાલિયન રંગ પર આટલુ અભિમાન સારુ નહી

ભાજપ એક ભયંકર ફાસિસ્ટ રાજનીતિક દળ છે: મમતા બેનર્જીનો પ્રહાર
ચૂંટણીમાં ગુસ્સામાં જનતા કોંગ્રેસની વિરુદ્ધ મતદાન કરશે
શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે, કોંગ્રેસે મધ્યપ્રદેશનો સત્યાનાશ કરી દીધો. મામાને મિસ કરી રહી છે જનતા. જનતા વિચારી રહી છે કે આ સરકાર ઝડપથી જાય એટલા માટે લોકસભામાં સબક શિખવવા માંગે છે. શિવરાજે કહ્યું કે, મધ્યપ્રદેશના મુખ્ય મુકાબલો કોંગ્ર અને ભાજપ વચ્ચે છે, પરંતુ ક્યાંક ક્યાંક બસપા પણ છે અને અમુક જગ્યા પર ગોંડવાના ગણતંત્ર પાર્ટી પણ, પરંતુ આ લડાઇ હવે જનતાની લડાઇ બની ચુકી છે. શિવરાજે પોતાનાં નેતૃત્વમાં મધ્યપ્રદેશ લોકસભા ચૂંટણી લડવાનાં સવાલ અંગે કહ્યું કે, તમામ નેતા મહેનત કરી રહ્યા છે. મારુ મિશન મોદીને ફરીથી વડાપ્રધાન બનાવવાનું છે, કારણ કે દેશ તેમના હાથમાં જ સુરક્ષીત છે, એટલા માટે દિવસ રાત મહેનત કરી રહ્યો છું. 

આપ VS જાખડ: બલબીરે કહ્યું મારે પુત્ર સાથે કોઇ લેવાદેવા નહી, દાવા રાજનીતિ પ્રેરિત

વડાપ્રધાન પર વિપક્ષી નેતાઓની નિવેદનબાજી અંગે શિવરાજનું નિવેદન
જ્યારે પોતાનાં સર્વનાશ કરવાનું હોય તો વડાપ્રધાનને ગાળો આપો. કોંગ્રેસનાં નેતા વિપક્ષનાં નેતા અને રાહુલ ગાંધી જે પ્રકારની ભાષા બોલી રહ્યા છે તેમનો વિવેક મરી ચુક્યો છે. જે પ્રકારે એક દેશભક્ત કોમ અંગે કોંગ્રેસ નિવેદનો આપી રહ્યા છે તેમને દેશ ક્યારે પણ માફ નહી કરે. કોંગ્રેસમાં સર્વનાશી લોકો બેઠેલા છે. તેમનાં નિવેદનો જ કોંગ્રેસને હરાવવા માટે ઘણા પરેશાન છે. અમારી જરૂર નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More