Home> India
Advertisement
Prev
Next

આજે NDAની મીટિંગમાં શામેલ નહીં થાય શિવસેના, સંસદમાં બેસશે વિપક્ષમાં

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી (Maharashtra assembly elections 2019) પછી કેન્દ્રમાં સત્તાધારી નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA)થી શિવસેના (Shiv Sena) અલગ થઈ ગઈ છે. આ સંજોગોમાં પાર્ટીના લોકસભાના અને રાજ્યસભાના સાંસદના શિયાળુ સત્ર દરમિયાન વિપક્ષમાં જોવા મળશે. 

આજે NDAની મીટિંગમાં શામેલ નહીં થાય શિવસેના, સંસદમાં બેસશે વિપક્ષમાં

નવી દિલ્હી : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી (Maharashtra assembly elections 2019) પછી કેન્દ્રમાં સત્તાધારી નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA)થી શિવસેના (Shiv Sena) અલગ થઈ ગઈ છે. આ સંજોગોમાં પાર્ટીના લોકસભાના અને રાજ્યસભાના સાંસદના શિયાળુ સત્ર દરમિયાન વિપક્ષમાં જોવા મળશે. શિવસેનાના તમામ સાંસદોને હવે વિપક્ષ માટેની ખુરશીઓમાં જગ્યા મળશે. સંસદના શિયાળુ સત્ર પહેલાં આજે બપોરે યોજનારી એનડીએની બેઠકમાં પણ શિવસેના શામેલ નહીં થાય. 

શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉત અત્યાર સુધી રાજ્યસભામાં સત્તાપક્ષની 38 નંબરની સીટ પર બેસતા હતા. સુત્રોએ આપેલી માહિતી પ્રમાણે હવે તે વિપક્ષની 198 નંબરની સીટ પર સ્થાન ગ્રહણ કરશે. શિવસેનાના અન્ય બે રાજ્યસભાના સાંસદોની જગ્યા સંજય રાઉતની આસપાસ રહેશે. આ સિવાય લોકસભામાં શિવસેનાના 18 સાંસદોની બેઠક વ્યવસ્થા વિપક્ષ સાથે કરવામાં આવે છે. મળતી માહિતી પ્રમાણે તેમને પાંચમી હરોળમાં ખુરશી મળશે. 

હંમેશા સંસદ સત્ર પહેલાં રણનીતિ નક્કી કરવા માટે એનડીએની બેઠક યોજાય છે. સોમવારથી શરૂ થઈ રહેલા સંસદ સત્ર પહેલાં રવિવારે બપોરે ભાજપના નેતૃત્વવાળી એનડીએની બેઠક છે. મહારાષ્ટ્રમાં સાથે ચૂંટણી લડ્યા પછી ગઠબંધન તોડવાને કારણે શિવસેનાને બેઠક માટે આમંત્રણ નથી મળ્યું. શિવસેના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉત પણ કહી ચૂક્યા છે કે પાર્ટી હવે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA)ની બેઠકમાં ભાગ નહીં લે.

LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More