Home> India
Advertisement
Prev
Next

Shiv Sena MLAs Row: મહારાષ્ટ્રની 'અસલી' લડાઈ હાર્યા બાદ ઉદ્ધવ ઠાકરે જૂથ પાસે શું છે વિકલ્પ? આદિત્ય ઠાકરેએ કર્યો ખુલાસો

Shiv Sena MLAs Disqualification: શિવસેના-યુબીટીના કાર્યકર્તા વિધાનસભા સ્પીકર રાહુલ નાર્વેકરના ચુકાદાનો વિરોધ કરી રહ્યાં છે. આ કારણે પાર્ટીની ઓફિસ બહાર સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. 

Shiv Sena MLAs Row: મહારાષ્ટ્રની 'અસલી' લડાઈ હાર્યા બાદ ઉદ્ધવ ઠાકરે જૂથ પાસે શું છે વિકલ્પ? આદિત્ય ઠાકરેએ કર્યો ખુલાસો

મુંબઈઃ Shiv Sena MLAs Disqualification Verdict: મહારાષ્ટ્રમાં અસલી શિવસેના પર દાવેદારીની દોઢ વર્ષની લડાઈમાં બુધવારે નવો વળાંક આવ્યો જ્યારે વિધાનસભા સ્પીકર રાહુલ નાર્વેકરે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં સમયના છેલ્લા દિવસે પોતાનો ચુકાદો આપ્યો. રાહુલ નાર્વેકરે એકનાથ શિંદે જૂથને રાહત આપતા જાહેરાત કરી કે અસલી શિવસેના તેની છે અને ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા નિયમોને બાજુ પર રાખી ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

સ્પીકરની જાહેરાતની સાથે મુખ્યમંત્રી શિંદે સહિત 16 ધારાસભ્યો પર જે અયોગ્યતાની તલવાર લટકી રહી હતી, તે હવે હટી ગઈ છે. આ ચુકાદા બાદ મુંબઈથી લઈને નાસિક સુધી શિંદે જૂથના સમર્થક જશ્ન મનાવી રહ્યાં છે તો હવે સવાલ છે કે શિવસેના-યુબીટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની પાસે શું વિકલ્પ છે?

ઉદ્ધવ ઠાકરે જૂથની પાસે કોર્ટ જવાનો વિકલ્પ
વિધાનસભા સ્પીકરના નિર્ણય બાદ પૂર્વ મંત્રી અને ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ તે સ્પષ્ટ કર્યું કે તે આ મામલામાં કાયદાકીય લડાઈ લડશે અને કોર્ટનો દરવાજો ખખડાવશે. તો શિવસેના-યુબીટીના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે સ્પીકરના નિર્ણય પર સવાલ ઉઠાવતા ભાજપ પર ષડયંત્ર કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે આ મામલાને કોર્ટમાં લઈ જવામાં આવશે. હકીકતમાં હવે ઠાકરે પરિવારની પાસે આ એક વિકલ્પ બાકી છે. કારણ કે આ પહેલા ચૂંટણી પંચ શિંદે જૂથના પક્ષમાં નિર્ણય આપી ચુકી છે. 

આ પણ વાંચોઃ સંઘ-ભાજપે અયોધ્યામાં બનાવ્યો પ્રાણ પ્રતિષ્ઠા બાદનો પ્લાન, રામમય બનશે આખો દેશ

બંને પાર્ટીઓએ દાખલ કરી હતી ક્રોસ-અરજી
હકીકતમાં 2022માં શિવસેનામાં વિદ્રોહ બાદ એકનાથ શિંદેએ અલગ પાર્ટી બનાવી લીધી અને ભાજપના સમર્થનમાં ઉભી રહી, જેનાથી મહાવિકાસ અઘાડીની સરકાર પડી ગઈ. બીજીતરફ સંયુક્ત શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ વ્હિપ જારી કરી શિંદે જૂથના ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દીધા હતા. આ વ્હિપને પણ સ્પીકરે આજે ગેરકાયદેસર ગણાવી દીધુ છે. ભાજપની સાથે સરકાર બનાવ્યા બાદ ઉદ્ધવ ઠાકરે અને શિંદે જૂથે એકબીજા વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. જેના પર સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાહુલ નાર્વેકરે ચુકાદો આપ્યો છે. 

શિવસેના-યુબીટી કાર્યાલરની બહાર કડક સુરક્ષા
તો શિંદે જૂથ જ્યાં રાજ્યભરમાં જશ્નમાં ડૂબી છે તો ઠાકરે જૂથની પાર્ટી શિવસેના-યુબીટીની બહાર સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. પાર્ટી કાર્યકર્તા આ ચુકાદાનો વિરોધ કરી રહ્યાં છે. કાર્યાલયની બહાર મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત છે, જ્યારે પોલીસની ઘણી ગાડીઓ હાજર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More