Home> India
Advertisement
Prev
Next

શત્રુઘ્ન સિન્હાની પત્નીને લખનઉથી લડાવાશે, રાજનાથને પાડી દેવાનો આવો છે કોંગ્રેસ-સપા-બસપાનો પ્લાન

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પૂનમ સિંહ સમાજવાદી પાર્ટીની ટિકિટ પરથી અહીં લડશે તેમના સમર્થનમાં કોંગ્રેસ કોઇ જ ઉમેદવાર નહી ઉતારે

શત્રુઘ્ન સિન્હાની પત્નીને લખનઉથી લડાવાશે, રાજનાથને પાડી દેવાનો આવો છે કોંગ્રેસ-સપા-બસપાનો પ્લાન

લખનઉ : હાલમાં જ કોંગ્રેસમાં જોડાયેલા અભિનેતા શત્રુઘ્ન સિન્હાની પત્ની પૂનમ સિન્હા લખનઉથી ગૃહમંત્રી રાજનાથ સિંહ વિરુદ્ધ ચૂંટણી લડી શકે છે. વિશ્વસ્ત સુત્રો અનુસાર પૂનમ સિન્હા સમાજવાદી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડશે. સુત્રો અનુસાર કોંગ્રેસે લખનઉથી પોતાનાં ઉમેદવાર નહી ઉતારવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસ સંયુક્ત ઉમેદવારનું સમર્થન કરશે. રાજનાથની વિરુદ્ધ પૂનમ સિન્હાને સંયુક્ત ઉમેદવાર તરીકે ઉતારવાનો વિપક્ષનો પ્રયાસ રાજનાથને તેમની સીટમાં જ સમેટી લેવાનો એક પ્રયાસ માનવામાં આવી રહ્યો છે. 

જો એવું થાય તો રાજનાથ અને પૂનમ સિન્હા વચ્ચે રસાકસી જોવા મળશે. સુત્રો અનુસાર આ દિશામાં પ્રયાસો ચાલી રહ્યા છે અને એક અંદાજ અનુસાર આ રૂપરેખા શત્રુઘ્ન સિન્હાના કોંગ્રેસમાં જોડાતા પહેલા 28 માર્ચે જ ઘડી લેવામાં આવી હતી. કોંગ્રેસનાં એક અધિકારીએ જણાવ્યું કે, જતિન પ્રસાદ લખનઉથી ચૂંટણી લડાવવા માંગતા હતા. ત્યાર બાદ તેમણે કોઇ પણ પ્રકારે ધૌરહરાથી ચૂંટણી લડવા માટે મનાવવામાં આવ્યા. લખનઉ તે સાત સીટો પૈકીની એક છે જેને કોંગ્રેસે સપા-બસપા ગઠબંધન માટે છોડી દીધી છે. 

આ ઉમેદવાર પર જેવી તેવી નહી વર્લ્ડ બેંકનું 4 લાખ કરોડનું દેવું !

શત્રુઘ્ન હવે કોંગ્રેસમાં જોડાઇ ચુક્યા છે. 6 એપ્રીલે તેમણે કોંગ્રેસ સાથે સંબંધો જોડ્યા હતા. ભાજપે તેમની પટના સાહિબથી ટીકિટ કપાઇ ચુકી હતી. સુત્રો અનુસાર સમાજવાદી પાર્ટીએ તેનું હોમવર્ક પહેલા જ પુર્ણ કરી લીધું છે. આ ઘટનાક્રમ સાથે જોડાયેલા એક સપા નેતાએ જણાવ્યું કે, લખનઉ લોકસભા ક્ષેત્રમાં ચાર લાખ કાયસ્થ મતદાતા છે અને 1.3 લાખ સિંધીમતદાતા છે. ઉપરાંત 3.5 લાખ મુસ્લિમ મતદાતા છે. પુનમ સિન્હા સિંધી છે જ્યારે તેમના પતિ શત્રુઘ્ન સિન્હા કાયસ્થ છે. તેના કારણે પૂનમની ઉમેદવારી વધારે મજબુત બને છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More