Home> India
Advertisement
Prev
Next

શત્રુધ્ન સિન્હાના પત્ની પૂનમ જોડાયા સપામાં, લખનઉથી લડી શકે છે ચૂંટણી

મંગળવારે પૂનમે સમાજવાદી પાર્ટીના નેતા ડિમ્પલ યાદવની મુલાકાત કરી હતી અને આ દરમિયાન જ ડિમ્પલે પૂનમને સમાજવાદી પાર્ટીનું સભ્યપદ અપાવ્યું હતું, ઉલ્લેખનીય છે કે, શત્રૂધ્ન સિન્હા થોડા સમય પહેલા જ ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાયા છે 

શત્રુધ્ન સિન્હાના પત્ની પૂનમ જોડાયા સપામાં, લખનઉથી લડી શકે છે ચૂંટણી

નવી દિલ્હીઃ ભાજપમાં સતત વિદ્રોહી સૂર ફૂંક્યા બાદ કોંગ્રેસમાં જોડાયેલા અભિનેતા શત્રુધ્ન સિન્હના પત્ની પૂનમ સિન્હા સમાજવાદી પાર્ટીમાં જોડાયા છે. મંગળવારે પૂનમે સમાજવાદી પાર્ટીના નેતા ડિમ્પલ યાદવની મુલાકાત કરી હતી અને આ દરમિયાન જ ડિમ્પલે પૂનમને સમાજવાદી પાર્ટીનું સભ્યપદ અપાવ્યું હતું. 

લખનઉથી ચૂંટણી લડે તેવી સંભાવના
પૂનમ સિન્હા સમાજવાદી પાર્ટીમાં જોડાયા બાદ હવે એવું અનુમાન વ્યક્ત કરાઈ રહ્યું છે કે તેઓ લોકસભા બેઠક પરથી ગઠબંધનના ઉમેદવાર બનશે. જો તેઓ લખનઉથી ચૂંટણી લડશે તો તેમની ટક્કર ભાજપના રાજનાથ સિંહ સાથે થશે. 

fallbacks

લોકસભા ચૂંટણી 2019: વાણીવિલાસમાં ભાજપના નેતાઓ પણ કમ નથી, રેસમાં છે આગળ !!

18 મેના રોજ નામાંકન દાખલ કરવાની અંતિમ તારીખ
લખનઉ બેઠક પર દાખલ કરવાની અંતિમ તારીખ 18 એપ્રિલ છે, જ્યારે મતદાન 6 મેના રોજ યોજાવાનું છે. સપાએ હજુ સુધી આ બેઠક પર પોતાના ઉમેદવારની જાહેરાત કરી નથી. આ કારણે જ બધાની નજર લખનઉ બેઠક પર છે. 

લખનઉમાં 28 વર્ષથી ભાજપનું રાજ
નવાબોના શહેર પર છેલ્લા 28 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો કબ્જો છે. લાંબા સમય સુધી પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ લોકસભા બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું છે. 1991, 1996, 1998, 1999 અને 2004માં તેઓ આ બેઠક પરથી જીત્યા હતા. 2009માં અહીંથી લાલજી ટંડન જીત્યા હતા અને 2014માં રાજનાથ સિંહ આ બેઠક પર ભારે બહુમત સાથે જીત્યા હતા. આ વખતે પણ રાજનાથ સિંહ જ અહીંથી ચૂંટણી લડી રહ્યા છે. 

લોકસભા ચૂંટણીના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More