Home> India
Advertisement
Prev
Next

G-23 ગ્રુપના નેતા ગુલામ નબી આઝાદને કોંગ્રેસે આપી મોટી જવાબદારી

Jammu Kashmir: વિકાર રસૂલ વાનીને જમ્મુ-કાશ્મીર કોંગ્રેસના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તો ગુલામ નબી આઝાદ કાશ્મીરમાં કોંગ્રેસની અભિયાન સમિતિના પ્રમુખ હશે.
 

G-23 ગ્રુપના નેતા ગુલામ નબી આઝાદને કોંગ્રેસે આપી મોટી જવાબદારી

નવી દિલ્હીઃ કોંગ્રેસે જમ્મુ-કાશ્મીર સંગઠનમાં મોટો ફેરફાર કર્યો છે. પાર્ટીએ રાજ્ય એકમની પુનઃરચના કરતા ગુલામ નબી આઝાદને મોટી જવાબદારી આપી છે. તો ગુલામ નબી આઝાદના ખાસ મનાતા વિકાર રસૂલ વાનીને જમ્મુ-કાશ્મીર કોંગ્રેસના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષે જમ્મુ-કાશ્મીર પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ પદેથી ગુલામ અહમદ મીરના રાજીનામાનો સ્વીકાર કર્યા બાદ નવી નિમણૂંક કરવામાં આવી છે. 

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદને જમ્મુ-કાશ્મીર અભિયાન સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. રમન ભલ્લાને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ગુલામ નબી આઝાદને અભિયાન સમિતિના અધ્યક્ષ બનાવ્યા બાદ તે કહી શકાય કે કોંગ્રેસ જમ્મુ-કાશ્મીરની ચૂંટણી ગુલામ નબી આઝાદના નેતૃત્વમાં લડશે. 

કોંગ્રેસે કરી નિમણૂંક
પાર્ટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ તરફથી જારી અખબારી યાદી પ્રમાણે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ જમ્મુ-કાશ્મીર કોંગ્રેસ કમિટી માટે ચૂંટણી અભિયાન સમિતિ અને રાજકીય મામલાની સમિતિ સહીત સાત સમિતિની રચના કરી છે. વેણુગોપાલે કહ્યુ કે સોનિયા ગાંધીએ ગુલામ અહમદ મીરનું પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામુ સ્વીકારી લીધુ છે અને તેમના સ્થાને રસૂલ વાનીને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. વાની પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે અને ગુલામ નબી આઝાદના નજીકના છે. 

આ પણ વાંચોઃ કર્ણાટકની ભાજપ સરકારમાં વિવાદ! CM બોમ્મઈના મંત્રીનો ઓડિયો લીક 

કોને મળી કઈ જવાબદારી
પાર્ટીએ જમ્મુ-કાશ્મીર માટે સમન્વય સમિતિ, ઘોષણાપત્ર સમિતિ, પ્રચાર તથા પ્રકાશન સમિતિ, અનુસાશન સમિતિ અને પ્રદેશ ચૂંટણી સમિતિની પણ રચના કરી છે. વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદને અભિયાન સમિતિના અધ્યક્ષ અને તારિક હામિદ કર્રાને ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ સિવાય રાજકીય મામલાની સમિતિ અને સમન્વય સમિતિના પ્રમુખ પણ ગુલામ નબી આઝાદને બનાવવામાં આવ્યા છે. પ્રદેશ ચૂંટણી સમિતિની અધ્યક્ષતા નવા પીસીસી પ્રમુખ કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More