Home> India
Advertisement
Prev
Next

આવું છે ગુલામ નબી આઝાદનું ગાર્ડન, PM મોદી પણ કરી ચુક્યા છે પ્રશંસા

ગુલામ નબી આઝાદ  (Ghulam Nabi Azad) એ ટ્વિટર પર પોતાના ગાર્ડન વિશે લખ્યુ કે, આ વસંતના મોસમમાં દિલ્હીમાં તેમના બગીચામાં સુંદર ફૂલ ખીલી રહ્યાં છે. 
 

આવું છે ગુલામ નબી આઝાદનું ગાર્ડન, PM મોદી પણ કરી ચુક્યા છે પ્રશંસા

નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા લીડર ગુલામ નબી આઝાદ  (Ghulam Nabi Azad) એ શનિવારે માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટર દ્વારા દિલ્હી આવાસના ગાર્ડનના કેટલાક ફોટો શેર કર્યા છે. 

ગુલામ નબી આઝાદ  (Ghulam Nabi Azad) એ ટ્વિટર પર પોતાના ગાર્ડન વિશે લખ્યુ કે, આ વસંતના મોસમમાં દિલ્હીમાં તેમના બગીચામાં સુંદર ફૂલ ખીલી રહ્યાં છે. 

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) પણ ગુલામ નબી આઝાદના આ ગાર્ડનની પ્રશંસા કરી ચુક્યા છે. પીએમ મોદીએ 7 ફેબ્રુઆરીના રાજ્યસભામાંથી ગુલામ નબી આઝાદની વિદાયની તકે કહ્યુ હતુ, 'ગુલામ નબી આઝાદને ગાર્ડનનો મોટો શોખ છે. તેઓ હંમેશા કહે છે કે તેમણે દિલ્હીમાં જ કાશ્મીર બનાવી રાખ્યુ છે.'

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદને બગીચાના આ શોખ માટે અનેક પુરસ્કાર પણ મળી ચુક્યા છે. આઝાદનો બગીચો ઘણીવાર સીપીડબ્લ્યૂડીના મુકાબલામાં પુરસ્કાર જીતી ચુક્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More