Home> India
Advertisement
Prev
Next

Jammu Kashmir: સુરક્ષાદળોને મોટી સફળતા, અથડામણમાં 3 આતંકીનો ખાતમો, એક આતંકીએ કર્યું સરન્ડર

જમ્મુ અને કાશ્મીરના શોપિયામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ વહેલી સવારે સાઉથ કાશ્મીરમાં એન્કાઉન્ટરમાં 3 આતંકીઓને ઠાર કર્યા. આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલુ છે. 

Jammu Kashmir: સુરક્ષાદળોને મોટી સફળતા, અથડામણમાં 3 આતંકીનો ખાતમો, એક આતંકીએ કર્યું સરન્ડર

શોપિયા: જમ્મુ અને કાશ્મીરના શોપિયામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ વહેલી સવારે સાઉથ કાશ્મીરમાં એન્કાઉન્ટરમાં 3 આતંકીઓને ઠાર કર્યા. આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલુ છે. 

આતંકી સંગઠન અલ બદરના 3 આતંકી ઠાર
મળતી માહિતી મુજબ અથડામણમાં માર્યા ગયેલા આતંકીઓ આતંકી સંગઠન અલ બદર (Al-Badar)ના છે. 3-4 આતંકીઓ સુરક્ષાદળોના ટ્રેપમાં ફસાઈ ગયા. આ જોઈન્ટ ઓપરેશન 44 રાષ્ટ્રીય રાઈફલ્સ અને SOG એ કર્યું. 

એક આતંકીએ સરન્ડર કર્યું
કાશ્મીર ઝોન પોલીસના અધિકારીએ જાણકારી આપતા કહ્યું કે સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર શોપિયાના કિનિગામ વિસ્તારમાં થયું. હાલમાં આતંકી બનેલા અહેમદે સુરક્ષાદળોની સામે હથિયાર હેઠા મૂકી દીધા અને સરન્ડર કર્યું. આ ઉપરાંત અથડામણમાં 3 આતંકીઓ માર્યા ગયા. સર્ચ ઓપરેશન ચાલુ છે. 

નોંધનીય છે કે કાશ્મીરમાં શાંતિથી આતંકી સંગઠનોએ ધૂંધવાયા છે. આથી તેઓ વારંવાર ઘાટીમાં આતંક ફેલાવવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ આતંકીઓ પોતાના મનસૂબામાં સફળ થાય તે પહેલા જ સુરક્ષાદળોએ તેમનો ખાતમો કર્યો. 

કોરોનાની ત્રીજી લહેર હશે ખુબ જ ખતરનાક, આ હશે સૌથી મોટો પડકાર

Covid-19: શું છે આ 6 મિનિટનો વોક ટેસ્ટ અને કોરોનાના દર્દીઓ માટે તે કેમ જરૂરી છે? ખાસ જાણો

Covid 19: કેન્દ્રના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારની ચેતવણી- હજુ ત્રીજી લહેર પણ આવશે

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More