Home> India
Advertisement
Prev
Next

લાંબુ અને તંદુરસ્ત જીવન જીવવું છે? 126 વર્ષના પદ્મશ્રી બાબા શિવાનંદની આ 5 આદત ખાસ જાણો 

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે સ્વસ્થ અને લાંબુ જીવન જીવે. આ માટે તમામ પ્રયત્નો પણ કરે છે. જો કે કેટલાક વિરલા જ એવા હોય છે જે ઉમરની સદી ફટકારી શકે છે. આવા જ છે બાબા શિવાનંદ. જેમની ઉંમર વિશે જાણીને તમે દંગ રહી જશો.

લાંબુ અને તંદુરસ્ત જીવન જીવવું છે? 126 વર્ષના પદ્મશ્રી બાબા શિવાનંદની આ 5 આદત ખાસ જાણો 

નવી દિલ્હી: દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે સ્વસ્થ અને લાંબુ જીવન જીવે. આ માટે તમામ પ્રયત્નો પણ કરે છે. જો કે કેટલાક વિરલા જ એવા હોય છે જે ઉમરની સદી ફટકારી શકે છે. આવા જ છે બાબા શિવાનંદ. જેમની ઉંમર વિશે જાણીને તમે દંગ રહી જશો. 126 વસંત જોઈ ચૂકેલા યોગ ગુરુ  બાબા શિવાનંદ આજે પણ એકદમ સ્વસ્થ છે અને સંપૂર્ણ રીતે પોતાની લાઈફમાં સક્રિય છે. આ ઉપલબ્ધિના કારણે ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. 

અમારી સહયોગી વેબસાઈટ ડીએનએ હિન્દીમાં છપાયેલા ખબર મુજબ વારાણસીના કબીરનગર વિસ્તારમાં રહેતા બાબા શિવાનંદે આ ઉંમરમાં પણ એકદમ સ્વસ્થ કેવી રીતે રહેવું તેનું રહસ્ય જણાવ્યું છે. તેમનો જન્મ 8 ઓગસ્ટ 1896ના રોજ થયો હતો. આવામાં બધાને એ જાણવામાં રસ હોય કે આટલી ઉંમરે પણ તેઓ આટલા તંદુરસ્ત કેવી રીતે રહી શકે છે? તેમની ખાણી પીણીની આદત કેવી હશે, જેના કારણે બાબા આજે પણ આટલા સક્રિય છે. આવો જાણીએ તેમનું આ રહસ્ય...જેનાથી લાંબુ અને સ્વસ્થ જીવન જીવી શકાય છે. 

જમીન પર સૂઈ જાય છે બાબા શિવાનંદ
બાબા શિવાનંદ સૂવા માટે ગાદલા અને તકિયાનો ઉપયોગ કરતા નથી. તેઓ જમીન પર ચટાઈ પાથરીને સૂઈ જાય છે. તકિયા માટે લાકડીના પટ્ટાનો ઉપયોગ કરે છે. 

મસાલાથી અંતર જાળવે છે
સ્વસ્થ અને સંતુલિત જીવન જીવવા માટે જરૂરી છે કે લાઈફ માટે કેટલાક નિયમ બનાવવામાં આવે અને તેનું કડકાઈથી પાલન કરવામાં આવે. બાબા શિવાનંદે પણ આવા જ કેટલાક પાયાના નિયમો બનાવ્યા છે. તેઓ ભોજનમાં મસાલાથી દૂર રહે છે. તેમનું ભોજન બાફેલું હોય છે. તેઓ એકદમ શુદ્ધ અને સાત્વિક બાફેલી ચીજવસ્તુઓ ખાવાનું પસંદ કરે છે. તેમનું મુખ્ય ભોજન ભાત અને દાળ છે. 

રોજ કરે છે યોગની સાધના
આમ તો યોગ દરેક ઉંમરના લોકો માટે સારું ગણાય છે. અનેક યોગ ગુરુઓ મોટીમાં મોટી બીમારીને યોગથી ઠીક કરવાના દાવા પણ કરે છે. બાબા શિવાનંદ પણ પોતાની લાંબી ઉંમર, સારા સ્વાસ્થ્ય અને આ ઉમરની સક્રિયતાનો મોટો શ્રેય સ્વામી શિવાનંદ યોગને આપે છે. તેઓ બિલા નાગ યોગ કરે છે. 

ભોજનમાં દૂધ અને ફળ લેતા નથી
બાબા શિવાનંદ પોતાના ભોજનમાં દૂધ અને ફળ લેતા નથી. તેમનું માનવું છે કે આ ફેન્સી ફૂડ છે અને આહારનો જરૂરી હિસ્સો નથી. આવામાં તેઓ  બાળપણમાં અનેકવાર ભૂખ્યા પેટે પણ સૂઈ ગયેલા હતા. 

સેક્સથી અંતર
બાબા શિવાનંદનું કહેવું છે કે તેમણે હંમેશા સેક્સથી અંતર જાળવ્યું છે. તેઓ કહે છે કે લાંબા સમય સુધી જીવિત રહેવા માટે સેક્સથી અંતર જાળવવું ખુબ જરૂરી છે.

ઓછામાં ખુશ રહો
જીવનમાં ખુશ રહેવું ખુબ જરૂરી છે. આવામાં બાબા શિવાનંદ પણ માને છે કે તેમની લાંબી ઉંમરનું એક કારણ ઓછા સંસાધનોમાં ખુશ રહેવું પણ છે. તેઓ કહે છે કે લોકોએ વધુ ઈચ્છાઓ કરવી જોઈએ નહીં. તે તેમના માટે સારી નથી. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More