Home> India
Advertisement
Prev
Next

Monkeypox Cases In India: દેશમાં હવે મંકીપોક્સનો ખતરો, કેરલમાં બીજો કેસ નોંધાયો

Monkeypox Cases In Kerala: કેરલના સ્વાસ્થ્ય મંત્રી વીના જોર્જે કહ્યું કે, રાજ્યમાં મંકીપોક્સના વધુ એક કેસની પુષ્ટિ થઈ છે. 

Monkeypox Cases In India: દેશમાં હવે મંકીપોક્સનો ખતરો, કેરલમાં બીજો કેસ નોંધાયો

નવી દિલ્હીઃ દેશમાં મંકીપોક્સના બીજા કેસની પુષ્ટિ આજે થઈ છે. બીજો કેસ પણ કેરલમાં મળ્યો છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ પ્રમાણે કેરલના કન્નૂરમાં તેની પુષ્ટિ થઈ છે. નોંધનીય છે કે વિદેશથી કેરલ પહોંચેલા યુવકને મંકીપોક્સથી સંક્રમિત હોવાની શંકામાં કન્નૂરની પરિયારામ મેડિકલ કોલેજમાં દાખલ કરાવવામાં આવ્યો હતો. જિલ્લા સ્વાસ્થ્ય અધિકારીએ તેની પુષ્ટિ કરી છે. 

રવિવારે સ્વાસ્થ્ય મંત્રી વીના જોર્જે જણાવ્યું હતું કે કેરલમાં મંકીપોક્સનો મામલો સામે આવ્યા બાદ તિરૂવનંતપુર્મ, કોચ્ચિ, કોઝીકોડ અને કન્નૂર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હેલ્થ ડેસ્ક શરૂ કરવામાં આવ્યો છે.

નિવેદન પ્રમાણે જે દેશમાં છેલ્લા 21 દિવસમાં મંકીપોક્સના કેસ સામે આવ્યા છે, ત્યાંથી આવનાર યાત્રીકો સિવાય તાવ, ફોલ્લી, માથામાં દુખાવો, શરીરમાં દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, ગળામાં ખારાશ અને ભોજનમાં મુશ્કેલી જેવા લક્ષણવાળા લોકોએ એરપોર્ટ પર હેલ્થ ડેસ્કનો સંપર્ક કરવો જોઈએ. 

મંત્રીએ કહ્યું કે જિલ્લામાં ક્વોરેન્ટીન કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યા છે અને મંકીપોક્સના લક્ષણવાળા લોકોએ 21 દિવસ ઘરમાં રહેવું જોઈએ. 

આ પણ વાંચોઃ પત્રકાર મોહમ્મદ ઝુબૈરને મળી વચગાળાની રાહત, સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો આદેશ

ઉલ્લેખનીય છે કે ગુરૂવારે દેશમાં મંકીપોક્સનો પ્રથમ કેસ સામે આવ્યા બાદ કેરલમાં એક કેન્દ્રીય ટીમ મોકલવામાં આવી હતી. પ્રથમ મામલો પણ કેરલમાં નોંધાયો હતો. જે વ્યક્તિ 12 જુલાઈએ યુએઈથી પરત આવ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More