Home> India
Advertisement
Prev
Next

Karnataka Accident Video: કર્ણાટકમાં એમ્બ્યુલન્સે ચાર લોકોના જીવ લીધા, ચોંકાવનારો વીડિયો સામે આવ્યો

Karnataka Accident Video: કર્ણાટકના બિંદૂરમાં એક દર્દીને લઈને જઈ રહેલી એમ્બ્યુલન્સે ચાર લોકોના જીવ લઈ લીધા છે. એમ્બ્યુલન્સના હચમચાવી દેતા અકસ્માતનો વીડિયો પણ સામે આવ્યો છે. 
 

Karnataka Accident Video: કર્ણાટકમાં એમ્બ્યુલન્સે ચાર લોકોના જીવ લીધા, ચોંકાવનારો વીડિયો સામે આવ્યો

નવી દિલ્હીઃ કર્ણાટકના બિંદૂરની પાસે ટોલ ગેટ પર અચાનક સંતુલન ગુમાવી પહોંચેલી એમ્બ્યુલેસે ચાર લોકોના જીવ લઈ લીધા છે. આ ઘટનાનો એક હચમચાવી દેતો વીડિયો સામે આવ્યો છે. જાણવા મળી રહ્યું છે કે રાજ્યના બિંદૂરની પાસે એક ટોલ ટેગ પર અચાનક સંતુલન ગુમાવતી પૂરપાટ એમ્બ્યુલન્સ આવી અને અથડાતા દૂર્ઘટનાનો શિકાર બની હતી. તેમાં ચાર લોકોને ઈજા થઈ હતી. જાણકારી પ્રમાણે ચારેય લોકોના મોત થઈ ગયા છે. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. 

સોશિયલ મીડિયામાં વાયરલ થયો વીડિયો
લોકોએ જણાવ્યું કે એમ્બ્યુલન્સ એક દર્દીને હોન્નાવરા લઈને જઈ રહી હતી અને ટોલ પ્લાઝાના ગેટ પર ઝડપને કારણે પલટી મારી ગઈ. વીડિયોમાં જોઈ શકાય છે કે વરસાદને કારણે રસ્તો ભીનો છે અને આ દરમિયાન ટોલ ગેટ પર તૈનાત કર્મચારી ઝડપથી એમ્બ્યુલન્સને આવતી જુએ છે. તેમણે એમ્બ્યુલન્સની ગતિને જોતા બેરિકેટ્સ ગટાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ એમ્બ્યુલન્સની ગતિ એટલી ઝડપી હતી કે ડ્રાઇવરે સંતુલન ગુમાવી દીધુ અને એમ્બ્યુલન્સ સ્લીપ થઈ ટોલ ગેટ પર બનેલા કાઉન્ટર પર અથડાય હતી. 

ત્યારબાદ આ ઘટનામાં એમ્બ્યુલન્સમાં સવાર દર્દી અને તેના પરિવારજનો રસ્તા પર ઉડીને પડ્યા હતા. તો ટોલ કર્મીને પણ ઈજા થઈ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More