Home> India
Advertisement
Prev
Next

SC on J&K Delimitation: આર્ટિકલ્સ 370 હોય કે ન હોય, જમ્મુ-કાશ્મીર હંમેશા ભારતનું અભિન્ન અંગ હતું; SCએ કરી ટિપ્પણી

સુનાવણી દરમિયાન અરજદારોએ ઓગસ્ટ 2019 માં આર્ટિકલ્સ 370 નાબૂદ કરવા સામે દાખલ કરવામાં આવેલી અરજીઓનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેના પર જસ્ટિસ એમએમ સુંદરેશે અરજીકર્તાઓ તરફથી હાજર રહેલા વકીલને પૂછ્યું કે શું તેઓ આ અરજીમાં આર્ટિકલ્સ 370 નાબૂદ કરવાને પણ પડકારી રહ્યા છે.

 SC on J&K Delimitation: આર્ટિકલ્સ 370 હોય કે ન હોય, જમ્મુ-કાશ્મીર હંમેશા ભારતનું અભિન્ન અંગ હતું; SCએ કરી ટિપ્પણી

Supreme court on J&K Delimitation: જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ્સ 370ને લઈને ફરી એકવખત SCની ટિપ્પણી સામે આવી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે આર્ટિકલ્સ 370 હોઈ શકે કે ન હોય, પરંતુ જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન અંગ હતો અને હંમેશા રહેશે. જમ્મુ અને કાશ્મીર વિધાનસભા સીટોના ​​સીમાંકનને પડકારતી અરજીઓની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી હતી. આ અરજી શ્રીનગરના રહેવાસી હાજી અબ્દુલ ગની ખાન અને ડૉ. અયુબ દ્વારા દાખલ કરવામાં આવી છે.

'કાશ્મીર હંમેશા અભિન્ન અંગ હતું'
સુનાવણી દરમિયાન અરજદારોએ ઓગસ્ટ 2019 માં આર્ટિકલ્સ 370 નાબૂદ કરવા સામે દાખલ કરવામાં આવેલી અરજીઓનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેના પર જસ્ટિસ એમએમ સુંદરેશે અરજીકર્તાઓ તરફથી હાજર રહેલા વકીલને પૂછ્યું કે શું તેઓ આ અરજીમાં આર્ટિકલ્સ 370 નાબૂદ કરવાને પણ પડકારી રહ્યા છે.

Rahul Bhatt Justice served: આખરે કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની હત્યાનો લેવાયો બદલો, હત્યારા આતંકીઓને ઠાર માર્યા

જેના પર વકીલે જવાબ આપ્યો - ના, અમે આ અરજીમાં તેણે પડકાર્યા નથી. પરંતુ 5 ઓગસ્ટ 2020 પછી કાશ્મીર ભારતનો ભાગ બની ગયું. તેના પર જસ્ટિસ સંજય કિશન કૌલે તેમને અટકાવ્યા અને કહ્યું કે આ સાચું નથી. તમારા શબ્દો કાળજીપૂર્વક પસંદ કરો. કાશ્મીર હંમેશા ભારતનો ભાગ હતો, માત્ર એક વિશેષ જોગવાઈ (કલમ 370) દૂર કરવામાં આવી છે.

હિન્દી ભાષીઓ અહીં પાણી-પુરી વેચે છે, જાણો કયા રાજ્યના શિક્ષણ મંત્રીએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન

સીમાંકન અંગે કેન્દ્ર, J&K પ્રશાસનને સૂચના
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે સુનાવણી સીમાંકન પર જ થશે. આમાં કલમ 370ને ધ્યાનમાં લેવામાં આવશે નહીં, કારણ કે કલમ 370નો મામલો પહેલાથી જ કોર્ટમાં પેન્ડિંગ છે. આ સાથે સુપ્રીમ કોર્ટે વિધાનસભા સીટોના ​​સીમાંકનને પડકારવાના મુદ્દે કેન્દ્ર સરકાર અને જમ્મુ-કાશ્મીર પ્રશાસનને નોટિસ પાઠવી છે. અરજી મોડેથી દાખલ કરવા બદલ કોર્ટે અરજદારોની નિંદા કરી હતી.

'દેશને વિભાજિત કરવાની રાજનીતિ થઈ રહી છે, બંધારણ ખતરામાં છે': સોનિયા ગાંધીના કેન્દ્ર પર આકરા પ્રહારો

મહત્વનું છે કે કોર્ટે કહ્યું કે તમે બે વર્ષ પછી 2020ના નોટિફિકેશનને પડકારી રહ્યા છો. શું તમે હજી સૂતા હતા! કોર્ટે સ્પષ્ટ કર્યું કે હાલમાં અમે સીમાંકન પ્રક્રિયાને રોકી રહ્યા નથી. કેન્દ્ર અને જમ્મુ-કાશ્મીર પ્રશાસનનો જવાબ આવવા દો. આગામી સુનાવણી 30 ઓગસ્ટે થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More